Monday, June 14th, 2021

 

પ્રોજેક્ટમાં સંકલનનો અભાવ: સ્માર્ટસિટીના 3 પ્રોજેક્ટ ચોમાસામાં દાહોદ શહેરનો કચ્ચરઘાણ કાઢશે!

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં પ્રોજેક્ટ અંતર્ગત ખોદાયેલો ખાડો. સ્ટ્રોમ વોટર, સીવરેજ અને પાણી વિતરણ તેમજ મીટરના પ્રોજેક્ટમાં સંકલનનો અભાવ કોરોના કાળમાં બંધ કામોની પ્રગતિની ટકાવારીનું લેવલ લાવવા શહેર એક સાથે ખોદી દેવાયું એજન્સીઓ પાસે સુધારો કરાવવા માટે વહીવટી તંત્ર પાસે માત્ર હવે સપ્તાહનો જ સમય દાહોદમાં સ્માર્ટસિટી અંતર્ગત હાલ 559.89 કરોડના વિવિધ પ્રોજેક્ટોની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીને જળાશયમાં એકત્રિત કરવાના સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ, ઘરના દૂષિત પાણીનો યોગ્ય નિકાલ, શુદ્ધિકરણ માટેનો સીવરેજ પ્રોજેક્ટ અને પીવાનું શુદ્ધ પાણી, પાણી વિતરણ વ્યવસ્થા,મીટર અંગેના વોટર સપ્લાય પ્રોજેક્ટ અંતર્ગત પાઈપ લાઈનRead More


ભાસ્કર વિશેષ: દંપતીનો ખુલ્લા પગે 30 હજાર કિ.મી.નો પ્રવાસ

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ખુલ્લા પગે ભારતભ્રમણે નીકળેલા રાજસ્થાન રાજ્યના દંપતીનું દાહોદમાં પગપાળા આગમન થયું હતું. નેપાળ સહિત ભારતના તમામ રાજ્યોનો પ્રવાસ પૂર્ણ, યાત્રા અંતિમ ચરણમાં વિશ્વ શાંતિના શુભ સંદેશ સાથે દાહોદમાં આગમન, 27 માસ પૂર્વે પ્રવાસનો આરંભ કર્યો હતો 27 માસ પૂર્વે અર્થાત્ કોરોનાના આરંભના લગભગ એક વર્ષ પૂર્વેથી વિશ્વશાંતિના સંદેશ સાથે ખુલ્લા પગે આરંભેલી પદયાત્રા કરતા રાજસ્થાનના દંપતીનું દાહોદ આગમન થયું હતું. તા.13 માર્ચ, 2019ના રોજ રાજસ્થાનના બાબા ખાંટુશ્યામના દર્શન બાદ જયપુરના એક ગામના ભવાનીસિંગ અને તેમના પત્ની સુમનકુંવરે વિશ્વમાં ચોમેર શાંતિ સ્થપાય તેવા સંદેશ સાથે ખુલ્લાRead More


અકસ્માત: જેકોટ છાયણઘાટીમાં ટ્રેક્ટર ટ્રોલી પાછળ વાન અથડાતાં ચાલકનું મોત

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ક્રેઇનની મદદથી ગંભીર ઇજાગ્રસ્ત કાર ચાલકને બહાર કઢાયો, સારવારમાં મોત દાહોદ-ગોધરા હાઇવે ઉપર જેકોટ છાયણઘાટીમાં આગળ જતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ઇકો ગાડી જોશભેર અથડાતા ગંભીર રૂપે ઘાયલ થયેલા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રાજકોટ જીલ્લાના પડધરીના ધર્મેન્દ્રસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા તા.12ને શનિવારના રોજ સાંજના સમયે પોતાની ઇક્કો ગાડી લઇને દાહોદ-ગોધરા હાઇવે ઉપર જઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જઇ જેકોટ છાયણઘાટીમાં આગળ જઇ રહેલા કપચી ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પાછળથી જોશભેર અથડાતા ઇકો ગાડીના કચ્ચરઘાણ વડી જતા ચાલક ધર્મેન્દ્રસિંહ જાડેજાને ગંભીર ઇજાઓ થઇRead More


આક્રોશ: સંજેલીમાં પોલીસ જવાને હોમગાર્ડ જવાનની વર્ધી ફાડી માર માર્યો, કાર્યવાહીની માંગને લઈને જવાનો હડતાલ પર ઉતર્યાં

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પીએસઆઇ રૂ.5,000 નો હપ્તો લેતો હોવાનો જાહેરમાં ગંભીર આક્ષેપ કર્યો સંજેલી સ્માર્ટ પોલીસ મથકના પીએસઓ અને જમાદારે હોમગાર્ડ જવાનને તોછડી ભાષામાં અપશબ્દોનો ઉપયોગ કરી કોટયુ પકડી ઝપાઝપી કરી વર્દી ફાડી હાથપગ તોડી નાખવાની ધમકી આપતા કાયદેસરની કાર્યવાહીની માંગને લઈને જવાનો હડતાલ પર ઉતર્યાં હતાં. બીજા દિવસે પણ હડતાલ પર રહેતા સોમવાર ના રોજ ડીવાયએસપી દોડી આવ્યાં હતા. અને જવાનોને સમજાવી ફરજ પર હાજર થવાનું કહ્યું હતું. જ્યારે હોમગાર્ડ જવાનની વર્ધી ફાડી હોવાનો પીએસઆઇ પાંચ હજાર રૂપિયાની હપ્તા લેતો હોવાનો વીડિયો વાઈરલ થતાં તાલુકામાં ચારેકોર ચર્ચાનોRead More


રક્તદાન મહાદાન: દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રક્તદાતા દિન નિમિત્તે કેમ્પમાં 60 દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શ્રી એમ.એ.મ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાયો શ્રી એમ.એમ.ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને ઝાયડસ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 યુનિટ બ્લડ એકત્રિત કરાયુ હતુ. રક્તદાતાઓએ તમામ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી આ કેમ્પમાં 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઝાયડસના ડો.કમલેશ નિનામા, એડમીનીસ્ટ્રેટર વિશાલ પટેલ, આર.એમ.ઓ.ડો. રાજુભાઈ ડામોર વિગેરે સહિતના રક્તદાતાએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓએ તમામ લોકોને રક્તદાન કરવાની અપીલ કરીRead More


શ્રમિકોને સહાય: અસંગઠિત શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા આપતુ U-WIN કાર્ડ, રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મળે છે લાભ

Gujarati News Local Gujarat Dahod U WIN Card Providing Social Security To Unorganized Workers, Benefits Of Various Welfare Schemes Of The State Government દાહોદ44 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા શ્રમ અધિકારીની કચેરી દ્વારા છેલ્લા બે દિવસમાં 252 શ્રમિકોની નોંધણી, ટૂંક સમયમાં અન્નપૂર્ણા યોજના અંતર્ગત પોષ્ટિક ભોજન પણ સસ્તા દરે મળતું થશે રાજય સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓને સામાજિક સુરક્ષા બક્ષવાના હેતુથી તેમજ તેમને વિવિધ લાભ સરળતાથી મળી રહે તે માટે શ્રમ શક્તિ પહેચાન હેઠળ U-WIN કાર્ડ (અનઓર્ગેનાઇઝડ વર્કર આઇન્ડેટીફીકેશન નંબર) આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા શ્રમ અધિકારીનીRead More


તકરાર: ​​​​​​​ગરબાડાના બોરિયાળામા ઉધાર આપેલા નાણાં મામલે કુહાડીથી હુમલો, મહિલાને ઈજા પહોંચાડતા ફરિયાદ થઇ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક લગ્ન સમયે દોઢ લાખ રૂપિયા આપ્યા બાબતે બબાલ થઇ ગરબાડા તાલુકાના બોરિયાળા ગામે લગ્નમાં આપેલા નાણાંની બાબતે તકરાર થઈ હતી. જેમાં મહિલા સહિત બે જણાએ બે વ્યક્તિઓને કુહાડી વડે તેમજ ગડદાપાટુનો મારમારી શરીરે ઈજાઓ પહોંચાડી ધિંગાણું મચાવતા ફરિયાદ નોંધાવવામા આવી છે. લાબેનના હાથના ભાગે કુહાડી મારી હાથ ફેક્ચર કરી નાખ્યો બોરિયાળા ગામે દીવાનીયાવાડ ફળિયામાં રહેતા ભલાભાઇ જીથરાભાઈ ડામોરે પોતાના જ ગામમાં રહેતા વિજયભાઈ મથુરભાઈ ડામોરને તેના લગ્ન સમયે દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. તેના બદલામાં વિજયભાઈની જમીન લઈ લીધી હતી. આ મામલે બંને પક્ષો વચ્ચેRead More