Wednesday, June 16th, 2021

 

વિવાદ: ‘ખોટી ફરિયાદ કરો છો’ કહીને દિયર અને દેરાણીની ભાભી સાથે મારામારી

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર વચ્ચે છોડાવવા પડેલ માતાને પણ પુત્રે લાકડી મારતાં ઇજા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા સલરામાં અમારી વિરૂદ્ધ ખોટી ફરિયાદો કેમ કરો છો કહી ભાભી ઉપર લાકડીથી હુમલો કરતા છોડાવવા પડેલ માતાને પણ લાકડી મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ભાભીએ દિયર-દેરાણી અને ભત્રીજાઓ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટા સલરા ગામના શારદાબેન ધનજીભાઇ ગરાસીયા તેમના સાસુ લાલીબેન ગલાભાઇ તથા ઘરના બીજા સભ્યો જમી પરવારી સાંજના સમયે ઘરના આંગણામાં સુતા હતા. ત્યારે તેમના દિયરRead More


ધરપકડ: ઉસરવાણમાં છાત્રોને લૂંટનારા ત્રણે યુવાનો અંતે ઝડપાઇ ગયા

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર એક યુવક સામે ભરૂચ અને કતવારામાં ગુના દાખલ થયેલા છે મોટીખરજ, દેલસરના યુવકોનું કૃત્ય : 12,800₹નો મુદ્દામાલ રીકવર દાહોદના ઉસરવાણ ગામમાં એન્જિનિયરિંગ કોલજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થિની પાસેથી મોબાઇલ અને રોકડની લૂંટ કરનાર ત્રણે આરોપીઓને તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી લૂંટ કરેલો પુરેપુરો મુદ્દામાલ રીકવર કર્યો હતો. દાહોદના ઉસરવાણ ગામમાં એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પાસેથી લૂંટની બનેલી ઘટનાના આરોપીઓને શોધી કાઢવા માટે પંચમહાલ ગોધરા રેન્જના આઇ.જી. એમ.એસ. ભરાડા તથા દાહોદ એસ.પી. હિતેશ જોયસર તેમજ ડી.વાય.એસ.પી. શૈફાલી બરવાલ અને દાહોદ સર્કલ પી.એસ.આઇ. એચ.પી.કરેણએ સુચના અનેRead More


વિવાદ: લખણામાં છોકરીને ભગાડ્યાની અદાવતે જાનથી મારવાની ધમકી

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ઢાળીમાં તાટપત્રી નીચે મૂકી રાખેલા 30000 પણ લૂંટી ગયા છોડાવવા પડેલ પુત્ર-પુત્રીને પણ માર માર્યો : 3 ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ લખણામાં છોકરી ભગાવી ગયાની અદાવતમાં છોકરાના ઘરે જઇ ઘરના લોકોને મારી નાખવાની ધમકી આપી તેના પિતા, બહેન અને ભાઇ સાથે મારામારી કરી ઘર આગળના બનાવેલા ઢાળીયાને ઢાંકેલી તાટપત્રી ખેચીના પાડી તેના નીચે મુકી રાખેલા 30000 લૂંટી લઇ નાસી ગયા હતા. લખણા ગામના રતનસિંહ માનસિંહ નાયક કાકાની છોકરીનું લગ્ન કાસટીયા ગામે કર્યુ હતું. જેને તેમનો છોકરો લાલાભાઇ પત્ની તરીકે રાખવા માટે લઇ ભાગી ગયોRead More


તંત્ર સક્રિય: દાહોદમાં પાઇપો નાખ્યા બાદ કરાયેલા પુરણને વ્યવસ્થિત કરી ડામર-RCC પેચવર્કના આદેશ

દાહોદ41 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં સ્માર્ટસિટીના ત્રણ પોજેક્ટ અંતર્ગત કરાયેલા કામ બાદ પુરણને સરખુ કરીને પેચવર્કની કામગીરીનો શહેરમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. સ્માર્ટ સિટી હેઠળ ચાલતાં પ્રોજેક્ટસમાં તંત્ર સક્રિય મંગળવારથી જ કામગીરીનો પ્રારંભ કરાયો, ચોમાસામાં ખાડા પડવાની સમસ્યા હળવી થશે દાહોદ ખાતે સ્માર્ટસીટી અંતર્ગત ચાલી રહેલા પ્રોજેક્ટોમાં વરસાદી પાણીને જળાશયમાં એકત્રિત કરવાના સ્ટ્રોમ વોટર, ઘરના દુષિત પાણીનો યોગ્ય નિકાલ અને શુદ્ધિકરણ માટેનો સીવરેજ અને પીવાનું શુદ્ધ પાણી અને પાણી વિતરણ વ્યવસ્થા મીટર અંગેના વોટર સપ્લાય માટે પાઇપો નાખવાની કામગીરી શરૂ કરાઇ હતી. જોકે, આખા શહેરમાં ત્રણે પ્રોજેક્ટRead More


શિક્ષકોમાં ખળભળાટ: દાહોદ જિલ્લાની બે મોડેલ સ્કૂલના 775 વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થશે

લીમખેડા41 મિનિટ પહેલા કૉપી લિંક આગાસવાણી તેમજ વજેલાવ મોડેલ ડે સ્કૂલ બંધ કરવાના પરિપત્રથી ધો. 6થી 12ના વિદ્યાર્થીઓ અટવાશે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી દ્વારા રાજ્યની 8 મોડેલ ડે સ્કૂલ બંધ કરવાનો પરિપત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર કચેરી દ્વારા દાહોદ જિલ્લાની આગાસવાણી તથા વજેલાવમાં ચાલતી મોડેલ ડે સ્કુલ બંધ કરવાના પરિપત્રથી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા ફરજ બજાવતા શિક્ષકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉપરાંત રાજ્યની અન્ય 6 મોડેલ ડે શાળા પણ બંધ કરવા માટે પરિપત્રમાં દર્શાવવામાં આવ્યું છે.ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે ચાલતી સરકારી શાળાRead More


અદાવત: ​​​​​​​ફતેપુરાના સલરામાં ખોટી ફરિયાદ કરો છો તેમ કહી મહિલા સહિત ચાર જણાએ સાસુ વહુને ફટકારતા ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ ફતેપુરા તાલુકાના મોટાસરલા ગામે પોલીસમાં ખોટી ફરિયાદ કરો છો, તેમ કહી મહિલા સહિત ચાર જણાએ સાસુ – વહુને લાકડી તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બન્નેને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મોટાસરલા ગામે રહેતાં મનજીભાઈ ગલાભાઈ ગરાસીયા, જમનાબેન મનજીભાઈ ગરાસીયા, અજયભાઈ મનજીભાઈ ગરાસીયા અને મીથુભાઈ મનજીભાઈ ગરાસીયાનાઓ પોતાના જ ગામમાં રહેતાં શારદાબેન ધનજીભાઈ ગરાસીયાના ઘરે આવ્યાં હતાં. ગાળો બોલીRead More


ધિંગાણુ: ધાનપુરના લખણામાં ચાર વ્યકિતઓએ ઘરમાં જઇ એક પરિવારના ચાર સભ્યોને લાકડીઓ ફટકારી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક અગમ્ય કારણોસર તોફાન મચાવતા ફરિયાદ નોંધાવાઈ ધાનપુર તાલુકાના લખણા ગામે અગમ્ય કારણોસર ચાર જેટલા ઈસમોએ એક વ્યક્તિના ઘરે જઈ ઝઘડો કરી તકરાર કરી હતી. જેમાં ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ ગયા હતાં. અને ચાર જણાને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિગાણું કરતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ગણપતભાઈ માવાભાઈ નાયક, નરપતભાઈ માવાભાઈ નાયક, અરવિંદભાઈ માવાભાઈ નાયક (ત્રણેય રહે. લખણા ગોજીયા, તા.ધાનપુર) અને અરવિંદભાઈ ધનાભાઈ નાયક (રહે.ઝાપટીયા, તા.દેવગઢ બારીઆ) પોતાના જ ગામમાં રહેતાં રતનસિંહ માનસીંહ નાયકનાRead More


અજગર બચાવાયો: ​​​​​​​દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યોએ બારિયાના પુવાડા ગામેથી 11 ફૂટ લાંબો,16 કિલોનો અજગર રેસ્ક્યુ કર્યો

દાહોદ3 કલાક પહેલા બે વર્ષમાં પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા 20 જેટલા અજગર બચાવાયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાડા ગામે એક ખેતરમાંથી 11 ફૂટ લાંબો અજગર પકડાયો છે. આ અજગરને દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના કાર્યાલયમા સુરક્ષિત રીતે રાખવામા આવ્યો છે. જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 20 જેટલા અજગરને રેસ્ક્યુ કરાયા દાહોદ જિલ્લામાં મહત્તમ વન વિસ્તાર દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના છે. અહી વન્ય પ્રાણીઓ પણ નોંધપાત્ર સંખ્યામાં વસે છે. જિલ્લામાં સરીસૃપો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. જેમાં અજગરનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 20 જેટલા અજગરનેRead More