Tuesday, June 15th, 2021

 

કોરોના રસીકરણ: દાહોદના ઝવેરભાઇ કન્યા શાળા ખાતે કોવિડ વેક્સિનેશન કેમ્પનું આયોજન

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વિજપોલ પોલથી અકસ્માતનો ભય બપોર સુધીમાં જ 64 યુવાનો સહિત 92 લોકોએ વેક્સિન લીધી કોરોનાની વેક્સિન વધુમાં વધુ યુવાનો લે એ માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદની નવજીવન સાયન્સ કોલેજ અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૨ ના સયુક્ત ઉપક્રમે આ વેક્સિનેશન કેમ્પ દાહોદના છાબ તળાવ પાસે આવેલા ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યોજાયો છે. કોલેજમાં અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ આ કેમ્પનો લાભ લે અને મોટાપાયે રસીકરણ અભિયાનમાં જોડાઇ એ ઉદ્દેશથી યોજાયેલા કેમ્પમાં બપોરના બે વાગ્યા સુધીમાં જ 64 યુવાનો સહિત 92Read More


વિવાદ: કાળીયામાં સામાન્ય બાબતે સરપંચ અને તેના પુત્રે 2 વ્યક્તિને માર માર્યો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસવીર ઘર પાસેથી બાઇક પર જતા 2 જણાને ઉભા રાખી ફટકાર્યા. સરપંચ વિરુદ્ધ બે દિવસમાં મારામારીની બીજી ફરિયાદ ફતેપુરા તાલુકાના કાળીયા ગામના સરપંચ તથા તેના પુત્રએ ઘર આગળ આવેલા રોડ ઉપરથી બાઇક લઇને જતાં બે વ્યક્તિને રોકી માર માર્યો હતો. આ સંદર્ભે સુખસર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.ફતેપુરા તાલુકાના કાળીયા ગામના કમલેશભાઇ મોતીભાઇ મછાર અને ભત્રીજો મુકેશ બાબુભાઇ બન્ને જણા કાકા-ભત્રીજા મોટર સાયકલ લઇને ગામના સરપંચન ગલસીંગભાઇ લાલસીંગભાઇ મછારના ઘર પાસે આવેલા રોડ ઉપરથી જતાં હતા. ત્યારે સરપંચ ગલસીંગભાઇ લાલસીંગભાઇ મછાર તથા તેનોRead More


દિલ્હી-મુંબઇ હાઇસ્પીડ કોરિડોર: દાહોદથી ચંચેલાવ વચ્ચેનો રેલવે ટ્રેક હાઇસ્પીડ ટ્રેનો માટે સ્પીડબ્રેકર બન્યો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 1384 કિમી લાંબા રૂટમાં અહીં જ મોટી સમસ્યા : ગોધરાથી રતલામ સુધી ત્રણ ગ્રેડિએન્ટ અને આઠ કર્વ રેલવે માટે માથાના દુખાવા સમાન160ની સ્પીડે ટ્રેન દોડાવવાની તૈયારી પ્રયાસો બાદ પણ 120થી 130ની જ સ્પીડ મળી }ગોધરા-નાગદા સહિત 1384 કિમી ટ્રેક પાસે ફરી બાઉન્ડ્રીવોલ બનાવવાનું શરૂ કરાશે કોરોના મહામારી હવે કોઇ બાધા નહીં નાખે તો આગામી પાંચ વર્ષમાં 1384 કિમી લાંબા દિલ્હી-મુંબઇ રૂટ ઉપર ટ્રેનો 160 કિમી પ્રતિ કલાકે દોડવા લાગશે. કોવિડ-19ની અસર ઓછી થયા બાદ રાજધાની રૂટના રતલામ સહિત તમામ મંડળોએ ફરીથી તૈયારીઓ શરૂ કરી દીધીRead More


ધોળે દાડે લૂંટ: દાહોદના ઉસરવાણ ગામે હેલીપેડ પર ફરવા ગયેલા બે મિત્રો ભર બપોરે લૂંટાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ત્રણ લૂંટારા બાઈક પર આવી મોબાઇલ અને રોકડ મળી કુલ રૂ. 12 હજાર 800નો મુદ્દામાલ લઇ ફરાર દાહોદ તાલુકાના ઉસરવાણ ગામે આવેલા પર્યટન સ્થળ એવા હેલીપેડ પર બે મિત્રો ફરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ બંનેને બાનમાં લઇ મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 12 હજાર 800ની સનસનાટી લૂંટ ચલાવી નાસી જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. લીમખેડા તાલુકાના લુખાવાડા ગામે હોળી ફળિયામાં રહેતા વિશાલ રાજેશભાઈ પટેલ અને દિવ્યાબેન બંને દાહોદ તાલુકાના ઉસારવણ ગામે આવેલા પર્યટક સ્થળ એવાRead More


રાષ્ટ્રીય પક્ષી: દાહોદ પાસે રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે બે મોરના મોત, વન વિભાગે પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પીએમ બાદ બંન્નેની અંતિમ વિધિ કરવામાં આવશે દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરની સંખ્યા નોંધપાત્ર છે. ત્યારે ઘણી વાર મોર અકસ્માતોનો ભોગ બનીને મૃત્યુ પામે છે. આજે પણ ટ્રેનની અડફેટે બે મોરના મૃત્યુ થયા છે. જેથી વન વિભાગે પીએમ કરી બંન્નેની અંત્યેષ્ટિ કરવાની તજવીજ હાથ ધરી છે. રાષ્ટ્રીય પક્ષી મોરની મનમોહક સુંદરતા અનેરી છે. જેથી કોઇ પણ ઠેકાણે આ પક્ષી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મોટે ભાગે સજોડે રહેતા મોર અને ઢેલના ટહુકા પણ કર્ણ પ્રિય હોય છે. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોર મોટી સંખ્યામાં છે.Read More


કાર્યવાહી: ઝાલોદ તાલુકાની ધાવડિયા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મનરેગાના 18 કામેની ફાઇલો પર સહી સિક્કા કરવા રૂ. 13 હજાર 500ની માંગણી કરી હતી દાહોદ એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી ઝડપી પાડ્યો ઝાલોદ તાલુકાની ધાવડિયા ગ્રામ પંયાચતના તલાટીએ એક વ્યક્તિ પાસેથી મનરેગાના કામોની ફાઇલો પર સહી સિક્કા કરવા રૂ. 13 હજાર 500ની લાંચની માંગણી કરી હતી. તે વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ કરતાં આ તલાટીને છટકું ગોઠવી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. ઝાલોદ તાલુકાની ધાવડિયા ગ્રામ પંયાતમાં અલ્પેશ પન્નાલાલ પ્રજાપતિ તલાટી તરીકે ફરજ બજાવે છે. તલાટીના સહી સિક્કા મનરેગાના કામોની ફાઇલો પર જરુરી હોય છે.Read More