Tuesday, June 8th, 2021

 

ATM કૌભાંડ: દાહોદમાં કાર્ડ યુવક પાસે જ હોવા છતાં બે ATMમાંથી 5 વારમાં 85 હજાર ઉપડી ગયા, સાયબર નિષ્ણાતની મદદથી પોલીસ તપાસ શરૂ

Gujarati News Local Gujarat Dahod In Dahod, Even Though The Youth Had The Card, 85,000 People Took Off From Two ATMs In 5 Times, With The Help Of A Cyber Expert, The Police Started An Investigation. દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ભેજાબાજ વ્યક્તિ દ્વારા એટીએમ કાર્ડ ક્લોન કરી કારસ્તાન કર્યાની પૂર્ણ આશંકા મૂળ થેરકાના અને દાહોદ પોલીસ હેડક્વાર્ટરના કોન્સ્ટેબલ છેતરાયા બેલેન્સ ઓછું જણાતાં સ્ટેટમેન્ટ કઢાવતાં સમગ્ર ઘટનાની જાણ થઇ દાહોદ શહેરમાં કાર્ડ પોતાની પાસે હોવા છતાં અન્ય ભેજાબાજે શહેરના જ બે એટીએમમાંથી 85 હજારRead More


સારવાર: દાહોદમાં યુવકના બ્લેડરમાંથી 300 ગ્રામની 14 પથરી નીકળી

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદમાં યુવાનના મૂત્રાશયમાંથી નીકળેલી 14 પથરીઓ. પેટના દુ:ખાવા અને પેશાબની સમસ્યાથી યુવકને છૂટકારો મળ્યો દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ સાથે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે 4 જૂનના રોજ આવેલા 25 વર્ષ યુવકનું‌ ઓપરેશન કરાયું છે. દાહોદ નજીકના વિસ્તારનો 25 વર્ષીય યુવક 4થીના રોજ હોસ્પિટલમાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા 2 દિવસમાં 5 થી 6 પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં. જેમાં રેડિયોલોજિસ્ટોની ટીમે યુવકના બ્લેડરના ભાગે 14 પથરીઓ હોવાનું નિદાનRead More


હાલાકી: મંડાવાવ રોડ પર ધૂળની ડમરીઓથી લોકો પરેશાન

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ મંડાવાવ રોડની જર્જરિત હાલતથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામેલા દાહોદમાં લગભગ બે માસથી ચાલતું ખોદકામ હવે પૂરું થાય તેવી સ્થાનિકોની માગણી દાહોદની સ્માર્ટ સિટી તરીકે પસંદગી થયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ, ભૂગર્ભ ગટર કે વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાંખવાના કામ ચાલતા સ્થાનિકોને પારાવાર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મંડાવાવ રોડ ખાતે લાંબા સમયથી ચાલતી વરસાદી પાણીની લાઈનના કામના કારણે આ વિસ્તારના આવાગમન ઉપર ખાસ્સી અસર થઈ છે. તો સાથે આ વિસ્તારમાં સતત ઉડતી ધૂળથી લોકોને ધૂળજન્યRead More


રાહત: દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો ઘટતાં રાહત સાંપડી, 10 દિવસ બાદ ફરીવાર શૂન્ય કેસ નોંધાયો

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર દાહોદ જિલ્લામાં મંગળવારે કોરોનાના નવા એકેય કેસ નોંધાયા ન હતા.દાહોદ જિલ્લામાં મંગળવારે Rtpcr ટેસ્ટના 1326 સેમ્પલો અને રેપીડના 556 સેમ્પલો મળી કુલ 1882 સેમ્પલોના તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ હોવાનું નોંધાયું હતો. જિલ્લામાં સાજા થયેલા 7 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. જેને લઈને મંગળવારે એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને માત્ર 34 જ થઈ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે જૂન માસના પ્રથમ 8 દિવસમાં દાહોદ શહેરના 11 સહિત જિલ્લામાં નવા 27 કેસ નોંધાયા છે. જેમાં બે વખત શૂન્ય કેસ સાથે કોરોના સંક્રમણનું પ્રમાણ નોંધપાત્ર માત્રામાં ઘટતાRead More


આશ્ચર્ય: 2-2 લગ્ન છતાં સંસાર નહીં મંડાતાં મહિલા એક વર્ષના પુત્ર સાથે ભિક્ષાવૃત્તિ કરતી મળી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના એક ગામમાં રહેતી મહિલાએ બે-બે લગ્ન કર્યા હોવા છતાં તેનો સંસાર મંડાયો ન હતો. અંતે એક વર્ષના પૂત્ર સાથે દાહોદ આવેલી આ મહિલા ભિક્ષાવૃતિ કરીને જીવન પસાર કરતી હતી. જોકે, સખી વન સ્ટેપ કેન્દ્ર અને પોલીસની મદદથી અંતે તેના પરિવારનો સંપર્ક કરવામાં આવતાં અંતે પિયર પક્ષનો સંપર્ક કરવામાં આવતાં તેનો ભાઇ ઘરે લઇ ગયો હતો.દાહોદ શહેરમાં એક યુવતિ લઘર-વઘર હાલમાં પોતાના એક વર્ષના પૂત્ર સાથે ફરતી જોવા મળી હતી.યુવતી સારા ઘરની લાગતી હોવાથી એક જાગૃત નાગરિકે દાહોદના એએસપી શેફાલી બરવાલને જાણ કરીRead More


અપહરણ: દાહોદના ઉંડારમાં યુવતીને ભગાડી લાવનાર યુવકના પિતાને યુવતીના પરિવારજનો ઉઠાવી ગયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અપહરણ કરી ગડદાપાટું અને લાકડીઓથી માર મારતા ફરિયાદ નોંધાઇ દાહોદના ધાનપુર તાલુકાના ઉડાર ગામે એક યુવક એક યુવતીને પત્ની તરીકે રાખવા લઈને જતો રહ્યો હતો. જેથી યુવતીના પરિવારજનોએ યુવકના પિતાનુ અપહરણ કરી લાકડી વડે માર મારતા પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. ઉડાર ગામે હોળી ફળિયામાં રહેતા મનુભાઈ મોહનીયાનો પુત્ર પંકજભાઈ ઝાબુ ગામે રહેતી એક યુવતીને પત્ની તરીકે રાખવા ભગાડીને લઈ આવ્યો હતો. આ બાબતની અદાવત રાખી ઝાબુ ગામે રહેતા સરદારભાઈ ગેમાભાઇ બારીયા, ગેમાભાઇ વરસીંગભાઇ બારીયા, નાનજીભાઈ કટારા, હિંમતભાઈ કટારા, વીરસીંગભાઇ પાળિયાભાઈ કટારા તથા બીજા બેથીRead More


માથાકૂટ: ‘તારો પતિ મારા ઘરે કેમ આવે છે?’ આવા શબ્દો બોલી દાહોદના આમલી ઉસરામાં મહિલા સહિત પરિવાર પર હુમલો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મહિલા સહિત બે લોકોને ઈજા પહોંચાડતા ફરિયાદ નોંધાઇ દાહોદના ગરબાડા તાલુકાના આમલી ઉસરા ગામે ઘરે આવવા બાબતે ચાર જેટલા ઈસમોના ટોળા એક વ્યક્તિના ઘરે જ ભારે હંગામો મચાવ્યો હતો. લાકડી તથા ધારીયાની પૂઠ મારી મહિલા સહિત બેને ઇજાઓ પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે. આંબલી ઉસરા ગામે રહેતા ગીતાબેન હીરાભાઈ ડામોર તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતા. તે સમયે પોતાનાજ ગામમાં રહેતા પવા બીજીયાભાઈ હઠીલા, કાળુ શુંમલાભાઈ હઠીલા, દિવાન કાળુભાઈ હઠીલા તથા જીવન કાળુભાઈ હઠીલાનાઓ લાકડીયો તેમજ ધારીયા જેવા હથિયારો સાથે ગીતાબેન ના ઘરેRead More