Saturday, June 12th, 2021

 

વિવાદ: ઘુઘસ ગામમાં ઝૂંપડું બનાવવા મુદ્દે ધારિયાથી હુમલો કરી 1નું માથું ફોડ્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર છોડાવવા પડેલ બહેન સહિત બે પર હુમલો : જાનથી મારી નાખવાની ધમકી ફતેપુરાના ઘુઘસ ગામમાં જમીનમાં ઝૂંપડુ બનાવવા મુદ્દે તકરાર થતાં એક ઉપર ધારિયાથી હુમલો કરી ઘાયલ કર્યો હત. જ્યારે છોડાવવા વચ્ચે પડેલ બહેન તથા અન્ય એકને પણ લાકડીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામના છગનભાઇ કિકાભાઇ પારગી, ચીમનભાઇ કિકાભાઇ પારગી, રાજુભાઇ નારસીંગભાઇ પારગી તથા મગનભાઇ નારસીંગભાઇ પારગી ગામના રહેતા સોમજીભાઇ પારગીએ ખરીદેલી સર્વે નં.152 વાળી જમીનમાં ઝૂંપડુ બનાવતા હોય સોમજીભાઇનો છોકરો રવિન્દ્રભાઇએ તેમના ગામનાRead More


ક્રાઇમ: નાનસલાઇ નજીકથી માઉઝર, એક કારતૂસ સાથે યુવક ઝડપાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર ફર્લો સ્ક્વોડ, LCBએ બાતમીના આધારે ઝડપી પાડ્યો 18,250નો મુદ્દામાલ જપ્ત : ઝાલોદ પોલીસ મથકે ગુનો દાખલ દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડે બાતમી મળતાં નાનસલાઇ પીકઅપ સ્ટેન્ડ પાસેથી માઉઝર, એક કારતૂસ સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. 18,250 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી યુવક સામે ઝાલોદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ LCB પીઆઇ બી.ડી. શાહ, પીએસઆઇ પી.એમ.મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ આઇ.એ.સિસોદીયાને ઝાલોદ તાલુકાના નાનસલાઇ પીકઅપ સ્ટેન્ડ પાસે શેરડી રસ ઘરની આજુબાજુમાં ટી-શર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ એક યુવક ગેરકાયદેસર હથિયાર રાખી વેચવાની ફિરાગમાં ફરતોRead More


ધરપકડ: દેવગઢ બારિયાના ભે દરવાજાથી તવેરામાં વડોદરા દારૂ લઇ જતા ત્રણ ઝડપાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર રૂપિયા 1.22 લાખના વ્હિસ્કીના જથ્થા સાથે વડોદરાના ત્રણની ધરપકડ દાહોદ LCB અને દેવગઢ બારિયા પોલીસ સ્ટાફે ભેગા મળી ભે દરવાજાથી ટાવેરા ગાડીમાં વડોદરા દારૂનો જથ્થો લઇ જતાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોને ઝડપી પાડ્યા હતા. 4,32,400નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.દાહોદ LCB પીએસઆઇ એમ.એમ.માળી તથા અ.હે.કો. હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ,અ.હે.કો. દીનુભાઇ ધીરુભાઇ, પો. કો. પ્રકાશભાઇ નરસિંહભાઇ તથા સ્ટાફ દેવગઢ બારિયા વિસ્તારમાં દારૂની પેટ્રોલીંગમાં હતા. ત્યારે અંતેલા ગામે રોડ ઉપર હતા. તે દરમિયાન લીમખેડા તરફથી આવતી ટાવેરા ગાડી પૂરઝડપેRead More


ક્રાઇમ: દાહોદ જિલ્લામાંથી લગ્નના ઇરાદે બે તરુણીઓના અપહરણ, મધ્યપ્રદેશના  ઢેકળ અને સાગડાપાડાના યુવકો સામે ગુનો

Gujarati News Local Gujarat Dahod Kidnapping Of Two Young Women With Intent To Get Married From Dahod District, Crime Against Youths From Dhekal And Sagdapada In Madhya Pradesh દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ખંગેલા ગામની એક 16 વર્ષ અને 10 મહિનાની તરૂણી તા.29મી એપ્રિલના રાત્રીના સમયે પોતાના ઘરમાં સુતી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પીટોલ તાલુકાના ઢેકળ ગામનો દિનેશ શકરીયા બબેરીયા રાત્રીના સમયે તેના ઘરે આવ્યો હતો અને તરૂણીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. સવારે તરૂણી ઘરમાં જોવા ન મળતાં પરિવારેRead More


શારીરિક તાપસ: દાહોદમાં 30 પોલીસ કર્મી બ્લડપ્રેશર અને 10 ડાયાબિટીસથી પીડિત

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મેડિકલ કેમ્પમાં 126 પોલીસ કર્મીઓનું ચેકઅપ કરાયું હતું દાહોદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થય ચકાસવા માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં પ્રાથમિક તપાસણી દરમિયાન 30 પોલીસ કર્મચારીઓ બ્લડપ્રેશર જ્યારે 10 ડાયાબિટીસથી પીડાતા હોવાનું સામે આવ્યું હતું.દાહોદની રિધમ હોસ્પિટલ તથા માલવ ઓર્થોપેડીક હોસ્પિટલ દ્વારા દાહોદના પોલીસકર્મીઓ કાજે નિ:શુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન પરિસર ખાતે તા. 12 જૂન 2021ના રોજ આયોજિત નિ:શુલ્ક નિદાન કેમ્પમાં પોલીસકર્મીઓના બ્લડપ્રેશર, પલ્સ, સુગર, ઓક્સિજન લેવલ, ઈ.સી.જી., કન્સલ્ટેશન તથા ઓર્થોપેડીકને લગતી વિવિધ સમસ્યાઓની પ્રાથમિક તપાસ કરવામાંRead More


શિક્ષકોની બદલી: દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઘણા સમયથી પોતાના જિલ્લામાં જવા ઈચ્છુક શિક્ષકોને લાભ મળ્યો છેલ્લા કેટલાંક સમયથી દાહોદ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતાં શિક્ષકોના બદલી કેમ્પ માટેના આયોજન માટેની પુરજોશમાં તૈયારીઓ ચાલતી હતી. પરંતુ કોઈ કારણોસર બદલી કેમ્પને આખરી ઓપ આપવામાં આવતો ન હતો. પરંતુ છેવટે રાજ્ય સરકારની કોવિડ 19 ગાઈડલાઈન અનુસાર દાહોદ જિલ્લા મુખ્ય મથક મુવાલીયા ભીલ સેન્ટ્રલ સ્કૂલ ખાતે દાહોદ જિલ્લાનો જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સંગઠનોના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું દાહોદ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખના અધ્યસ્થાને શૈક્ષણિક સંગઠનોના સહયોગથી આ આયોજન કરવામાંRead More