Sunday, June 13th, 2021

 

સાઇલેન્સર ચોરી: દાહોદ જિલ્લામાં કિંમતી ધાતુ માટે ઇકોના સાઇલેન્સર ચોરતી ટોળકી સક્રિય

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લીમખેડાથી બે વાનના સાઇલેન્સર ચોરાયા પ્લેટિનમ, રેડિયમ અને પેલેડિયમ ધાતુનો પાઉડર મળતો હોવાથી કારસ્તાન લીમખેડા નગરમાં પાર્ક કરેલી ઈકોગાડીમાંથી રાત્રિના સમયે સાઇલેન્સર ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. લીમખેડાની ચિત્રકૂટ સોસાયટીમાં ઘર આંગણામાં પાર્ક કરેલી ઈકો ગાડી તથા દાહોદ રોડ સ્થિત દુકાન આગળ પાર્ક કરેલી ઈકો ગાડીમાંથી રાત્રિના સમયે સાઇલેન્સર ચોરી થયા હતાં. સાઇલેન્સરમાંથી મળી આવતી પ્લેટિનમ, રેડિયમ અને પેલેડિયમ ધાતુ માટે આ સાઇલન્સરની ચોરી કરાતી હોવાનું જાણવા મળ્યું છે. લીમખેડા નગરની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા વાસુદેવ ચંદુલાલ ડબગરે પોતાની માલિકીની જીજે-07-DC-8767 નંબરની ઇકો ગાડી પોતાનાRead More


ધરપકડ: દાહોદની સુદામાનગરમાંથી આંક ફરકનો જુગાર ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ઉકરડી રોડ પરથી આંક ફરકનો જુગાર ધમધમતો હતો. આ વખતે એલ.સી.બી.એ છાપો મારતા એક વ્યક્તિ ઝડપાઇ ગયો હતો. જુગારના સાધનો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ એલ.સી.બી.ના એ.એસ.આઇ. સહિતનો સ્ટાફ ગતરોજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે ઉકરડી રોડ સુદામાનગર જતા બાતમી મળી હતી કે સુદામા નગરમાં એક વ્યક્તિ જાહેરમાં વરલી મટકાનો આંક ફરકનો જુગાર રમી રમાડે છે. જેના આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં કેટલાક વ્યક્તિઓ ટોળુ વળી કશુ લખતા જણાતા તેમને કોર્ડન કરી પકડવા જતાં નાસભાગ મચી ગઇ હતી. જેમાં સુદામાનગરમાંRead More


વિવાદ: સંજેલીમાં ફરજ ઉપર મોડાં આવતાં PSOએ હોમગાર્ડને લાફો ઝીકતાં વિવાદ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ભોગ બનનાર જવાન. વિરોધ કરી હોમગાર્ડ જવાનોની હડતાળ : વર્ધીનું ખીસ્સું ફાડ્યાનો આક્ષેપ સંજેલી તાલુકામાં હાલમાં 91 જેટલા હોમગાર્ડ જવાન રાત્રીના સમયે ફરજ બજાવે છે.12મી તારીખ શનિવારની રાતે ચંદ્રસિંહ સોનાભાઈ બારીઆ ફરજપર થોડા મોડા પહોંચ્યા હતાં. આ બાબતે ફરજ ઉપરના શંકરભાઇ નામક પીએસઓએ ચંદ્રસિંહને ઠપકો આપ્યો હતો. જોકે, થોડીક બોલચાલ થતાં શંકરભાઇએ લાફો મારીને વર્ધીનું ખીસ્સુ ફાડી નાખ્યાનો આક્ષેપ હોમગાર્ડ ચંદ્રસિંહભાઇએ કર્યો હતો. આ મામલે ફરજ ઉપરના પીએસઓ સામે કાર્યવાહી કરવા માટે પીએસઆઇને રજૂઆત કરાઇ હતી પરંતુ પરિણામ આવ્યુ ન હતું. જેથી રોષે ભરાયેલા હોમગાર્ડ જવાનો શનિવારનીRead More


મન્ડે પોઝિટિવ: માછલિયા ઘાટ પર 800 મીટરના બ્રિજ બનશે, ડુંગર કાપીને કર્વ વગરનો ફોરલેન બનાવાશે

દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક દાહોદ તરફથી રોજ 5000 વાહનો જાય છે : કામગીરી માટે કંપની 150થી વધુ મશીનો અને 500થી વધુ કર્મી જોતરશે એપ્રિલ 2023 સુધી ઘાટ સેક્શનનું કામ પૂર્ણ થશે,એક ઓવર પાસ પણ બનાવાશે બૈતુલ-અમદાવાદ હાઇવેના ઇન્દોરથી ગુજરાત રાજ્યના દાહોદની હદ સુધી બનનારા ફોરલેનના બાકી રહી ગયેલી 16 કિમીની હવે ઝડપી કામગીરી કરાઇ રહી છે.દતીગાંવથી માંડીને રાજગઢ વચ્ચે ચોવીસે કલાક મશીનો ધમધમતા જોવા મળી રહ્યા છે. આ સિવાય હવે માછલિયા ઘાટ માટે પણ તૈયારીઓ શરૂ કરાતાં થોડાક જ સમયમાં એપ્રુવલ મળવાની આશા સેવાઇ છે. એગ્રીમેન્ટ બાદRead More


ઘોર બેદરકારી: દાહોદમાં કોરોના રસીકરણના કેમ્પમાં જ કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા

દાહોદ2 કલાક પહેલા રસી લેવા ટોળા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ સદંતર ભુલાયુ દાહોદમાં આજરોજ નગરપાલિકાના કાઉન્સીલર દ્વારા ગોદી રોડ પર કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. અને જેને પગલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતાં પણ જોવા મળ્યાં હતાં. સરેઆમ કોરોનાના નિયમો નેવે મુકાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. શહેરવાસીઓ જાણે કોરાનાને લઈ ફરી નિશ્ચિંત બન્યાદાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો નોંધાયો છે. કોરોનાની બીજી લહેરે દાહોદ જિલ્લાને પણ ભરડામાં લીધો હતો. માર્ચ અને એપ્રિલ એમ બે માસRead More


ગોઝારા 24 કલાક: દાહોદમાં છેલ્લા ચોવિસ કલાકમાં બનેલી માર્ગ અકસ્માતની ત્રણ ઘટનામાં પાંચ વ્યક્તિના ભોગ લેવાયા

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ધાનપુરના આમલીમેનપુર ગામ પાસે બસની અડફેટે બાઈક સવાર ત્રણ યુવકોના મોત થયા જેકોટમા ટ્રેકટરનું ટાયર ફાટતાં કાર પાછળ ઘુસી જતા ચાલકનું સારવાર દરમિયાન મોત દેવગઢ બારીઆમાં બોલેરોના ચાલકે બાઈકને ટક્કર મારતા 65 વર્ષિય વૃદ્ધનુ મોત પ્રથમ ઘટના ધાનપુર તાલુકાના આમલીમેનપુર ગામે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક એસ.ટી. બસના ચાલકે એક મોટરસાઈકલ પર સવાર ત્રણ યુવકોને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં ત્રણ પૈકી એક યુવકનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થેRead More


ધરપકડ: ધાનપુરના ઉદલમહુડા રોડ પરથી દેશી પિસ્ટલ સાથે યુવક ઝડપાયો

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બાઈક સાથે રૂ.28,550નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી દાહોદ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસની અંદર દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે કેટલાંક ઈસમોને પકડી પાડવામાં આવ્યાં હતાં. ત્યારે ફરીવાર દાહોદ એલ.સી.બી.પોલીસ દ્વારા ધાનપુર તાલુકાના ઉદલમહુડા ગામેથી એક મોટરસાઈકલના ચાલક પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યા છે. પોલીસે તમંચો તેમજ મોટરસાઈકલ મળી કુલ રૂ.28,550નો મુદ્દામાલ કબજે કર્યા છે. દેશી હાથ બનાવટનો એક તમંચો ઝડપી પાડ્યો દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે ધાનપુર તાલુકાના ઉદલમહુડા રોડ પર વોચ ગોઠવી ઉભી હતી. તે સમયેRead More


અંતિમ વિદાય: સુખસરમાં મૃતક પિતાને દીકરીએ કાંધ આપી, અંતિમ સંસ્કાર કરી પુત્ર ધર્મ બજાવ્યો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ચાર દીકરીઓ પૈકી એક દીકરી કેનેડા રહેતા ત્રણ દીકરીઓ અંતિમ સંસ્કારમાં હાજર રહી ફતેપુરા તાલુકાના સુખસરમાં બ્રાહ્મણ પરિવારના એક સજ્જન કુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. તેમને દીકરીએ કાંધ આપી મુખાગ્નિ આપી પોતાની ફરજ અદા કરી હતી. દીકરીએ પિતાને કાંધ આપીફતેપુરા તાલુકાના સુખસર મેઇન બજાર ખાતે રહેતા સાધુ દિલીપભાઈ શાંતિલાલભાઈ એસ.ટી ખાતામાં ખંભાત ડેપોમાં નોકરી કરતા હતા. જેઓ થોડા સમયથી બીમાર હોવાથી પથારીવશ હતા. જેઓને ઝાલોદ બાદ વધુ સારવાર માટે ગોધરા લઈ જતા સમયે રસ્તામાં જ તેઓનું મોત નીપજ્યું હતું. જેઓને પરત ઘરે લઈ આવવામાં આવ્યાRead More


ઉમદા સેવા કાર્ય: ફતેપુરા તાલુકાના ડબલારા પ્રા.શાળાના શિક્ષક દ્વારા અનોખી પહેલ કરવામાં આવી, બાળકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપકરણો મેળવ્યા

Gujarati News Local Gujarat Dahod A Unique Initiative Was Taken By The Teacher Of Dablara Primary School Of Fatehpura Taluka, Devices Were Obtained For The Children Through Social Media. દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ડીડી ગિરનાર પર પ્રસારિત થતા જ્ઞાનસેતુ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવશે ફતેપુરા તાલુકાના ડબલારાના પ્રાથમિક શાળાના શિક્ષક રવિન્દ્રભાઈ પ્રજાપતિને કોરોના કાળમાં વિદ્યાર્થીઓ માટે અનોખી પહેલ કરી છે. જેમાં બાળકો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ઉપકરણો મેળવીને બાળકોને પોતાના વિસ્તારમાં શિક્ષણ મળે તેવી વ્યવસ્થા કરી છે. ઝાલોદ નગરમાં ચાલતા સેવાભાવી ગ્રુપમાં એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યોહાલ કોવિડ-19 નાRead More