Saturday, March 13th, 2021
રતલામ-નીમચની ઘટના: એન્જિનના બે પૈડાં જામ છતાં માલગાડી દોડી, પૈડામાં 180 MMના ખાડા પડયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માલગાડી શંભુપુરાથી કંટેનર લઇ પીપાવાવ પોર્ટ જઇ રહી હતી ક્રૂ મેમ્બરને SF-5 ચાર્જશીટ આપી સસ્પેન્ડ કરાશે : સદભાગ્યે મોટો અકસ્માત ટળ્યો : શનિવારે કંટ્રોલ રૂમ સહિતના કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા રતલામ-નીમચ સેક્શનમાં શંભુપુરાથી કંટેનર લઇને પીપાવાવ પોર્ટ જઇ રહેલી માલગાડીને મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. ગુરુવારની પરોઢના 6.30 વાગ્યે શંભુપુરાથી નીકળ્યા બાદ 50 કિમી પ્રતિ કલાકે દોડતી માલગાડીના ઇલેક્ટ્રીક એન્જીનના એક્સલ નંબર 6ના બંને પૈડા જામ થઇ જતાં પાટા સાથે ઘસાવા લાગ્યાRead More
ઘઉંના ઊભા પાક સહિતના પાકને નુકસાન: મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં નુકસાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તાત્કાલિક ગાબડંુ બંધ કરાતાં ખેડૂતોએ હાશ અનુભવી બે દિ’થી પાણી વહી રહ્યંુ હતું પરંતુ તંત્રે ધ્યાન જ અાપ્યંુ ન હતું દાહોદ તાલુકાના મુવાલીયા સિંચાઈ ડેમના કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ઘઉંના ઉભા પાક સહિત અન્ય પાકને નુકસાન થયું હતું. ગાબડામાંથી બે દિવસથી પાણી વહી રહ્યુ હતુ પરંતુ ધ્યાન અપાયુ ન હતું. જોકે, અંતે ગાબડુ પુરવામાં આવતાં ખેડુતોએ હાશ અનુભવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ તાલુકાના મુવાલિયા ગામની કેનાલમાં ગાબડુ પડતાંRead More
ક્રાઇમ: કેળકુવાની યુવતીના અશ્લીલ ફોટો-લખાણ સોશિયલ મીડિયામાં વાયરલ કરાતાં ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામના યુવકે એક 21 વર્ષિય યુવતીના ફોટા તથા લખાણ સોશિયલ મિડીયામાં વાયરલ કરી યુવતીના પરિવારને ફોન કરી ધમકી આપ્યાનો બનાવ સાગટાળા પોલીસ મથકે નોંધાયો છે. દેવગઢ બારિયા તાલુકાના કેળકુવા ગામનો નરેશ પર્વત બારીયાએ તા.10મીના રોજ તાલુકાના એક ગામની એક 21 વર્ષિય યુવતીના અશ્લિલ ફોટા તથા લખાણ તેના મોબાઇલથી સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતાં. આ ઉપરાંચફોન દ્વારા યુવતીના પરિવારના લોકોને જાનથી મારી નાખવાની ધાકધમકી આપી હતી. નરેશે આ હરકત કયાRead More
કોરોનાનો વધતો કહેર: દાહોદ જિલ્લામાં સાગમટે 6 કેસ નોંધાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શનિવારે દાહોદ જિલ્લામાં કોરોનાના 6 નવા સંક્રમિત નોંધાતા કોરોના સંક્રમણનો વ્યાપ પુન: વધતા લોકોમાં ગંભરાટ વધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર તા.13.3.’21 ને શનિવારે જાહેર થયા મુજબ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 490 સેમ્પલો પૈકી તમામ 6 કેસ નોંધાયા હતા. તો રેપીડના તમામ 681 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ 6 કેસ પૈકી દાહોદ શહેર અને ગ્રામ્યના 2 -2 અને દેવગઢ બારીયા ગ્રામ્ય અને ગરબાડાના 1- 1 વ્યક્તિઓ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે જિલ્લામાં હવે કોરાનાના એક્ટિવRead More
આગ: ફતેપુરાના હિંગલામાં મહામહેનતે પકવેલું અનાજ આગમાં હોમાઇ જતાં ગરીબ પરિવાર પર આફત આવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મકાઇ,ડાંગર,ચણા સાથે પશુઓનું ઘાસ પણ બળી ગયું ફતેપુરા તાલુકાના હિંગલા ગામમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પાકેલુ અનાજ અને ઘરવખરી બળીને ખાખ થઇ જતાં ગરીબ ખેડૂતને વ્યાપક નુક્સાન થયુ છે.ઘરમાલિક એક તરફ મજૂરીએ ગયા હતા ત્યારે જ બનેલી દુર્ઘટનાને કારણે પરિવાર દુખી થઇ ગયો છે. ફતેપુરા તાલુકાના હિંગલાના કાચલા ફળિયામાં રહેતાં સળિયાભાઇ ટીટાભાઇ કામોળ ખેતીવાડી તેમજ છુટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.તેઓ હાલ પુત્ર ચંદુભાઇ તથા પુત્રવધુ સાથે બહારગામ મજૂરીએ ગયેલા છે.જેથી તેમનાRead More
ફરી કોરોના વકર્યો: દાહોદ જિલ્લામાં વધુ એક શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફફડાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક અગાઉ બારીયા અને લીમડીના ત્રણ શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો લીમડીની જીવન જ્યોત શાળાના એક શિક્ષકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ દાહોદ જિલ્લામાં અગાઉ બે શાળાઓમાં બે શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે ફરી ઝાલોદ તાલુકાના લીમડી નગરની વધુ એક શાળામાં શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં શાળા સંકુલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. અગાઉ દેવગઢ બારીયાની એસ.આર.હાઈસ્કૂલ અને ઝાલોદ તાલુકાની લીમડી નગરની એક શાળામાં શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોRead More
હાશકારો: દાહોદ નજીક નસીરપુરમાં રોજ રાત્રે ઘુસી આવતો દીપડો છેવટે પાંજરે પુરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા આખરે આદમખોર દીપડો પાંજરે પુરાયો પાંજરામાં પકડાયેલા દીપડાને હાલ રામપુરા લઇ જવાયો દીપડાએ ગામમાં ઘુસી વાછરડા અને મરઘાંનો શિકાર કર્યો હતો દાહોદ શહેરને અડીને આવેલા મુવાલિયા તળાવ પાસેના નસીરપુર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડો રોજ રાત્રે દીપડો રહેણાંક વિસ્તારમાં આવતો હતો. જેથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને ઝડપી પાડવા પાંજરુ મુકવામાં આવ્યુ હતુ જેમાં ગત રાત્રે દીપડો પાંજરે પુરાઇ ગયો હતો. હાલ તેને રામપુરા લઇ જવાયો છે. દાહોદRead More