Friday, January 29th, 2021

 

ઘરપકડ: જામીન પર ફરાર થયેલા બે ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ પેરોલ ફર્લો સ્કોર્ડે વચગાળાના જામીન પર છુટ્યા બાદ હાજર નહી થયેલા આરોપી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં પીપલોદ દાહોદ રોડ દેવગઢ બારિયાનો મનીષ લખારા તથા શહેર પોલીસ મથકમાં 4 ગુનામાં આરોપી દાહોદનો રોહિત વિજય બારીયા બન્ને વોન્ટેડ આરોપીઓ ઘરે હોવાની બાતમી મળતાં પી.એસ.આઇ. તથા સ્ટાફે તપાસ કરતાં બન્ને આરોપીઓ ઘરે મળી આવતાં તેઓની ધરપકડ કરી સંબંધીત પોલીસ મથકે સોપ્યા હતા.


સેરેમની: દાહોદની ઝાયડસ કોલેજમાં વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ હતી.ઝાયડસ ફાઉન્ડેશનના ડાયરેક્ટર જે.બી. ગોરના અધ્યક્ષ સ્થાને સંસ્થાના નીમનળિયા કેમ્પસમાં તા.29.1.2021ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના સી.ઓ.ઓ. ડો. સંજયકુમાર, ડીન ડો. સી.બી. ત્રિપાઠી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સિનિયર મેનેજર હેતલબેન રાવ, એડમીન વિશાલ પટેલ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ મેડીકલ કોલેજના 2020-2021ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સફેદ કોટ, સ્થેટોસ્કોપ વગેરે આપી પ્રોત્સાહિત કરાયા હતા.


કોરોના અપડેટ: પંચમહાલમાં કોરોના સંક્રમણના 2 કેસ નોંધાયા, કોરોના @ 3939 : કોરોનાગ્રસ્ત 4 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગોધરા35 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. પંચમહાલ જિલ્લામાં શુક્રવારે કોવિડ-19 સંક્રમણના નવા 2 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3939 થવા પામી છે. 4 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા 38 થઈ છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી શહેરી વિસ્તારોમાંથી 1 મળી આવ્યા છે. જે કેસ ગોધરામાંથી મળી આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2882 કેસ નોંધાયા છે. જયારે ગ્રામ્યRead More


ચીમકી: પાટીયાના મુવાડામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વિરપુર35 મિનિટ પહેલા કૉપી લિંક પાટીયાના મુવાડામાં પ્રાથમિક સુવિધાના મળતા ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો હતો. પ્રાથમિક સુવિધાના અભાવે ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનર સાથે ગ્રામજનોનો આક્રોશ મહિસાગરમાં આગામી સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી યોજાઇ રહી છે. જેને ધ્યાને લઈ રાજકીયપક્ષો દ્વારા અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ત્યારે ચુંટણીને ધ્યાને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી મતદારો સુધી પહોંચવા અને રીઝવવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે વિરપુર તાલુકાના પાસરોડા વિસ્તારમાં આવેલા પાટીયાનાRead More


વાણિજ્યક પ્રવૃત્તિની છૂટ: દાહોદમાં હવે રવિવારે પણ વાણિજ્યક પ્રવૃત્તિની છૂટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડાને પગલે તંત્રનો નિર્ણય કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવાનું રહેશે દાહોદના વેપારીઓને એક મહત્વપૂર્ણ રાહત આપવા તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા કલેક્ટરે કહ્યું છે કે, હવેથી રવિવારે પણ વેપારીઓ વાણિજ્યક પ્રવૃત્તિ કરી શકશે. ગત દિવાળીના તહેવારને ધ્યાને રાખીને તે સમયે વેપારીઓને રવિવારે વેપારી પ્રવૃત્તિ કરવાની છૂટ આપી હતી. પણ તે બાદ કોરોનાના કેસોમાં સતત વધારાને કારણે ફરી તેને અંકુશમાં લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણકારી નિર્ણયો કર્યાRead More


સંપર્ક અભિયાન: શ્રીરામ મંદિરનિધિ સમર્પણમાં દાહોદમાં ઘર સંપર્ક અભિયાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક આયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થનારું છે શહેરના 13 મંદિરોથી અભિયાનનો પ્રારંભ થશે તારીખ 15 જાન્યુઆરીથી આરંભાયેલ શ્રીરામ મંદિરનિધિ સમર્પણ અભિયાન અંતર્ગત દાહોદ શહેરમાં 31 જાન્યુઆરીથી પ્રત્યેક ઘરે સંપર્ક કરવાનો પ્રારંભ થશે.હિંદુ સમાજના વર્ષોના સંઘર્ષ પછી જયારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે રામ મંદિર માટે નિધિ સમર્પણ કાર્યક્રમ હેઠળ દાહોદ શહેરમાં પણ હિંદુઓના ઘરે ઘરેથી ફાળો પ્રાપ્ત થાય તે માટે તા. 31.1.2021ની સવારે 10 વાગે સમિતિના અંદાજે 450Read More


આપઘાત: દાહોદના બસ સ્ટેશનમાં મઘ્પ્ય પ્રદેશ ની યુવતીનો ગળાફાંસો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. પોલીસ-ડેપોના કર્મીઓ દોડી આવ્યા દાહોદના બસ સ્ટેન્ડમાં સવારના સમયે એક યુવતી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવાતા ચકચાર મચી હતી. મધ્યપ્રદેશના સેજાવાડાની કેસી સીંગાડીયા નામની 20 વર્ષિય યુવતી દાહોદના બસ સ્ટેશન પરિસરના પાછળના ભાગે એક વૃક્ષ ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મૃત જોવાતા લોકટોળા ઉમટ્યા હતા. જાગૃત્ત નાગરિકો દ્વારા તંત્રને જાણ કરતા પોલીસકર્મીઓ અને બસ સ્ટેશનના કર્મચારીઓ ઘટના સ્થળે આવીને આ યુવતીને ઝાડ ઉપરથી ઉતારી હતી. જયાં તેની હથેળી ઉપર ‘તું મને મળવાRead More


ફરિયાદ: કતવારાની પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકતા સાસરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક પતિ, સાસુ અને જેઠ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ દાહોદના કતવારા ગામની 27 વર્ષિય પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા પતિ સહિત સાસરિયાઓ વિરૂદ્ધ પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદના ગારખાયા વિસ્તારમાં રહેતા હિનાબેન પરમારના લગ્ન 11 માસ અગાઉ કતવારાના પલ્લકભાઇ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ એકાદ મહિનો સારી રીતે રાખ્યા બાદ પતિ પલ્લકભાઇ તથા સાસુ મંજુલાબેન અને જેઠ કૃણાલભાઇ ઘરના કામકાજ મુદ્દે હેરાન પરેશાન કરી ઝઘડોRead More


યુવતીનો આપઘાત: મારા મોતની જવાબદાર હું છું લખી દાહોદ બસ સ્ટેશનના વર્કશોપ પાછળ ઝાડ પર યુવતીની લટકતી લાશ મળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક યુવતીએ આત્મહત્યા કરી હશે કે? કોઈકે તેની હત્યા કરી લાશને લટકાવી દીધી હશે? લોકોમાં ચર્ચાઓ દાહોદ શહેરના બસ સ્ટેશનના વર્ક શોપની પાછળના ભાગે એક ઝાડ પરથી એક યુવતીની લાશ મળી આવતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યુવતીના હાથ પર મારા મોતની જવાબદાર હું છું તેવું લખાણ હિંદીમાં હતું. ઝાડ પર લટકતી યુવતીની લાશ મળ્યાની ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી યુવતીના વાલીવારસની શોધખોળનો ધમધમાટRead More