Wednesday, June 9th, 2021
રસીકરણ અંગે જાગૃતી: દાહોદમાં કાર્યકારી કલેક્ટરે દુકાને-દુકાને ફરી વેપારીઓને વેક્સિન લેવા સમજાવ્યા
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બસ સ્ટેન્ડમાં જઇ મુસાફરો સાથે રસીકરણ અંગે જાગૃત થવા સંવાદ સાધ્યો દાહોદમાં રસીકરણનો વ્યાપ વધે એ માટે કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ખાસ કરીને વેપારીઓમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ વધે એ માટે તેઓ આજે બપોર બાદમાં બજારમાં નીકળ્યા હતા. દૂકાને દૂકાને જઇને વેપારીઓ, તેમને ત્યાં કામ કરતા કામદારોને કોરોનાથી સુરક્ષિત થવા રસી લેવા માટે સમજાવ્યા હતા. રચિત રાજ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી ફરસાણ, કિરાણા સ્ટોર્સ તથા ફૂટવેર બજારમાં પણ પહોંચ્યા હતા. અહીં તેમણે દૂકાન માલિકો સાથેRead More
ભેજાબાજ ઝડપાયો: દાહોદ જિલ્લામાં એટીએમના ડેટા ચોરીને નાણા ઉપાડી લેતી ટોળકીના મુખ્ય સૂત્રધારને LCB પોલીસે દબોચી લીધો
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક એટીએમમાં જઈ મદદ કરવાના બહાને કાર્ડ સ્ક્રેચ કરી લઈને પીન નંબર જોઇ લેતો હતો એક કાર્ડના ડેટા બીજા કાર્ડમા કોપી કરી લઈને નાણા ઉપાડી જતો હરિયાણાની એટીએમ ફ્રોડ કરતી ગેંગના મુખ્ય સુત્રધારને રાજસ્થાનના સજ્જનગઢથી દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી એટીએમ, લેપટોપ, સ્કેનર મશીન, રીડર મશીન તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ત્રણ લાખ 18 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. થોડા દિવસો પહેલા જ દાહોદના એક 18 વર્ષીય યુવકના એટીએમમાંથી આ ભેજાબાજે રૂા.85 હજાર કાઢી લીધાનો ગુનો પણ દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવવામાંRead More
ઓનલાઇન ફ્રોડ: દાહોદમા સિનિયર સિટીઝનને ફોન કરી લલચાવી ગઠિયાએ ખાતામાંથી 3.82 લાખ સેરવી લીધા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફોન કરી ખાતાની માહિતી મેળવી નિવૃત કર્મચારીનુ બારોબાર કરી નાંખ્યુ દાહોદ શહેરમાં એક 63 વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેંક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ રૂા. ત્રણ લાખ 82 હજાર 383 ખાતામાંથી ઉપાડી લેતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે સિનિયર સિટીઝને શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઓન લાઈન ફ્રોડ કરતી ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. લોકોને લોભામણી જાહેરાતો, ગીફ્ટ વિગેરે આપવાના બહાને તેઓના બેંક ખાતામાંથી લાખો રૂપીયા પડાવી લેવામાંRead More
લૂંટ: ઝાલોદના બલેન્ડીયામા ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓને આંતરી રૂપિયા 27 હજાર 800 લૂંટ કરી લૂંટારૂઓ ફરાર
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બુકાનીધારી લૂંટારૂઓએ કર્મચારીઓને માર મારી રોકડ રકમ તેમજ મોબાઇલ લઇ લીધા ઝાલોદ તાલુકાના બલેન્ડીયા ગામે ફાઈનાન્સ કંપનીના પૈસાની ઉઘરાણી કરી નાણાં લઈ મોટરસાઈકલ પર બે કર્મચારીઓ જઈ રહ્યા હતા. તે વખતે અજાણ્યા લૂટારૂઓએ બાઇક પર આવી ફાઈનાન્સ કંપનીના કર્મચારીને માર મારી તેની પાસેથી રોકડા રૂપીયા 25 હજાર 300 તેમજ મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂ. 27 હજાર 800ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી લુંટારૂઓ નાસી જતાં ખળભળાટ મચી જવા ગયો છે. બનાવ અંદગે મળતી માહિતી મુજબ આશિષ ગુલાબભાઈ બારીયા (રહે. નાના આંબલીયા, તા.સીંગવડ,જિ.દાહોદ) અને તેનીRead More