Thursday, May 27th, 2021

 

ભાસ્કર વિશેષ: દાહોદ નગરપાલિકાના સહયોગથી ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞયાત્રાનું સફળ આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક 145 કિગ્રા સામગ્રીથી સતત હવન આહુતિનો ક્રમ ચાલ્યો કોરોના મહામારીના સંક્રમણને રોકવા અને સાથે પર્યાવરણની શુદ્ધિ માટે દાહોદ નગર પાલિકાના સહયોગથી બુધવારે ગાયત્રી પરિવાર દ્વારા દાહોદમાં યજ્ઞયાત્રા આયોજન થયું હતું. ભારતભરમાં ઘરે ઘરે મહા યજ્ઞ કાર્યક્રમની ઘોષણા થાય તે કાજે યજ્ઞયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત દાહોદમાં પણ ભારતભરની માફક બુધવારે બુદ્ધપૂર્ણિમાના દિવસે તા.26ના રોજ સાંજે 4 કલાકે દાહોદ નગર પાલિકાના સહયોગથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિંદુ પરિષદના સહકારથી ગાયત્રી પરિવારRead More


ક્રાઇમ: ઝાબુ ગામે રસ્તા પર ઊભા રાખી બાઇક લૂંટી યુવકનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ધાનપુરએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 3 દિવસ સુધી નિકાલ નહીં આવતાં ફરિયાદ નોંધાવાઇ ધાનપુર તાલુકામાં મહિલાને ભગાવી જવાની અદાવત રાખીને એક યુવકનું અપહરણ કરી જવા સાથે તેની બાઇક પણ લુંટી જવાઇ હતી. પંચો વચ્ચે કોઇ નિકાલ નહીં આવતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર તા. 23 મેના ના રોજ ગરબાડા તાલુકાના કુંડા ગામના જેસનભાઈ નાગજીભાઈ ભાભોર તેમજ તેમના બનેવી રાજસ્થાનના છાપરી ગામના રતનસિંહજી રાવત દાહોદ તરફથી જીજે-20-યુ-2913 નંબરની મોટર સાયકલ લઈનેRead More


ધરપકડ: દાહોદ SOGએ માઉઝર સાથે ગોદીરોડના યુવકને ઝડપી લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક માઉઝર, મોબાઇલ મળી રૂ.18 હજારનો મુદ્દામાલ જપ્ત દાહોદ એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. યુ.આર. ડામોર તથા સ્ટાફ ગતરોજ દાહોદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે ગોદીરોડ બાજુથી એક શખ્સ પોતાની પાસે ગેરકાયદે રીતે હથિયાર રાખી ઝાલોદ રોડ પુલ તરફ આવનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઝાલોદ રોડ પુલ નીચે વળાંકમાં વોચમાં ઉભા હતા. ત્યારે યુવક ગોદીરોડ બાજુથી ચાલતો આવતાં તેને કોર્ડન કરી પુછપરછ કરતાં ગોદીરોડ રેલવે નવી ટીકીટ બારીની સામે રહેતો અને મુળ ઝરીબુઝર્ગનો રાહુલ નેવજીRead More


જાગૃતિનો અભાવ: દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ માટે યુવાનોમાં માત્ર 18.55 % જ રજીસ્ટ્રેશન થઇ શક્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગામડાઓમાં તો રજીસ્ટ્રેશન માટે આરોગ્યકર્મીઓને કામે લગાડવા પડ્યા દાહોદ, દેવગઢ બારીયામાં પણ યુવાનોમાં રજીસ્ટ્રેશન મામલે ઉદાસીનતા દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. બીજી તરફ યુવાનોના રસીકરણમાં કેટલી સફળતા મળશે તે કહેવું અઘરું છે. કારણ કે હજી સુધી માત્ર 18.55 ટકાનું જ રજીસ્ટ્રેશન પૂર્ણ થઇ શક્યુ છે. આ રસીકરણ માટે જાતે રજીસ્ટ્રેશ કરવાનું હોય છે. પરંતુ જન જાગૃત્તિના અભાવે આરોગ્ય વિભાગના કર્મચારીઓને કામે લગાડવા પડ્યા હોવાનું પણ જાણવા મળ્યુ છે.Read More