Friday, April 9th, 2021

 

સ્મશાનમાં સત્ય: દાહોદના સ્મશાનમાં અડધા દિવસમાં જ કોરોનાના 7 મૃતકોના અગ્નિ સંસ્કાર કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા શુક્રવારે દાહોદના સ્મશાનમાં કોરોનાનું બિહામણું દ્રશ્ય જોવા મળ્યુ દાહોદ જિલ્લામાં કોરોના હવે વકર્યો છે. ત્યારે સરકારી આંકડાઓ સામે પ્રશ્નાર્થો સર્જાયા છે. કારણ કે રોજે રોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે અને મૃત્યુ પણ થઇ રહ્યા છે. સાચો મૃત્યુ આંક સામે ન આવતો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે શુક્રવારે દાહોદના સ્મશાનમાં કોરોનાનું બિહામણું દ્રશ્ય જોવા મળ્યુ હતુ. કારણ કે સ્મશાનમાં બપોરે 2 વાગ્યા સુધીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા 7 વ્યક્તિઓના અગ્નિ સંસ્કાર કરવામાંRead More


કડકાઈ: દાહોદમાં છેલ્લા નવ દિવસમાં માસ્ક નહીં પહેરનારા નાગરિકોને રૂ. 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ પોલીસ દ્વારા જાહેરનામા ભંગની 124 ફરિયાદો કરી 142 લોકોની ધરપકડ કરવામાં આવી દાહોદમાં વધતા જતાં કોરોના વાયરસના સંક્રમણની જાણે કોઇ પરવા જ ના હોય તેમ માસ્ક પહેર્યા વીના બહાર નીકળતી પડતા નાગરિકોની સામે હવે પોલીસ દ્વારા દંડ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દાહોદ પોલીસ દ્વારા છેલ્લા નવ દિવસમાં માસ્ક ના પહેરનારા નાગરિકોને રૂ. 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધીક્ષક હિતેશ જોયસરે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના કાળમાં દાહોદ પોલીસRead More


અકસ્માત: ​​​​​​​દાહોદ જિલ્લામા બે માર્ગ અકસ્માતમા બેના મોત, બે સારવાર હેઠળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના પાવડીમા ટ્રેક્ટર પલ્ટી જતાં નીચે દબાઈ જતા એકનુ મોત આમલીમેનપુરમા બાઈક અકસ્માતે પણ એકનો ભોગ લીધો દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માતના બે બનાવેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. ત્યારે બે જણાને શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળી રહ્યું છે. દાહોદ જિલ્લામા માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના પાવડી ગામે બન્યો હતો. જેમાં એક ટ્રેક્ટરના ચાલકે ટ્રેક્ટર હંકારી અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી બેસતાંRead More


રાત્રિ કર્ફ્યૂને પગલે નિર્ણય: ગોધરા ST ડિવિઝને રાત્રિ દરમિયાન સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રીપો બંધ કરી, 7 ડેપોની 202 ટ્રીપો બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા3 કલાક પહેલા કૉપી લિંક ગોધરા એસ.ટી. ડેપો ગોધરા ડિવિઝનના 7 ડેપોમાં રાત્રે 8 વાગ્યા બાદ બસો પ્રવેશી શકશે નહીં ગુજરાતમાં કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની જાહેરાત બાદ હવે ગોધરા એસ.ટી. વિભાગ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સાંજે 7 વાગ્યા પછી સુરત, અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ જતી 202 ટ્રીપો બંધ કરવામાં આવી છે. ગોધરા એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક બી આર ડીંડોરે જણાવ્યુંRead More