Thursday, June 3rd, 2021

 

મુલાકાત: સંજેલી-કડવાનાપડ ખાતે TDO એ ગૌચર પર થયેલા દબાણની મુલાકાત લેતા ફફડાટ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી TDOની પ્રથમ દિવસે જ મુલાકાત ; અરજદારોની અરજીઓનો નિકાલ કરવા સૂચના છોટાઉદેપુર ખાતે ઘરઘંટી પ્રોજેક્ટમાં સફળતા મેળવી દિલ્હી ખાતે સ્કોચ એવોર્ડ મેળવનાર આશ્રમ શાળા અધિકારીએે સંજેલી તાલુકા વિકાસ અધિકારી નો 31મી ને સોમવારના રોજ ચાર્જ સંભાળતા જ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો છે.સરોરી PHC સંજેલી સર્વે નં 117 તેમજ કડવાનાપડ ના ગૌચર પર થયેલા દબાણ ની મુલાકાત લીધી હતી. બુધવારના હિરોલા ખાતે મનરેગા યોજના હેઠળ તળાવ અને સામૂહિક કુવાની સ્થળ મુલાકાત લીધી હતી.સક્રિય અધિકારીના આગમનથી જ તાલુકામાં દબાણકર્તાઓ અને કામમાં લાપરવાહ કર્મચારીઓ અને કાગળ પરRead More


વાતાવરણમાં પલટો: દાહોદ શહેરના વાતાવરણમાં પલટો આવતાં મેઘધનુષ્ય સાથે વિહંગમ દૃશ્યો જોવા મળ્યા ; પરોઢના સમયે હળવા છાંટા પડ્યા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તા. 4 થી 6 દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી : દાહોદમાં સવારે 26 અને બપોરે 39 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ ભાગોમાં ગુરુવારે વહેલી ‌સવારે વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ સાથે અનેક સ્થળોએ વરસાદ પણ પડ્યો ‌હતો. દાહોદ શહેરમાં વહેલી સવારે અચાનક વાદળ છવાઈ જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. વળી, વાદળ વચ્ચેથી બાદમાં આભમાં એક નાનું અને તેની ફરતે એક વિશાળ મેઘધનુષ્ય પણ રચાતા મેઘધનુષ્યની આ યુતિ જોઈને દાહોદવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. જિલ્લાના સંજેલી, લીમડી જેવા મથકોએRead More


રસીકરણથી વંચીત: 60થી વધુ વયના 6086 વૃદ્ધો રસીકરણથી વંચિત, દાહોદ જિલ્લામાં લિસ્ટ જનરેટ થયા બાદ રસીકરણ માટે PHC, CHC બોલાવે છે

Gujarati News Local Gujarat Dahod 6086 Senior Citizens Above 60 Years Of Age Deprived Of Vaccination, Call PHC, CHC For Vaccination After List Is Generated In Dahod District દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બલૈયાના 88 વર્ષના હમતીબેનને વેક્સિનનો એક પણ ડોઝ લાગ્યો નથી. કેન્દ્રો 5 કિમી દુર હોવાથી સમસ્યા; 50થી વધુ વયના 10 હજારથી વધુ મોટી બીમારીથી પીડીત દાહોદ જિલ્લામાં કોરોના સામે બાથ ભીડવા માટે રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ ચાલી રહ્યું છે. તે છતાંય 60થી વધુ ઉમર ધરાવતાં વૃદ્ધો આ રસીકરણથી વંચીત જોવા મળી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં વૃદ્ધોRead More


અમલીકરણ: દાહોદમાં આગામી 11 જૂન સુધી રાત્રી સંચારબંધીનું ચુસ્ત પાલન

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી વાણિજ્યક પ્રવૃત્તિની છૂટ દાહોદ શહેર સહિત જિલ્લામાં કલેક્ટર વિજય ખરાડીએ દાહોદ નગરમાં આંશિક લોકડાઉનમાં છૂટ બાબતે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામા મુજબ સમગ્ર દાહોદ શહેરમાં તા. 4 જૂન 21 થી તા. 11 જૂન સુધી રાત્રીના 9 વાગ્યેથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે. આ રાત્રી કરફ્યૂના સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ઉપરાંત બીમાર વ્યક્તિ, સર્ગભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડેન્ટ સાથે અવરજવરની છૂટ સહિતના નિયમો યથાવત રહેશે. તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લાઓ, શોપિગ કોમ્પલેક્ષ, માર્કેટીંગRead More


બ્લેકમેલ: સાળી બનેવી વચ્ચેના આડા સંબંધ બાબતે મહિલાને બદનામ કરી તેના પતિને પતાવી નાખવાની ધમકી આપી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગલાલીયાવાડમાં બે વર્ષ પહેલા આડા સંબંધ હોવાના પોસ્ટર લગાવ્યા હતા મોબાઈલ પર પણ ખોટા મેસેજ કરતા છેવટે મહિલાએ ફરિયાદ કરી દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે બે વર્ષ પહેલા સાળી-બનેવી વચ્ચે આડા સંબંધો હોવાના બે વ્યક્તિઓ દ્વારા પોસ્ટરો તૈયાર કરી વિસ્તારમાં લગાવી દીધા હતા. આડા સંબંધો વિશેના મેસેજા મોબાઈલ ફોન પર મોકલ્યા બાદ સાળીની નણંદને ખોટા આક્ષેપો કરી ચાર જેટલા ઈસમોએ એક ગાડીમાં ઘરે આવ્યાં હતાં. અને સાળીના પતિનો કોલર પકડી માર મારી ભારે ધિંગાણું મચાવી મારી નાખવાની ધમકી આપી ચારે જણા નાસી ગયા હતા. આRead More


દુષ્કર્મ: ​​​​​​​ધાનપુરના રેયાવણમાં તળાવ કિનારે લઘુશંકા કરવા ગયેલી પરિણીતાની આબરુ લેવાઇ, બે વ્યક્તિ સામે ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નરાધમના સાથીદારે પરિણીતાને પકડી રાખી મદદ કરી ધાનપુર તાલુકાના રેયાવણ ગામે એક મહિલા નદીના વિસ્તારમાં લઘુશંકા માટે ગઈ હતી. જ્યાં બે ઈસમો ત્યાં આવી મહિલાનો એકલતાનો લાભ લઈ બે પૈકી એકે પરણિત મહિલાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારતા અને તેના સાથી મિત્રએ સાથ આપતા સંબંધે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એકે પકડી રાખી બીજાએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું ધાનપુર તાલુકામાં રહેતી એક 40 વર્ષીય પરણિત મહિલા રેયાવણ ગામે આવેલા નદી વિસ્તારના કોતરમાં લઘુશંકા માટે ગઈ હતી. ત્યાં રેયાવણ ગામે રહેતા શનાભાઈ નુરીયાભાઈ બામણીયા અને તેનીRead More


હત્યાની આશંકા: દાહોદ તાલુકાના મુવલીયાના તળાવમાંથી ગલાલીયાવાડના યુવકનો મૃતદેહ મળ્યો, શરીર પર ઇજાના નિશાન

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બોથડ પદાર્થ વડે આંખ અને માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતાર્યાની શંકા હત્યા કરી તો કોણે અને કેમ કરી તે દિશામાં તપાસ શરુ દાહોદ તાલુકાના મુવાલીયા ગામના તળાવમાં એક યુવકની લાશ મળી આવી હતી. જેમાં તાબડતોડ પહોચેલા પરિવારજનો, ગ્રામજનો તેમજ પોલીસે આ યુવકની લાશ તળાવમાંથી બહાર કાઢી હતી. તેમાં યુવકને કોઈક ઈસમે અંગત અદાવતે બોથડ પદાર્થ વડે આંખ અને માથાના ભાગે માર મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવતાં પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે નજીકના દવાખાને ખસેડી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. લાશRead More