Saturday, June 19th, 2021

 

છેડતી: રાબડાળમાં સીવણ ક્લાસથી પરત જતી યુવતી સાથે છેલબટાઉ યુવકોની છેડતી

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સ્કૂટરની ચાવી કાઢી લીધી : યુવતીના મામા આવતાં બચી ગઇ તને ઉંચકી જવાના છીએ, તારી પર દુષ્કર્મ કરવાના છીએ કહ્યું હતું દાહોદ શહેર નજીક રાબડાળ ગામે સિવણ ક્લાસથી પરત ઘરે જતી યુવતિને રોકીને તેના મોપેડની ચાવી કાઢી લઇ તેને ઉંચકી જવા સાથે દુષ્કર્મ કરવા સુધીનો સંવાદ કરી છેડતી કરી હતી. અકસ્માતે યુવતિના મામા ત્યાંથી પસાર થતાં તે બચી શકી હતી. જોકે, યુવકો તેમને પણ ધમકી આપીને નાસી છુટ્યા હતાં. દાહોદ તાલુકામાં રહેતી એક યુવતી ગત તા.14મી જુનના રોજ રાબડાળ ગામેથી મોપેડ લઇને પસાર થઇ રહીRead More


ફાધર્સ ડે: પુત્રને સંગીત ક્ષેત્રે આગળ વધારવા પિતા 8 વર્ષથી પત્નીથી જુદા રહે છે : સંગીત સાધના માટે 3 વર્ષ મુંબઈ અપડાઉન કર્યું

Gujarati News Local Gujarat Dahod Father Stays Away From Wife For 8 Years To Take Son Forward In Music Field: Updated Mumbai For 3 Years For Musical Instrument દાહોદ30 મિનિટ પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક બાળકનો સંગીતમાં રસ જોઈ માતા તેની સાથે વડોદરા- મુંબઈ રહે છે તો પિતા દાહોદમાં એકલા રહી પોતાનો વ્યવસાય કરે છે સંતાનના શોખ માટે પિતાનું સમર્પણ દાહોદના 14 વર્ષીય સુરજ પઢારિયાને બાળવયથી જ સંગીતનો રસ જોઈ પિતાએ તેને તે ક્ષેત્રે આગળ ધપાવવાનો નિર્ણય લીધો અને પોતાની પત્નીને બંને દીકરા સાથે વડોદરા સ્થાયી કરી, પોતે દાહોદ ખાતેનોRead More


વિશ્વ યોગ દિવસ: દાહોદના એકાઉન્ટન્ટે યોગ સપ્તાહમાં ભાગ લઇ 108 સૂર્યનમસ્કારની સિદ્ધિ હાંસલ કરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનામાં લોકોને ઓનલાઇન યોગ શીખવ્યા, ઓફિસનો સ્ટાફ કોરોનાગ્રસ્ત થયો, પરંતુ કિશોરભાઇ યોગના પ્રતાપે જ કોરોના સંક્રમિત ન થયા 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં પણ સામાન્ય માણસમાં યોગ પ્રત્યે જાગૃકતા વધી છે અને લોકો યોગ કરતા થયા છે. લોકો સુધી યોગ પહોંચે એ માટે અનેક લોકો જિલ્લામાં કાર્યરત છે. એવા જ એક યોગ શિક્ષકે જિલ્લાના સેંકડો લોકો સુધી યોગનો પ્રકાશ પહોંચતો કર્યો છે અને કોરોના કાળમાં પણ તેમણે તેમની સેવા અવિરત ચાલુ રાખી લોકોને ઓનલાઇન યોગ શીખવ્યા હતા.Read More


છેતરપિંડી: બારિયાના ગ્રાહકને ઓછા ટચની ચાંદીના દાગીના આપી છેતરપિંડી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કારીગરે 98.5ની જગ્યાએ 85 ટચના દાગીના આપ્યા પોલીસ દ્વારા પાંચ સામે ગુનો દાખલ કરાયો દેવગઢ બારિયાના ગ્રાહકે લીમડીના એક કારીગરને દાગીના બનાવવા માટે 98.5 ટચની ચાંદી આપી હતી. ત્યારે ગ્રાહકને 85 ટચના ચાંદીના દાગીના બનાવીને આપવા સાથે ધમકીઓ અપાઇ હતી. આ મામલે દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારીઆ નગરમાં ચબુતરા શેરી, સ્ટેટ બેન્ક સામે રહેતાં કેનલ શ્રૈયાંશભાઈ ગાંધીએ ગત તા.15થી 27મી એપ્રિલ દરમ્યાન ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતાં પંચાલ આશીષકુમાર લવિન્દ્રભાઈને દાગીના બનાવવા માટેRead More


સંયોગ: દાહોદ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ સંકલનની બેઠકમાં હતા ત્યારે જ કલેક્ટર ,ડીડીઓની બદલીનો હુકમ આવ્યો

Gujarati News Local Gujarat Dahod Order For Transfer Of Collector, DDO Came Only When All The High Officials Of Dahod District Were In The Coordination Meeting. દાહોદએક કલાક પહેલા કૉપી લિંક કલેક્ટર જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર અને ડીડીઓ જૂનાગઢના કલેક્ટર પદે મુકાયા દાહોદ સ્માર્ટસીટી કંપનીના સીઇઓ હર્ષિત ગોસાવી નવા કલેક્ટર, દાહોદમાં આસી.કલેક્ટર રહેલા તેજસ પરમાર ડીડીઓ દાહોદ જિલ્લા ત્રણ વર્ષ વર્ષ કરતાં વધુ સમય ફરજ બજાવ્યા બાદ કલેક્ટરની બદલી થઇ છે.તેમણે જિલ્લામાં અભૂતપૂર્વ લોકચાહના મેળવી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીને પણ કલેક્ટર પદે બઢતી મળતાં તેમની પણ આજે જ બદલી થઇRead More


ઘેર બેઠા ગાંજાનું વેચાણ: ઝાલોદના લીમડીમાં ઘરેથી વેપલો કરતો આરોપી 4.63 કિલો ગાંજા સાથે ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં વિદેશી દારુ બાદ ગાંજાનુ ચલણ પણ વધ્યુ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાંથી દાહોદ એલસીબી અને એસઓજી પોલીસે બાતમીના આધારે એક સોસાયટીના મકાનમાં ગાંજાનું વેચાણ કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે અને રૂપિયાં 46 હજાર 300ના 4.63 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. દાહોદ એલ.સી.બી અને એસ.ઓ.જી પોલીસને ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં કાંતિકંચન સોસાયટીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. તાત્કાલિક પોલીસ કાફલો કાંતિકંચન સોસાયટીમાં જવા રવાના થયો હતો અને ત્યાં રહેતાં દિપક ચંદ્રસેન સોનીના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો મારતાં તેના મકાનમાંથીRead More


છેતરપિંડી: દેવગઢ બારીયાના રહીશને લીમડીના સોનીએ ઓછા ટચની ચાંદી પરત કરી ચૂનો લગાવ્યો

દાહોદ19 મિનિટ પહેલા કૉપી લિંક 98.05 ટચની ચાંદી લઈ 85 ટચની ચાંદીના દાગીના પધરાવયા છેતરપિંડીની વાત કરી તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી દેવગઢ બારયા નગરમાં એક વ્યક્તિ સાથે છેતરપિંડી થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે .જેમાં દેવગઢ બારીયાના વ્યક્તિએ ચાંદીના દાગીના બનાવવા માટે ઝાલોદ તાલુકાના લીમડી નગરમા રહેતાં એક ઈસમને ચાંદી આપી હતી. લીમડીના ઈસમે તેનાંથી ઓછા ટંચની ચાંદી પરત કરતાં આ સંબંધે દેવગઢ બારીઆના વ્યક્તિએ આ બાબતની વાત કરતાં ઉશ્કેરાયેલા લીમડી નગરના ઈસમે તથા તેના પરિવારજનોએ ઝઘડો તકરાર કરી, મારી નાંખવાની ધમકી આપી છેતરપિંડી કરતાં આ સંબંધે દેવગઢRead More


હત્યા: ​​​​​​​દાહોદના મોટી ખરજમાં નજીબી બાબતે બોલાચાલી થતાં એકની હત્યા, મૃતકનો ભાઈ વચ્ચે પડતા તેને પણ તીર મારી ઘાયલ કર્યો

દાહોદ22 મિનિટ પહેલા કૉપી લિંક તુ દલાલી કેમ કરે છે? તેમ કહી ઘરે આવેલાં શખ્સે ઘરધણીની હત્યાં કરી દાહોદ તાલુકાના મોટી ખરજ ગામથી હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સે પોતાની સાથે લાકડી તથા તીરકામઠું લઈ આવી ગામમાં રહેતાં એક પરિવાર સાથે દલાલી કરવા બાબતે ઝઘડો તકરાર કરી એકદમ ઉશ્કેરાઇને આવેશમાં આવી લાકડી વડે એકને માથાના ભાગે માર મારી ઘટના સ્થળ પરજ મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે મૃતકના ભાઈને તીર મારી પગના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં પોલીસે આરોપીનાRead More