Friday, February 5th, 2021
રાજકારણ: દાહોદ પાલિકામાં કૌટુંબિક સગપણ ધરાવનારી 19 જોડીઓની દાવેદારી, કોંગ્રેસમાંથી દાદા અને ભાજપમાંથી પૌત્રીની દાવેદારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઇ કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. પતિ-પત્ની, ભાઈ-ભાઈ, માતા અને પુત્રની જોડીએ ટિકિટ માગી દાહોદ નગરપાલિકામાં ભાજપ પક્ષે દાવેદારી કરનારાઓના મોટા સમૂહ પૈકી પતિ-પત્ની, માતા- પુત્ર કે પિતા- પુત્રની અનેક જોડીઓએ પોતાને ધારોકે ટિકિટ ના મળે તો પોતાના પતિ- પત્ની કે પુત્રને મળે તે માટે દાવેદારી કરી છે. વર્ષો સુધી ધૂણી ધખાવી ભાજપમાં પક્ષના હોદ્દેદાર તરીકે સક્રિય રહી પક્ષને ઊંચાઈએ પહોંચાડવામાં મહેનત કરી છે તે પૈકી અનેક લોકોએ હવે જિલ્લા કે તાલુકા પંચાયત સભ્ય સહિતRead More
તપાસની માગ: દાહોદની હોસ્પિટલ્સમાં આરોગ્ય કર્મીઓના નામે અન્યોને રસી અપાયાની વાતથી તપાસની માગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. ટ્રસ્ટની અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોરિયર્સના નામે રસીકરણ કરાયું પ્રથમ અને બીજા તબક્કામાં મેડિકલ સ્ટાફ, વહીવટી તંત્ર, પાલિકા તંત્ર અને પોલીસ તંત્રના કર્મીઓને રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને ખરેખર તો હવે સિનિયર સિટીઝન્સને આ રસીકરણની પ્રાથમિકતા મેળવી જોઈએ ત્યારે દાહોદમાં આવેલી ટ્રસ્ટની અને ખાનગી હોસ્પિટલોમાં કોરોના વોરિયર્સના નામે સાવ યુવાન વયના પોતાના લગતા વળગતાઓને રસીકરણ કરાયાની વાતે તંત્ર ચોંકી ઉઠ્યું છે. 16 જાન્યુ.થી આરંભાયેલ કોરોના રસીકરણની પ્રક્રિયા અંતર્ગત ફ્રન્ટ લાઈનRead More
બૂટલેગરની ધરપકડ: વરમખેડાથી 1.10 લાખના દારૂ સાથે બૂટલેગરની ધરપકડ કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. પતરાવાળા મકાનની અંદર દારૂની પેટીઓ સંતાડી હતી દાહોદ તાલુકા પોલીસે નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે વરમખેડાથી ઘરમાં 1.10 લાખના દારૂના જથ્થો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. દાહોદ તાલુકા પોલીસ મથકના સિનીયર પી.એસ.આઇ. એન.એન.પરમાર તથા પી.એસ.આઇ. જે.કે.બારિયા તથા સ્ટાફના પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વરમખેડા ગામે પુજારા ફળીયામાં રહેતો ભરત માનસીંગ પરમાર પોતાના પતરાવાળા કાચા રહેણાંક મકાનમાં વિદેશોી દારૂની પેટીઓ મુકી રાખી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દારૂની રેઇડ કરતાંRead More
એસટી રૂટનો આરંભ: રાજકોટ ડિવિ.ના વાંકાનેરથી 2 નવા એસટી રૂટનો આરંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર. વાંકાનેર-મિનાક્યારની બસ દાહોદ આવશે એક તરફ જ્યારે ચૂંટણીલક્ષી આચાર સહિતા અમલમાં આવી ચૂકી છે ત્યારે બીજી તરફ કોરોનાનો ભય પણ હજુ છે ત્યારે રાજકોટ એસ.ટી. નિગમે વાંકાનેરથી જામનગર અને જામનગરથી મિનાકયાર સુધીના બે નવા રૂટનો આરંભ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મિનાકયાર જતી બસ દાહોદ ખાતે પણ આવશે. આમ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગર પાલિકા તથા નગરપાલિકાઓની ચૂંટણી ખૂબ નજીકમાં છે અને તેની આચારસંહિતા લાગુ પડી ચુકી હોવા છતાં પણRead More
હાલાકી: દેવગઢ બારીયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ માટેની કામગીરી ટલ્લે ચઢી, 3 મહિનાથી કામગીરી સદંતર બંધ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારીયા3 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર. NFSA રેશનકાર્ડ માટેની ઢગલાબંધ અરજી પેન્ડિંગ : અરજદારોને ધક્કા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડ સહિત સરકારી સહાય યોજનાની કામગીરી સાવ ખાડે જતાં કોરોનાકાળમાં અરજદારોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ત્રણ માસથી રેશનકાર્ડની થોકબંધ અરજીઓ પેન્ડિંગ પડી છે. જ્યારે વિવિધ સરકારી સહાય યોજનાની અરજીઓ પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા સામાન્ય પ્રજાને અનેકવિધ કનડગત કરાતી હોવાની લોકબૂમ ઉઠી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા મામલતદાર કચેરીના વહીવટને કોરોનાRead More
તકરાર: માતવામાં છોકરીના નિકાલ મુદ્દે તકરાર, 1નો હાથ ભાંગ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. છોકરીને ભગાડતાં મહિલા સહિત 2 સાથે મારામારી યુવતીના પિતા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી ગરબાડા તાલુકાના માતવા ગામે છોકરીનો નીકેલ કેમ કરતા નથી કહી તકરાર કરી એક મહિલા સહિત બે સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચાર વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ગરબાડા તાલુકાના માતવા ગામના સામલાભાઇ કચરાભાઇ હઠીલાનો છોકરો બે મહિના અગાઉ કથોલીયા ગામની રમેશ ઉર્ફે રમણભાઇ પરથીભાઇ રોઝની છોકરીને ભગાડીને લાવ્યો હતો. જેની અદાવત રાખી યુવતીનાRead More
દુર્ઘટના: જાલત પાસે કારની અડફેટે આવેલા બાઇક ચાલકનું મોત : 3 ઇજાગ્રસ્ત
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દાહોદ ઇન્દોર હાઇવે ઉપર જાલત ગામ નજીકની ઘટના દાહોદ તાલુકાના જાલત ગામે હાઇવે પર બાઇક લઇને રોડની સાઇડમાં ઉભેલા બે વ્યક્તિઓને કારે ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે કાર ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કુન્દનપુરના નનેશબાઇ ધીસીયાભાઇ ડોડીયાર તથા સુરેશભાઇ દિતાભાઇ ડોડીયાર ગતરોજ પોતાની જીજે-45-એમએન-9372 નંબરની મોટર સાયકલ ઉપર દાહોદથી પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન નનેશભાઇનો મિત્ર વિજય દરૂRead More
‘શિયાળું વિઝા’: યુરોપથી છેક દાહોદ આવેલા બતક રેડ ક્રિસ્ટેડ પોચાર્ડ અાકર્ષણનુ કેન્દ્ર
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ22 મિનિટ પહેલા કૉપી લિંક રેડ ક્રેસ્ટેડ પોર્ચાડ જેને ગુજરાતીમાં લાલચાંચ કારચીયા કે રાતોબારી કહેવાય છે હજારો કિ.મી. નો પ્રવાસ કરીને દાહોદ આસપાસ આવેલા જળાશયોમાં પડાવ નાખતા રાતોબારી દાહોદમાં શિયાળાની મોસમ પક્ષીવિદો-પ્રેમીઓ માટે અનોખો અવસર લઇને આવે છે. માગસર મહિનાની આસપાસ જયારે ઠંડી જોર પકડવાનું શરૂ કરે છે ત્યારે છેક યુરોપથી પ્રવાસ કરીને આવતા રેડ ક્રેસ્ટેડ પોર્ચાડ જેને ગુજરાતીમાં લાલચાંચ કારચીયા કે રાતોબારી કહે છે દાહોદમાં મોટી સંખ્યામાં પોતાનો શિયાળો ગાળે છે. ગુજરાતમાં થોર જેવા તળાવમાં પણ આRead More