Friday, March 26th, 2021

 

બજેટ: દાહોદ જિલ્લા પંચાયતનું 1819 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર, સભાખંડમાં સોશિયલ ડીસ્ટંસના ધજાગરા ઉડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા પંચાયતનું પુંરાતલક્ષી બજેટ મંજૂર વિવિધ સમિતિઓની રચના બાકી રાખવામા આવી દાહોદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે મળી હતી.જેમા 421.48 કરોડની પુરાંત વાળુ બજેટ મંજૂર કરવામા આવ્યુ હતુ પરંતુ સમિતિઓની રચના ન કરાતાં ઘણા ની મન ની મનમા રહી ગઈ છે.કોરોના કાળમા સભાખંડ હકડેઠઠ ભરાઈ જતાં સોશ્યલ ડીસ્ટન્સનુ સહેજ પણ પાલન થયૂ ન હતુ. દાહોદ જિલ્લા પંચાયતમા હોદ્દેદારોની નિમણુંક બાદ બીજી સામાન્ય સભા શુક્રવારે મળી હતી.જેમા પ્રમુખે વર્ષ 2021-22નુ બજેટ રજુ કર્યુRead More


કોરોના જંગ: કોરોનાની રસી લીધા બાદ ડો. કેતન પટેલની રોગપ્રતિકારક શક્તિમાં આઠ ગણો વધારો થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નવેમ્બરમાં આઇજીજીનું પ્રમાણ ૦.19 યુનિટ હતું, તે રસી લીધા બાદ 8.10 થયુ દાહોદમાં કોરોના વાયરસની વેક્સિનના બન્ને ડોઝ લેનારા ડો. કેતન પટેલે પોતાનો એન્ટિબોડી ટેસ્ટ કરાવતા માલૂમ પડ્યું કોરોના વાયરસ સામે લડવાની રોગપ્રતિકાર શક્તિમાં આઠ ગણો વધારો થયો છે. શરીરમાં કોરોના વાયરસ સામે લડી શકે એવી એન્ટીબોડી બને છે દાહોદમાં તા.16 જાન્યુઆરીના રોજ રસીકરણના પ્રારંભ વેળાએ પ્રથમ દસ વ્યક્તિને ડોઝ આપવામાં આવ્યો હતો. તેમાં ઇન્ડિય મેડિકલ એસોસીએશનની દાહોદ શાખાના પ્રમુખ ડો. કેતન પટેલનોRead More


સ્કૂલમાં કોરોના ફેલાયો: દાહોદ જિલ્લામાં વધુ ચાર શિક્ષક કોરોના પોઝિટિવ થયા, વિદ્યાર્થીઓ અને શાળા સંકુલમાં ફફડાટ ફેલાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનાની ઝપેટમાં લીમખેડાની એક શાળાના વધુ ત્રણ શિક્ષકને ચેપ લાગ્યો દાહોદની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પણ કોરોના ગ્રસ્ત દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વકરી રહ્યુ છે. ત્યારે દાહોદ જિલ્લાની બે શાળાઓમાં આચાર્ય સહિત શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેથી શાળા સંકુલમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભાટવાડા શાળાના આચાર્ય પણ કોરોનોમાં સપડાયાં દાહોદ જિલ્લાની લીમખેડામાં આવેલી એક શાળામાં એક સાથે ત્રણ શિક્ષકોને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો છે. તેમજRead More


તંત્ર એલર્ટ: દાહોદ સ્ટેશન વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા માસ્ક, ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધનવંતરી રથ મારફતે માસ્ક અને રોગ પ્રતિકારક આયુર્વેદ ઉકાળાનું વિતરણ શરુ શ્રમિકો હોળી મનાવવા વતન આવતા ભીડ જામે છે મહાનગરોમાંથી આવતા શ્રમિક ચેપ લઈને આવશે તો ગામડાંઓમા કોરોના ફાટશે હોળીનો તહેવાર હવે આવી ગયો છે. જેથી આદિવાસી ભાઈ-બહેનો આ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન દાહોદ ખાતે આવી રહ્યા છે. ત્યારે દાહોદ શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનપર છેલ્લા કેટલાક દિવસોથી ભીડ જોવા મળી રહી છે. બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર શ્રમિકો ઉતર્યાRead More


કોરોનાનો ભય: દાહોદ જિલ્લા અદાલતમાં કોરોના સામે સાવધાન રહેવા બાર એસોસિએશમાં મહત્વના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કેસોની સુનાવણીમાં લાંબી મુદત આપવા વકીલોનો અનુરોધ 25 માર્ચથી 5 એપ્રિલ સુધી મહત્વપૂર્ણ કેસો જ ચલાવવા વિનંતી દાહોદ જિલ્લા વકીલ મંડળ દ્વારા બાર એસોશીએશનની તાકીદની સામાન્ય સભા મળી હતી. જેમાં મહત્વના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતાં. જેમાં કેસોની સુનાવણીમાં લાંબી મુદત આપવા વકીલોએ અનુરોધ કર્યો હતો. તથા 25 માર્ચથી 5 એપ્રિલ સુધી મહત્વપૂર્ણ કેસો જ ચલાવવા વિનંતી કરી હતી. જીલ્લા ન્યાયાધીશને વિનંતી કરવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો દાહોદના છાપરી મુકામે ડીસ્ટ્રીક્ટ કોર્ટRead More


ઈમ્પેક્ટ: દાહોદના માણેક ચોકમાં ઝુકી ગયેલા મોબાઇલ ટાવરનું સમારકામ કરાયુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સમાચાર પ્રસિધ્ધ થતાં તંત્ર દોડતુ થયુ હતુ શહેરીજનોના માથેથી મોટું જોખમ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો દાહોદના મધ્યમાં ચોવીસ કલાક વાહન ચાલકો અને મુસાફરથી ધમધમતા એવા માણેક ચોક વિસ્તારમાં નમી ગયેલો મોબાઈલ ટાવર કોઈ મોટી દુર્ઘટના સર્જે તેવી પરિસ્થિતીમાં હતો. આ બાબતે સમાચાર પ્રસિધ્ધ થયા હતાં. ત્યારબાદ તંત્રની આંખ ઉઘડતાં દોડી ગયેલા પાલિકાના કર્મચારીઓ દ્વારા આ ઝુકી ગયેલ મોબાઈલ ટાવરને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા ઉતારી લેવાની કામગીરી હાથ ધરતાં સ્થાનિકો સહિતRead More