May, 2021

 

ધરપકડ: મંડોર ગામમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ, ત્રણ કારતૂસ સાથે મધ્યપ્રદેશનો એક ઈસમ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આરોપી પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.2,70,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો ધાનપુર પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડાખુટાજા ગામના એક ઈસમને મંડોર ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સહિત ત્રણ કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. તથા તેની પાસેથી ટાવેરા ગાડી સહિત કુલ રૂ.270300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાતમીના આધારે આરોપી પકડાયો ગતરોજ રાત્રિના સમયે ધાનપુર પીએસઆઇ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા અને ફરતા ફરતા વાંસીયાડુંગરી ગામે આવતા ત્યાંRead More


છેતરપિંડી: ‘પૈસા તો બનેગા’ નામનુ સોશિયલ મીડિયા ગૃપ બનાવી રોજના રુ.1100ની લાલચ આપી 20 હજાર પડાવી લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફાઇલ ફોટો રુપિયા 20 હજારના માત્ર 3300 આપી 16 હજાર 300 ગઠિયો ચયાઉ કરી ગયો દેવગઢ બારીઆ તાલુકાના કાળીયા કુવા ગામે ઓનલાઈન ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાળીયાકુવા ગામે રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં એક ગૃપ જોઇન કર્યું હતું. જે ગ્રૃપના એડમીન દ્વારા ગ્રૃપમાં રુપિયા 20 હજાર જમા કરાવવા કહ્યું હતું અને આ નાણાં મુદ્દત સહિત પરત કરી આપવા પણ જણાવ્યું હતું. આ બાદ કાળીયાકુવા ગામના યુવકે ગ્રૃપ એડમીનના બેંક ખાતામાં ઓનલાઇનRead More


શુભ સંકેત: દાહોદમાં કોરોનાના વળતા પાણી, એક કોવિડ કેર એકદમ ખાલી અને બીજામાં માત્ર 10 દર્દીઓ સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના 700 થી વધુ વિલેજ કોવિડ કેર સેન્ટર પણ ખાલી થઇ જતાં રાહત કોરોના ગ્રાફ ઘટતાં હવે જનસામાન્ય, આરોગ્યકર્મીઓ અને તંત્રમાં પણ હાશકારો દાહોદ જિલ્લામાં કોરોના આંક હવે તળિયે આવતા સર્વત્ર હાશકારો છે. દવાખાનાઓમાં પણ કોરોનાના દર્દીઓ આંગળીના વેઢે ગણાય તેટલા છે. જેથી વહીવટીતંત્રે બનાવેલા કોવિડ કેર સેન્ટર તેમજ કમ્યિુનિટી કોવિડ કેર સેન્ટરો ખાલી થઇ ગયા છે. ઝાયડસ હોસ્પિટલમાંથી સ્વસ્થ થતાં લક્ષણો વિનાના તેમજ ઓછું સંક્રમણ ધરાવતા સામાન્ય દર્દીઓને રાખવા માટે સરકારી પોલીટેકનીકRead More


ગેસ ટેન્કરમાં આગ: દાહોદના કતવારા પાસે એલપીજી ગેસ ભરેલા ટેન્કરના કેબીનમાં અચાનક આગ ફાટી નીકળી, પોલીસે હાઇવે બંધ કરાવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા દાહોદ ફાયર વિભાગે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો કતવારા પોલીસે એક તરફનો હાઈવે બંધ કરી લોકોને દુર કર્યા દાહોદ તાલુકાના કતવારા પાસે એલપીજી ગેસ ટેન્કરના કેબીનમાં એકાએક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂમાં લીધી હતી. જ્યારે ઘટનાના પગલે પોલીસે બંદોબસ્ત ગોઠવી હાઇવે બંધ કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ, દહેજથી (GJ-12-AT-7225)નંબરનું ટેન્કર એલપીજી ગેસ ભરી ઉજ્જૈન જઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તામાં દાહોદRead More


ગાઈડલાઈનના ઉલ્લંઘન: દાહોદમાં કોરોનાના કેસ ઘટ્યાં પરંતુ સંક્રમણનો ભય યથાવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનકર્તાઓ સામે કડકાઈ જરૂરી કોરોનાની ગાઈડલાઈનને લઈને લાંબા સમય બાદ વ્યવસાય ખોલવાની છૂટ મળ્યા બાદ દાહોદના બજારોમાં ભરચક ભીડ સાથે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે.આરંભિક‌ કડક લોકડાઉન બાદ નવી ગાઈડલાઈન આવતા તા.21મેથી તા.4 જૂન સુધી સવારથી બપોરે 3 સુધી તમામ વ્યવસાયો ખોલવા માટેની સરકારી જાહેરાત થતા હવે તમામ વેપાર ખુલી જવા પામ્યા છે. ત્યારે મે માસના અંતિમ શનિવારે દાહોદમાં મોટી સંખ્યામાં વિવિધ કામે નીકળેલ લોકો પૈકી અનેક લોકો માસ્ક કે સોશિયલRead More


કોરોના સંક્રમણ: સંજેલી તાલુકામાં 2 મહિનામાં 147 કન્ટેનમેન્ટ ઝોન નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર સંજેલી તાલુકામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે બે માસમા સરકારી આરોગ્ય વિભાગના દફ્તરે નોંધાયેલા 147 કન્ટેનમેન્ટ ઝોનની સાથે સાથે કોવિડ કેસ કુલ 382 નોંધાયા હતા. જ્યારે એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન 04 અને હાલમાં એક્ટિવ કેસ કુલ 11 છે. જ્યારે સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ.એમ.લાર્સનની દેખરેખ હેઠળ કોરોના જેવી મહામારીમાં પણ બિંદાસ્ત રીતે ફરતા લોકોને પોલીસ જવાનોએ કોવિડ-19ની સમજ આપી માસ્ક પહેરવા, દો ગજ કી દુરી, કામવિના બજારમાં ફરવું નહીંRead More


સેવાકીય પ્રવૃતિ: દાહોદમાં છેલ્લા 4 મહિનામાં 400 માતાઓને મમતા કિટ્સનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બેટી બચાવો, બેટી પઢાવોના લોગો સાથે 200 કચેરીમાં વોલક્લોકનું વિતરણ કોરોનાની બીજી લહેરમાં દાહોદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ અને બાળકોના ઉત્થાન માટે સક્રિય કામગીરી અંતર્ગત છેલ્લા ચાર મહિનામાં લોકોમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે વિભાગ દ્વારા 8000 થી વધુ માસ્કના નિ:શુલ્ક વિતરણ સાથે ફેબ્રુઆરી મહિના બાદ જિલ્લામાં માતા બનનારી 400 મહિલાઓને મમતા કિટ્સ આપવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી રોહન ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચારRead More


વરણી: દાહોદ જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પાલિકામાં પણ આ સપ્તાહે જે તે ચેરમેનશિપની જાહેરાતની સંભાવના દાહોદ જિલ્લા ‌ભાજપના હોદ્દેદારો સહિત વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારે તા.28 મે, શુક્રવારે કરેલી જાહેરાત મુજબ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પારગી (ફતેપુરા), પાર્વતીબેન ડાંગી (લીમખેડા), ચંદુભાઈ ગણાવા(ગરબાડા), રસીલાબેન બારીયા (ધાનપુર) અને બિરજુભાઈ ભગત (દાહોદ)ની વરણી થઇ છે તો જિલ્લા મહામંત્રી તરીકે કનૈયાલાલ કિશોરી (દાહોદ ગ્રામ્ય) અને જિલ્લા મંત્રી તરીકે ભરતસિંહ સોલંકી (દાહોદ ગ્રામ્ય) અને અનિલભાઈRead More


આરોપી ઝબ્બે: ​​​​​​​દાહોદ LCB પોલીસે ખજુરિયા ગેંગના ખૂંખાર આરોપીને ઝડપી પાડ્યો, અનેક ગુનાઓની કબુલાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા સહિત કડી અને મધ્ય પ્રદેશમાં નોંધાયેલા ગુના પણ ખુલ્યા દાહોદ એલ.સી.બી.પોલીસે ખજુરીયા ગેંગના મુખ્યસુત્રધાર અને ખુંખાર ધાડ, ઘરફોડ ચોરીના આરોપીને ગરબાડા તાલુકાના જેસાવાડા ગામેથી ઝડપી પાડયો છે.તેની પાસેથી ચાંદીના દાગીના મળી કુલ રૂ. 17 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલી બાતમીના આધારે, લુંટ, ધાડ, ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી કાન્તીભાઈ મગનભાઈ મીનામા (રહે. ખજુરીયા, મીનામા ફળિયું, તા.ગરબાડા, જિ.દાહોદ)નો જેસાવાડા આશ્રમ પાસે વોચ ગોઠવી ઉભી હતી અને કાન્તીભાઈ જેવો ત્યાંRead More


ચકાસણી: ​​​​​​​દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત થયેલી કામગીરીની અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક વિવિધ ગામોમાં 170થી પણ વધુ સ્થાનોએ તળાવો, કુવા અને ચેકડેમની કામગીરીની ચકાસણી કરાઇ રાજય સરકાર દ્વારા દર વર્ષે ચોમાસાની મોસમમાં વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે. વિવિધ તળાવ-ચેકડેમ ઊંડા કરવાના કામ અને તેમની સાફ સફાઇની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે ચોમાસા પહેલા પૂર્ણ કરવાની હોય છે, જેથી વરસાદી પાણીનો પૂરેપૂરો સંગ્રહ થઇ શકે. દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ અંતર્ગત વિવિધ કામો હાથ ધરવામાં આવ્યાRead More