Monday, June 21st, 2021

 

રસીકરણ મહાઅભિયાન: દાહોદ જિલ્લામાં 1 દિવસમાં 14583 લોકોનું વૉક-ઈન વૅક્સિનેશન

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક લોકોને આસાનીથી વેક્સિન મળે તે માટે 150 બૂથ કરાયા 18+ ના 11129 અને 45થી વધુના 3454 લોકોને રસી મૂકાઇ સમગ્ર રાજ્યની સાથે દાહોદમાં પણ કોરોના વાઇરસને પરાસ્ત કરવા માટે સોમવારે વેક્સીનેશનના મહાઅભિયાનનો 150 વેક્સિનેશ બુથ ઉપરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશન મહાઅભિયાનમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ હોવાથી લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં સોમવારે 14583 લોકોએ વેક્સિનેશન કરાવ્યુ હતું. 21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવામાંથી છુટ આપવામાં આવી હતી. દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવીને જિલ્લામાં લોકોને ઘરઆંગણેRead More


ખેડૂતો દ્વિધામાં: દાહોદમાં 3 દિ’ ઝરમર વરસાદ છતાં હજુ જમીન પાણી વિના કોરી

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદના બજારો વરસાદના લીધે બપોરે સુમસામ થઇ ગયા હતા. અવ્યવસ્થિત પુરણના અભાવે જમીન બેસવાનું શરૂ દાહોદ ખાતે વિશ્વ યોગ દિવસ 21 જૂનના રોજ સવારથી જ ઝરમર વરસાદ આરંભાયો‌ હતો. તા.19 જૂનથી દાહોદ શહેરમાં વરસાદનું આગમન થયું છે. સતત ત્રણ દિવસથી શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદ વરસે છે. પરંતુ, જોરદાર પવન ફૂંકાતા મોટા વરસાદ બદલે મિની વાવાઝોડાની પરિસ્થિતિ થાય છે. જેના કારણે જમીનમાં યોગ્ય માત્રામાં પાણી નહીં પચતાં ખેડૂતો પણ બિયારણ ઓરવા બાબતે દ્વિધામાં મુકાયા છે. ચોમાસામાં મોટો વરસાદ વરસવા બદલે શ્રાવણના સરવરિયાનીRead More


કામગીરી: દાહોદના દિવ્યાંગોને દિવ્યાંગતા સર્ટિ., UDID કાર્ડ ઇસ્યુ માટેની કામગીરી શરૂ

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ભારત સરકારના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા દેશમાં દિવ્યાંગજનો માટે ભવિષ્યમાં જુદી જુદી યોજનાઓના લાભ માટે યુનિવર્સલ આઇડી ફોર ૫ર્સન્સ વીથ ડીસેબીલીટીઝ (યુ.ડી.આઇ.ડી.) પ્રોજેકટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં પણ દિવ્યાંગોને દિવ્યાંગતા પ્રમાણ૫ત્ર અને યુડીઆઇડી કાર્ડ માટે http://www.swavlambancard.gov.in વેબસાઇટ પરથી ઇસ્યુ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે. દિવ્યાંગોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે જિલ્લા સમાજ સુરક્ષા દાહોદની કચેરીમાં જરૂરી પુરાવાઓની અસલ અને નકલ સાથે લઈને સોમવાર અને ગુરુવારે આવવાનું રહેશે. આ માટે જન્મનો દાખલો (ઉંમરનુ પ્રમાણપત્ર), આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો સાથે લાવવાનો રહેશે.Read More


સમસ્યા: ​​​​​​​દાહોદમાં આડેધડ ખોદકામને કારણે નવી સમસ્યા, ઝરમર વરસાદમાં જ રાહદારીઓને હાલાકી

દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક ગોદી રોડ પર ટ્રક ખાડામાં ફસાઇ જતાં વાહનચાલકો, રાહદારીઓ અટવાયા દાહોદ જિલ્લામાં ચોમાસુ હજુ જામતું નથી, ગત વર્ષે આ દિવસ સુધીમાં તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થઇ ચુક્યો હતો. હાલ જિલ્લામાં ઝરમરિયા થઇ રહ્યા છે તેમ છતાં દાહોદ શહેરમાં કરેલા આડેધડ ખોદકામને કારણે નવી સમસ્યા સર્જાઇ છે. આજે એક ટ્રક ખાડામાં ફસાઇ જતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે મૂશળધાર વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિનું સર્જન થશે તે હાલ કહેવું અઘરું છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર શરુ થઇ ચુકી છે. ઘણેRead More


દાહોદનો ચર્ચાસ્પદ કિસ્સો: પ્રેમી સાથે ભાગેલી યુવતી સગીરા હોવાનો દાવો કરતાં પિતાજી ફસાયા, પોલીસ સ્કૂલે પહોંચતાં ભાંડો ફૂટ્યો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પોલીસ તપાસમાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં ચેડાં કર્યાનું બહાર આવ્યું પુત્રીની જન્મ તારીખ 9-3-2003ને બદલીને પિતાએ 9-7-2003 કરી દીધી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની એક યુવતીનું ઝાલોદ તાલુકાના યુવકે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં આ યુવતી સગીરા હોવાનુ જે તે સમયે જણાવીને તેના પુરાવા માટે શાળા છોડ્યાના પ્રમાણ પત્રની નકલ રજૂ કરવામાં આવી હતી. જેથી પોક્સો સહિતની કલમો અન્વયે ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે, વધુ તપાસમાં બહાર આવ્યુ કે, યુવતીના પિતાએ પ્રમાણપત્રની નકલમાં છેડછાડ કરી સુધારો કર્યો હતો. જેથી પોલીસે હવે પિતા સામે ગુનોRead More