Wednesday, June 2nd, 2021
કામગીરી: દાહોદના સ્મશાન- કબ્રસ્તાનને જોડતા નવીન માર્ગનું ખાતમુહૂર્ત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક રૂા. 94 લાખના કુલ ખર્ચે બે નવીન માર્ગો આકાર પામશે દાહોદ શહેરના ગોધરા રોડથી હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થાને સીધા જોડતા નવનિર્મિત રસ્તાનું ખાતમૂહુર્ત કાર્યક્રમ બુધવારે યોજાયો હતો. દાહોદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી વિકાસ યોજના(UDP) અંતર્ગત હિંદુ સ્મશાન અને કબ્રસ્તાનને છાબ તળાવના આવણાથી જોડનાર આ નવા રસ્તા કાજે બોક્સ કલ્વર્ટની ખાતમુહૂર્ત વિધિ બુધવારે સંપન્ન થઇ હતી. પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, ઉપપ્રમુખ અબ્દેઅલી ચલ્લાવાલા સહિત અનેક કાઉન્સિલરો અને પાલિકાના અધિકારીઓ આ ટાણે ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત દૂધીમતિ બ્યુટીફિકેશનનું જે કાર્ય આકાર પામનાર છે તેને એપ્રોચRead More
તેજસ્વી વિદ્યાર્થીઓમાં હતાશા: દાહોદ જિલ્લામાં ધો.12ના 21095 વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સામાન્ય પ્રવાહના 18428 અને વિજ્ઞાન પ્રવાહના 2667 છાત્રોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા કોરોના સંકટનો જોતા ગુજરાત સરકારે ધોરણ 10 બાદ ધો.12ના વિદ્યાર્થીઓને રાહત આપી છે. ગઇકાલે CBSE બોર્ડ ધો.12ની પરીક્ષા રદ કરવાના લેવાયેલા નિર્ણય બાદ બુધવારે ગુજરાત સરકારે પણ આજે ધો.12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. દાહોદ જિલ્લાની તમામ શાળાઓમાં ધોરણ12માં કુલ 21095 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં. બોર્ડની પરીક્ષા આપવા માટે સામાન્ય પ્રવાહમાંથી 18428 અને વિજ્ઞાન પ્રવાહમાંથી 2667 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતાં. બુધવારે ગુજરાત સરકારની કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં પરીક્ષાનેRead More
નિર્ણય: 7800 પેન્શનર્સને પ્રતિ મહિને 16 કરોડના સમયસર ચૂકવણા કરાયા
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિ.માં નિવૃત્ત કર્મીઓની ખેવના રાખી પેન્શન અપાયા દાહોદ જિલ્લામાં કોરોના કાળમાં 7800 નિવૃત્ત કર્મયોગીઓને આપદા પડી ન હતી. જિલ્લા તિજોરી અધિકારી રાજુભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે દાહોદ જિલ્લા તિજોરી કચેરીમાં હાલમાં 7800 જેટલા પેન્શનર્સ જોડાયેલા છે. તિજોરી કચેરી દ્વારા આ નિવૃત્ત કર્મચારીઓને પ્રતિમાસ રૂ.16 કરોડ જેટલું પેન્શન ચૂકવવામાં આવે છે. કોરોના કાળ દરમિયાન આવેલા લોકડાઉન ઉપરાંત અડધા સ્ટાફ સાથે કામગીરી રાખવા આદેશ બાવજૂત તિજારી કચેરી દ્વારા નિવૃત્ત કર્મચારીઓને પેન્શન નિયમિત મળી જાય એ રીતે સુંદર કામગીરી કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં આવેલી રાષ્ટ્રીયકૃત્ત બેંકોની 44Read More
વિશ્વ સાઇકલ દિવસ: 100થી વધુ સાઇકલવીરો દરરોજ શારીરિક જાગૃતિ દાખવી નિયમિત સાઇકલિંગ કરે છે
દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદવાસીઓ પાસે રૂ.50,000 થી રૂ.3 લાખ સુધીની કિંમત ધરાવતી સાઇકલો છે. દાહોદના બે સાયકલીસ્ટે પર્યાવરણ જાગૃતિ કાજે સાયકલ ઉપર નેપાળ -ભૂતાનનો પ્રવાસ સંપન્ન કર્યો છે ગુજરાતના છેવાડે આવેલા દાહોદ શહેરમાં દરરોજ વહેલી સવારે શારીરિક સ્વસ્થતા કાજે સાઇકલિંગ કરનાર અનેક સાઇકલવીરો છે. દાહોદમાં સ્વાસ્થ્ય જાગૃતિ હેતુ, પર્યાવરણ જાગૃતિ હેતુ કે શોખથી સાઇકલિંગ કરનારા સાઇકલીસ્ટોની સંખ્યા 150 થી 200 જેટલી છે. જેઓ દરરોજ, આંતરે દિવસે કે મહિનામાં 5 – 7 વખત સાઇકલ લઈને લાંબા સ્થળ સુધી નીકળીને બેથી અઢી કલાકમાં 40થી 50 કિમી સાઇકલીંગ કરેRead More
ભેદ ઉકેલાયો: દાહોદના ઉકરડી રોડ પર આવેલા ગોડાઉનમાંથી રુપિયા 1.90 લાખની તમાકુ અને ગુટખા ચોરનાર ચાર તસ્કરો ઝડપાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બાતમીના આધારે પોલીસે મુદ્દામાલ અને ટેમ્પો સાથે ચોરોને ઝબ્બે કર્યા વેચી નાખેલા જથ્થાના રુપિયા એક લાખ પણ રીકવર કર્યા દાહોદમાં ઉકરડી રોડ મુર્તુજા એપાર્ટમેન્ટ સામે આવેલી મહાવીર નગર સોસાયટી ખાતે આવેલા ગોડાઉનમાં આશરે 15 દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. જે ચોરીના ગુનાનો ભેદ દાહોદ ટાઉન પોલીસે ઉકેલી, ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. મળતી વિગતો અનુસાર, દાહોદના ગોદીરોડ ખાતે આવેલા ગોડાઉનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીRead More
આગ: દાહોદથી-ગોધરા રોડ ઉપર ભથવાડા ટોલનાકા નજીક ટ્ર્રકમાં અચાનક આગ લાગી, ટ્રક સહિત માલસામાન બળીને ખાખ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આગના બનાવના પગલે એક તરફનો માર્ગ ડાયવર્ટ કરાયો દાહોદથી ગોધરા રોડ ઉપર જતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત ભથવાડા ટોલ નજીક સવારના સુમારે (એમ.પી-09. એચ.એફ-5490)નંબરના ટ્રકમાં અકસ્માતે આગ લાગતાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતાં ટ્રક સહિત માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવ સબંધે નેશનલ હાઇવે ઓથોરિટીના કર્મચારીઓએ લોકોની સુરક્ષા સલામતી ધ્યાને રાખી હાઇવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ સંતરોડ જવાના રસ્તા પરથી ડાયવરઝન આપીને આગળRead More
તંત્રની બેદરકારી: દાહોદના મોટા ઘાંચીવાડમા ખુલ્લી વીજ ડીપીએ એક ગાયનો ભોગ લીધો, કરંટ લાગતાં ઘટના સ્થળે જ મોત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગાયના મોતને પગલે સ્થાનીકોમાં ભયનો માહોલ દાહોદ શહેરના વોર્ડ નંબર-06 મોટાઘાંચીવાડ વિસ્તારમાં ચાલુ વીજ ડીપી ખુલ્લી હોવાથી આજે એક ગાયનો ભોગ લીધો છે. આજે ત્યાંથી પસાર થઈ રહેલી એક ગાય આ વીજ ડીપીના સંપર્કમાં આવી જતાં અને તેને કરંટ લાગતાં ઘટના સ્થળ પર જ ગાયનું મોત નીપજ્યું હતું. સ્માર્ટ સીટી દાહોદમાં અનેક વિધ કામો પ્રગતિના પંથ પર વધી રહ્યાં છે, પરંતુ ક્યાંકને ક્યાંક આ કામોને કારણે શહેરવાસીઓને અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડીRead More