Saturday, June 5th, 2021

 

અલાયદી વ્યવસ્થા: ત્રીજી લહેરમાં પ્રસૂતિની તારીખવાળી મહિલાઓની આશા-આંગણવાડી વર્કર્સ મારફત તકેદારી રખાશે

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં 8000 પ્રસૂતિની સંભાવના : ઝાયડ્સમાં અલાયદી વ્યવસ્થાનું પણ આયોજન દાહોદ જિલ્લામાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો સામનો કરવા માટે વહીવટી તંત્ર સજ્જ થઇ રહ્યું છે ત્યારે, બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સંભવિત પ્રસુતિની શક્યતા ધરાવતી ૮ હજાર જેટલી સગર્ભા મહિલાઓના આરોગ્ય વિશેષ તકેદારી રાખવાનું નિયત કરવામાં આવ્યું છે. કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના અનુભવો પરથી એવું તારણ નીકળ્યું છે કે, પ્રથમ લહેરમાં ૬૦ વર્ષથી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં સંક્રમિત થયા હતા. પ્રથમ લહેરમાં આ વયજૂથના કોમોરબિડી ધરાવતા લોકોનાRead More


છેતરપિંડી: દાહોદમાં બીજાના નામનો ફ્લેટ વેચી વૃદ્ધા સાથે 12 લાખ રૂપિયાની ઠગાઇ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં પંચમુખી હનુમાન મંદીર સામે આવેલા એપાર્ટમેન્ટમાં અન્યને વેચી નખાયેલા ફ્લેટ મહિલાને પણ 12 લાખમાં પધરાવી દઇને છેતરપિંડી આચરી હતી. આ મામલે વૃદ્ધ મહિલાએ બિલ્ડર સાથે તેની પત્ની સામે પણ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 12 લાખની છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરના ગોવિંદનગરમાં રહેતાં 63 વર્ષિય આશાબેન કમલેશભાઇ શાહને ફ્લેટ લેવાનો હોવાથી જમીન-મકાનની લે-વેચ કરતાં બિલ્ડર અને શહેરની કલ્યાણ સોસાયટીમાં રહેતાં રાજેશ કૃષ્ણકાંત ગાંધીનો સંપર્ક કર્યો હતો. 24 જાન્યુઆરી 2018ના રોજ નિર્માણ રીયાલીટી દાહોદના વહીવટRead More


સુવિધા: દાહોદ અને ફતેપુરામાં સાંસદની ગ્રાન્ટમાંથી ‌એમ્બ્યુલન્સ ફળ‌વાઇ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સાંસદ જશવંતસિંહ ભાભોરે વિકાસ નિધિમાંથી ‌ઝાયડ્સ‌ ‌મેડિકલ‌ ‌કોલેજ‌ ‌અને‌ ‌સિવિલ‌ ‌હોસ્પિટલને એમ્બ્યુલન્સ‌ ફાળવી હતી. દાહોદ સાંસદ જશવંતસિંહ ‌ભાભોરે‌ ‌સ્થાનિક‌ ‌વિકાસ‌ ‌નિધિમાંથી‌ ‌રૂ.‌‌૫૦‌ ‌લાખની‌ ‌ગ્રાંટ‌ ‌આ‌ ‌એમ્બ્યુલન્સની‌ ‌ખરીદી‌ ‌કરવા‌ માટે‌ ‌જિલ્લા‌ ‌વહીવટી‌ ‌તંત્રને‌ ‌ફાળવી‌ ‌હતી.‌ ‌જિલ્લા‌ ‌વહીવટી‌ ‌તંત્ર‌ ‌દ્વારા‌ ‌આ‌ ‌ગ્રાંટમાંથી‌ ‌એક‌ ‌આઇસીયુ‌ ‌વ્હિલ્સ‌ ‌અને‌ એવી‌ ‌જ‌ ‌અદ્યતન‌ ‌સુવિધા‌ ‌ધરાવતી‌ ‌અન્ય‌ ‌એક‌ ‌મળી‌ ‌કુલ‌ ‌બે‌ ‌એમ્બ્યુલન્સની‌ ‌ખરીદી‌ ‌કરી‌ ‌હતી.‌ ‌જેમાંથી‌ ‌એક‌ એમ્બ્યુલન્સ‌ ‌ઝાયડ્સ‌ ‌મેડિકલ‌ ‌કોલેજ‌ ‌અને‌ ‌સિવિલ‌ને‌ ‌તથા‌ ‌એક‌ ‌ફતેપુરા‌ ‌સીએચસીને‌ ‌ફાળવી‌ ‌છે.‌ ‌સાંસદે‌ ‌આજે‌ ‌આ‌ ‌એમ્બ્યુલન્સને‌ ‌લીલી‌ ‌ઝંડી‌ ‌આપી‌ ‌પ્રસ્થાન‌ ‌કરાવ્યું‌ ‌હતું.‌ ‌આ‌ ‌વેળાએ‌ ‌જિલ્લા‌Read More


વેપારીઓને રજા: દાહોદમાં રવિવારે વેપાર પર પ્રતિબંધ યથાવત, જીવનજરૂરી જેવી કે દવાઓ, દૂધ વેચાણની પ્રવૃત્તિ કરી શકાશે

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોને નિયંત્રિત કરવાની બાબતને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને બજારોને સેનિટાઇઝ કરવાનો અવકાશ રહે એ માટે કલેક્ટર વિજય ખરાડીએ સમગ્ર જિલ્લામાં રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. બીજી સૂચના ન મળે ત્યાં સુધી આ વ્યવસ્થાને અનુપાલન કરવાનું રહેશેદાહોદમાં કોરોના વાયરસને નિયંત્રિત કરવા માટે જાહેરમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવી પણ ખૂબ જ જરૂરી છે. એથી દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે વેપારીઓ પોતાની વાણિજ્ય પ્રવૃત્તિ કરી શકશે નહીં. એટલે કે, વેપારીઓએ રવિવારે રજાRead More