Thursday, June 17th, 2021

 

ફ્રેન્ડલી માહોલ: દાહોદમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા મનોવૈજ્ઞાનિક તૈયારી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોના વાયરસની ઘાતક બીજી લહેરનો સામનો કર્યા બાદ ત્રીજી લહેર સામેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કોરોના વાયરસની ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થવાની શક્યતા ધ્યાને રાખીને અહીં બાળકો માટે વહીવટી તંત્ર દ્વારા 100 પથારીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. આ સાથે એક વર્ષ સુધીના બાળકો માટે 20 નિઓનેટલ વેન્ટીલેટર અને બાકી 20 પીડિઆટ્રિક વેન્ટટીલેટર અને 60 ઓક્સિજન બેડની વ્યવસ્થા પણ કરાઇ છે. કોરોનાની પેટર્ન બદલાતી જોવા મળી રહી છે. દર વખતે જુદાજુદા વયજુથના લોકો સંક્રમિત થાય છે. બીજી લહેરમાં પણ આવું બન્યું છે. આRead More


હવામાન: દાહોદમાં અચાનક વાવાઝોડું ફૂંકાયું ધાનપુર તાલુકામાં ઝરમર વરસાદ

ગોધરા / હાલોલ2 કલાક પહેલા કૉપી લિંક રાજ્યમાં ચોમાસુ ધીમે ધીમે અાગળ વધી રહ્યુ છે. ત્યારે પંચમહાલમાં ગોધરા, હાલોલ, કાલોલ સહિત પંથકમાં બુધવારની રાત્રીઅે જોરદાર ઝાપટા સાથે વરસાદ વરસતા ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ જવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો સહિત લોકો વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા હતા. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. જ્યારે બીજી બાજુ વરસાદ વરસતા ગોધરા, હાલોલ, કાલોલ સહિતના સ્થળોઅે વિજ કંપની દ્વારા વિજ પુરવઠો બંધ કરી દેવાતા લોકો બફારાથી અાકુળ વ્યાકુળ થઇ ગયા હતા. ગુરુવારે બપોરના સુમારે પુન: ગોધરામાંRead More


હાલાકી: 5 વર્ષમાં 20 લાખનો ખર્ચ છતાં આ ચોમાસે પણ પ્રજાને પાણીમાંથી જ પસાર થવું પડશે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના હાર્દસમા સ્ટેશન રોડ પર ઇજનેરોની મથામણ છતા વર્ષોથી સમસ્યા અકબંધ : 4 ક્રોસિંગ કર્યા પણ પાણીનો નિકાલ જ નહીં 4 વખત કામ હાથ પર લીધું પણ દર વખતે નિષ્ફળતા આ વર્ષે સ્ટ્રોમ વોટરની કામગીરીની જોવાતી રાહ શહેરનો સ્ટેશન રોડ દાહોદનું હાર્દ ગણાય છે પરંતુ દર વર્ષે ચોમાસામાં સામાન્ય વરસાદ બાદ અહીંથી વાહનો પસાર કરવા એટલે લોઢાના ચણા ચાવવા સમાન હોય છે. અડધો ઇંચ વરસાદ પડે તેમાં શાળાઓ સામેના રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાઇ જાય છે. આ સમસ્યા વર્ષો જુની છે, પાલિકાના દરેક ઇજનેરે તેનુંRead More


રજૂઆત: ફતેપુરામાં સરકારી જગ્યામાં કરેલા દબાણો દૂર કરી કસૂરવારો સામે કાર્યવાહીની માગ

ફતેપુરા3 કલાક પહેલા કૉપી લિંક પંચાયત વિસ્તારમાં પણ ઠેર ઠેકાણે દબાણો કરાયા છે. કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર અપાયું : નિષ્ફળ પંચાયતને બરતરફ કરવા પણ માગ ફતેપુરામાં સરકારી તેમજ પંચાયત હસ્તકની જગ્યાઓમાં જમીન દલાલો દ્વારા બે ફામ ગેરકાયદેસર રીતે દબાણો કરાતા ફતેપુરાના લોકો દ્વારા આ દબાણો ખુલ્લા કરવાની માંગ સાથે તેમજ થયેલ દબાણ અટકાવવામા નિષ્ફળ ગયેલ પંચાયતને બરતરફ કરવાની માંગ સાથે ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણીને સંબોધતુ આવેદનપત્ર પત્ર આજરોજ ફતેપુરા મામલતદાર ને આપવામાં આવ્યું છે. આવેદનપત્ર પત્રમાં જણાવાયુ હતું કે, ફતેપુરા મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી, આઇ સી ડી એસ વિભાગ,એRead More


મોંઘવારીનો વિરોધ: દાહોદમા કોંગ્રેસના મહિલા મોચચા દ્વારા મોંઘવારી મામલે સરકાર વિરોધી પ્રદર્શન, પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આવેદન પત્રમા મોંઘવારી માટે સરકારની અણઘડ નિતીને જવાબદાર ગણાવી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘરખમ વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજરોજ દાહોદ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ, ડીઝલ સહિત મોંઘવારીના વિરોધમાં દાહોદ શહેરના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજ્યો હતો. જ્યાંથી દાહોદના પ્રાંત અધિકારીને આ વિરોધ સંદર્ભે આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં હાલ અસહ્ય મોંઘવારીએ માઝા મુકી છે. પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ, રાંધણ ગેસ, જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓના ભાવ હાલ આસમાને છે. એક તરફ કોરોના મહામારી ત્યારે બીજીRead More


ઝીરો વેસ્ટેજ ઇન વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોરોનાની રસીનો સંપૂર્ણ સદઉપયોગ કરાતાં વેસ્ટેજ શૂન્ય બરાબર, 50 ટકા આધેડે રસીનો પ્રથમ જ્યારે 82 ટકાએ બીજો ડોઝ લઇ લીધો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કોરોના વોરિયર્સ 100 ટકા વેક્સિનેશન સાથે ત્રીજી લહેર માટે સજ્જ 16 દિવસમાં 49 હજારથી વધુ યુવાનોએ રસી મુકાવી દાહોદ જિલ્લામાં કોરોના હવે ઓસરવાની સાથે જ વેપાર ધંધાની ગાડી પાટે ચઢી રહી છે. બીજી તરફ રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે તેમાં સારા નરસા પરિણામો જોવા મળી રહ્યા છે. જેમાં 45થી વધુ વયમાં 50 ટકા રસીકરણ પૂર્ણ થયુ નથી. ત્યારે યુવાનોમાં રસીકરણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ હોવાથી તેમાં 5 ટકા પણ લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો નથી. તેવા સમયે જિલ્લામાં સૌથી સારી અને નોંધપાત્ર બાબત એRead More


હેરાફેરી: દેવગઢ બારીયા પોલીસે ભથવાડા ટોલ નાકા પાસેથી વૈભવી ગાડીમા લઈ જવાતો રૂ. 2.12 લાખનો દારુ ઝડપ્યો, બેની અટકાયત

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક વિદેશી દારૂ અને વાહન મળી કુલ રૂ. 5 લાખ 14 હજાર 160નો મુદ્દામાલ જપ્ત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં બે ઈસમોને ઝડપી પાડવામા આવ્યા છે. ગાડીમાંથી કુલ રૂ. 2 લાખ 12 હજાર 160નો વિદેશી દારૂ અને વાહન મળી કુલ રૂ. 5 લાખ 14 હજાર 160નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો છે. દેવગઢ બારીયા પોલીસ મળેલી બાતમીના આધારે ભથવાડા ટોલનાકા પાસેથી વોચ ગોઠવી ઉભી હતી. આ દરમિયાન બાતમીમાં પ્રમાણેની એક વૈભવી ગાડી ત્યાંથી પસારRead More