Sunday, April 18th, 2021

 

હોબાળો: દાહોદ ઝાયડસમાં દર્દીના મોતથી મધ્યરાત્રે સ્થિતિ વણસતાં પોલીસ કાફલો ધસી આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બપોરે તો વાત કરી તો રાત્રે કઇ રીતે મરી ગયા કહી પરિવારનો હોબાળો ટોળું પોઝિટિવ વોર્ડમાં ઘૂસતાં અફરા-તફરી, મારા બાપાને મારી નાખ્યા કહી વિલાપ સાથે પુત્રના આક્ષેપો દાહોદની ઝાયડસમાં શનિવારની મધ્યરાત્રે કોરોના પોઝિટિવ દર્દીનું નિધન થયું હતું. મૃતકના પરિવારે વિવિધ આક્ષેપો સાથે હોબાળો કરતાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. ઘટના પગલે રાત્રે પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે ખડકી દેવાયો હતો. રોષિત ટોળુ એક સમયે પોઝિટિવ વોર્ડમાં ઘુસી જતાં અફરા-તફરી મચી હતી. સમજાવટના અંતે મૃતદેહ સોંપવામાંRead More


મન્ડે પોઝિટિવ: દાહોદમાં બંને ડોઝ લેનારે પોઝિટિવ માતાની કાળજી રાખી પણ તેમને કોરોના ‘ના’ સ્પર્શ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માતાની સેવા કરતા સંજીવભાઇ દેસાઇ. કોરોના સામે વેક્સિન રામબાણ ઉપાયનું ઉદાહરણ સેવામાં રોકાયેલા ભાઇ પોઝિટિવ આવ્યા કોરોનાની વેક્સિન કેટલી અસરકારક છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ હોય તો સિંચાઇ વિભાગમાં અધિક મદદનીશ ઇજનેર તરીકે કામ કરતા સંજીવભાઇ દેસાઇ છે. થોડા દિવસ પહેલા તેમના 78 વર્ષના લકવાગ્રસ્ત માતાને કોરોના થયો અને હોસ્પીટલાઇઝ કરવા પડયા. માતા પથારીવશ હોય અને જાતે કશું કરવા સક્ષમ ન હોય સંજીવભાઇ અને તેમના ભાઇ તેમની સેવામાં રોકાયલા રહ્યા. સંજીવભાઇએ કોરોનાના બંને ડોઝRead More


કોરોનાની વકરતી સ્થિતિ: દાહોદમાં આખો દિવસ ઝાયડસથી સ્મશાન શબવાહિનીના ફેરા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક કબ્રસ્તાનમાં કરાઇ રહેલી અંતિમ વિધિ. હવે તો માની જાઓ…માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો તમે કતારમાં છો… આ તેમની માટે છે જે અત્યારે પણ કોરોનાને કોરાણે મુકીને તેને મજાક સમજી રહ્યા છે.આવા લોકો અત્યારે કોરોના પોઝિટિવ થવાની કતારમાં છે. કાલે કદાચ દવાખાનામાં દાખલ થવા અને સ્મશાન કે કબ્રસ્તાનમાં અંતિમ વિધિ માટે પણ તમને કતારમાં રહેવું પડે તેમ છે. દાહોદ જિલ્લામાં પ્રસરેલા કોરોના સંક્રમણને કારણે ઝાયડસ હોસ્પિટલમાં દરરોજ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. ઝાયડસના મડદાઘરમાં અંતિમક્રિયાની રાહ જોતી લાશો.Read More


પર્દાફાશ: દાહોદમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળા બજાર કરતા ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા 11 ઇન્જેકસન તથા રૂ 75,000 રોકડા સાથે 1.39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો દાહોદમાં રેમડેસિવિર ઇન્જેકશનની તીવ્ર અછત વર્તાઇ રહી છે. તેવા સમયે દાહોદમાં રેમડેસિવિરના કાળા બજાર કરતાં એક ગઠિયો ઝડપાઇ જતાં ઘણાંની પોલ ખુલી ગઇ છે. પોલીસે આ શખ્શની અટક કરી આગળની તપાસ હાથ ધરી છે. હવે આ તપાસનો રેલો આગળ જાય છે કે કેમ તે હાલ કહેવું મુશ્કેલ છે. ઇન્જેકશન માટે દર્દીઓના સંબંધીઓ નાંણા લઇને પણ વલખાં મારે છે દાહોદમાં ઝાયડસ તેમજ એક પણRead More