Wednesday, March 10th, 2021

 

અકસ્માત: ભોજેલામાં વાન ઝાડ સાથે અથડાતાં એકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છાતીમાં ઇજાથી સારવાર દરમિયાન મોત દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા લીમડા ફળીયામાં રહેતા શાંતીલાલભાઇ લીંબાભાઇ લબાના તથા કુણાલકુમાર પ્રવિણકુમાર લબાના બન્ને જીજે-20-એએચ-6852 નંબરની ઇકો ગાડીમાં આફવા ગામે જતા હતા. કુણાલકુમાર ગાડી ચલાવતા હતા ત્યારે ભોજેલા ગામ પાસે અચાનક ગાડીના સ્ટ્રેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી રોડ ઉપરથી સાઇડમાં ઉતરી જતાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં આગળ બેઠેલા શાંતીલાલભાઇને છાતીમાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી કુણાલકુમારે 108ને જાણ કરી બોલાવી ઇજાગ્રસ્ત શાંતીલાલભાઇને સુખસર સરકારી દવાખાનેRead More


ચોરી: ઝાલોદમાંથી બે ફાઈનાન્સ કર્મીની અને ગરબાડાથી 1 બાઇક ચોરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફાઇનાન્સ ઓફિસ આગળ મૂકેલી બે બાઇક ચોરાઇ ગરબાડામાં ઘર આગળથી બાઇક અડધા કલાકમાં ચોરાઇ ઝાલોદની ફાઇ.ની ઓફીસ આગળ કર્મચારીઓએ મુકેલી બે બાઇકો તથા ગરબાડામાં ઘર આગળ બાઇક મુકી ઘરમાં જમવા જતાં અડધો કલાકમાં બાઇકની ચોરી થઇ હતી. અરવલ્લીના રમાણા પાંડોરવાસના મુળ રહેવાસી અને ઝાલોદ મુકામે રહી સ્પંદના ફાઇ.કંપનીમાં કામ કરતાં સુહાગકુમાર હિંમતસિંહ પરમાર જીજે-31-એલ-1537 નંબરની તથા મિત્ર વિજયકુમાર ભુપતસિંહ સોલંકી જીજે-31-એલ-1362 નંબરની બાઇક કામ પતાવી તા.5મીના રોજ રાત્રે ઝાલોદ નવાધરાડુંગરીએ ઓફીસ આગળ મુકીRead More


ક્રાઇમ: રામપુરા ગામે હત્યાની અદાવતમાં આરોપીના ફળિયાના ઘરોમાં તોડફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હુમલો કરનાર 19 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી 15 ફેબ્રુ.એ બોરવાણી રેલવે ટ્રેક પાસેથી લાશ મળી હતી દાહોદના બોરવાણી રેલવે ટ્રેક પાસેથી 15 ફેબ્રુઆરીના રોજ મળેલી લાશના હત્યાના ગુનામાં એક મહિલા તથા અન્ય લોકોના નામ ખુલતા તેની અદાવતમાં આરોપીઓના ફળિયામાં ટોળાએ હુમલો કરી ઘરના નળીયા સામાન સહિતનો સામાન તોડફોડ કરી હતી. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. રામપુરા ગામના રમુડાભાઇ મનસુકભાઇ મેડાનો લાશ 15 ફેબ્રુઆરીના રોજ બોરવાણી ગામની રેલવે ટ્રેકRead More


કડક કાર્યવાહી: દાહોદમાં ઘરવેરા અને મકાનના ભાડા પેટે 2.40 લાખની વસૂલાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાલિકા દ્વારા ટેક્ષના નાણાં વસૂલવા માટે ઝુંબેશ શરૂ કરાઇ દાહોદ શહેરી વિસ્તારના ટેક્ષ બાકી હોય તેવા વેપારીઓ સામે દાહોદ પાલિકા દ્વારા ટેક્ષના નાણા વસૂલવા માટે ઝુંબેશ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત તા.10-3-’21 ના રોજ પાલિકાના અધિકારીગણ દ્વારા દાહોદ પાલિકાના મુખ્ય અધિકારી નવનીતકુમાર પટેલના માર્ગદર્શનમાં સંપન્ન થયેલ કાર્યવાહી અંતર્ગત -દાહોદ પાલિકા વિસ્તારમાંથી વિવિધ નાગરિકોને નળવેરા, મકાનભાડા અને ઘરવેરા વસુલાતનો આરંભ થયો છે. જે અંતર્ગત દાહોદના વોર્ડ નં. 1 થી 9 માં વિવિધ સ્તરે કડકRead More


રજૂઆત: હિરોલાના પ્રત્યેક ઘરને પાણીનો લાભ આપવા માટે આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પખવાડિયામાં માગ પૂર્ણ ન થાય તો આંદોલન દાહોદ જિલ્લાના 57 ગામોના 31977 મકાનોને 29.64 કરોડના ખર્ચે નલ સે જલ યોજનામાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની યોજનામાં હિરોલા ગામને બાકાત રાખતા હિરોલાના લોકો દ્વારા સંજેલી મામલતદાર કચેરી ખાતે પી.આઈ પટેલને હિરોલાના ગ્રામ જનો દ્વારા આવેદન પત્ર આપવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યું હતું કે વિવિધ જૂથ યોજનામાં હાફેશ્વર,કંજેટા, પીપેરો, ભાણાસીમલ, માછણનાળા, હિરોલાવગેરે સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવશે. ​​​​​​​હિરોલા પાણી પુરવઠા યોજનાને સોર્સ તરીકે ઉપયોગ કરવામાં આવશે છતાંRead More


દારૂની હેરાફેરી: માંડવમાં કોતરમાંથી 2.24 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કટિંગ કરે તે પૂર્વે જ બૂટલેગર ઝડપાયો દેવગઢ બારિયા તાલુકાના માંડવ ગામેથી કોતરમાં ઉતારેલો દારૂ-બિયરનો જથ્થો કટીંગ કરે તે પૂર્વે સાગટાળા પોલીસે છાપો મારી 2.24 લાખ ઉપરાંતના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. બે સામે ગુનો નોંધી સાગટાળા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. માંડવ ગામનો બારીયા ફળીયામાં રહેતો રમણ ઉર્ફે બનો પોપટ રાઠવા મધ્યપ્રદેશના અલીરાજપુરના કઠીવાડાના ઇન્દુ પુનીયા તોમર પાસેથીRead More


હુમલો: દાહોદમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે સ્ટેશન રોડ પર મારામારીના દૃશ્યો સર્જાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદના સ્ટેશનરોડ સ્થિત સરસ્વતી સર્કલ ઉપર બુધવારે સવારે એક મહિલા હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેરમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં ઉપસ્થિત સૌ કોઈ એકક્ષણે સ્તબ્ધત બન્યાં હતાં. હોમગાર્ડ સિગ્નલ પર પોતાની ફરજ બજાવી રહ્યાં હતા તે સમયે ત્યાંથી પોલીસ કોન્સ્ટેબલ સિગ્નલ તોડી રવાના થતાં આ મહિલા હોમગાર્ડે ઉભા રાખી નિયમોનુ ભાન કરાવતાં ઉશ્કેરાયેલ પોલીસ કોન્સ્ટેબલ મહિલા હોમગાર્ડને માર મારી અભદ્ર વર્તન કર્યું હતું.પોતાની મોટરસાઈકલ સાથે સિગ્નલ તોડી જતા આ પોલીસ કોન્સ્ટેબલનેRead More


વારસો: રાજ્યની સુરક્ષા કરતી શિવચોકીઓ બાવકા અને હાંફેશ્વરના શિવાલયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મરડેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના પૂર્વીય પ્રવેશ દ્વારે અને પૂર્વ – દક્ષિણ ત્રિભેટે બાવકા શિવમંદિર દાહોદને અડીને, હાંફેશ્વર છોટાઉદેપુર નજીક ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા આ તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદથી સાવ અડીને આવેલું બાવકાનું પ્રાચીન શિવ મંદિર છે તો બીજું છોટાઉદેપુરના કવાંટ તાલુકા મથકથી લગભગ 17 કિલોમીટરના અંતરે, પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે,ઋષિ કલ્હંસ ની તપોભૂમિ નું હાંફેશ્વર શિવ મંદિર છે. શિલ્પ અને સ્થાપત્યની બેનમૂન ધરોહર જેવું બાવકાનું શિવRead More


ઉઠાંતરી: ઝાલોદ અને ગરબાડા તાલુકામાંથી સાગમટે ત્રણ બાઈક ચોરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ9 મિનિટ પહેલા કૉપી લિંક પીપલોદમા તરખાટ મચાવયા બાદ ટોળકી અન્ય વિસ્તારમા સક્રિય થઈ હોવાની સંભાવના દાહોદ જિલ્લાના ગરબાડા અને ઝાલોદ તાલુકામાંથી કુલ 03 મોરસાઈકલોની ઉઠાંતરી થતાં જાણે દેવગઢ બારીઆના પીપલોદ બાદ મોટરસાઈકલ ચોર ટોળકી હવે દાહોજ જિલ્લાના બીજા વિસ્તારોમાં પણ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા આવા વાહન ચોર ટોળકીને તાત્કાલિક ઝબ્બે કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વાહન માલિકોમાં ઉઠવા પામી છે. મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ ગરબાડા નગરના તળાવ પાસે બનવા પામ્યોRead More


મારામારી: ​​​​​​​દાહોદ શહેરમાં જાહેરમાં મહિલા હોમગાર્ડ અને પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે ઝપાઝપી સર્જાઈ, મહિલા જવાન ચોધાર આંસુએ રડી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહીની માગ કરવામાા આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયાને હજુ બે દિવસ પણ નથી થયા ત્યાં મહિલાની સુરક્ષા અને મહિલાના માન, સન્માનની થતી મોટી મોટી વાતો વિસરાતી એક ઘટના દાહોદમાં જોવા મળી. દાહોદ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ભરપોડા સર્કલ ઉપર શહેર પોલીસ મથકની બરાબર સામે આજરોજ એક મહિલા હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે જાહેરમાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાતાં ઉપસ્થિત સૌ કોઈ એકક્ષણે સ્તબ્ધ બન્યાં હતાં. દાહોદ તાલુકાના છાપરી ગામેRead More