Monday, January 25th, 2021

 

દુર્ઘટના: દાહોદમાં ઘરમાં શોટસર્કિટથી આગ લાગતા 3 બાળકો દાઝ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લોકોએ ઘરની બારી તોડી બાળકોને બહાર કાઢ્યા દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારમાં લાકડાના બેન્સો પાસે રહેતાં અનવર સલીમભાઇ પઠાણ કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સોમવારના રોજ તેઓ નિત્યક્રમ મુજબ કલર કામ માટે નીકળી ગયા હતાં. ત્યારે 10.30 વાગ્યાના અરસામાં તેમના પત્ની ફેમીદાબેન શાક લેવા ગયા હતાં. આ વખતે ત્રણે બાળકો 6 વર્ષીય અરમાન પઠાણ, 4 વર્ષીય સારા પઠાણ તેમજ અઢી વર્ષીય આરફા પઠાણ ઘરે એકલા હતાં. આ વખતે કોઇ કારણોસર ઘરમાંRead More


કાર્યવાહી: લીમડી-ચાકલીયા ચોકડીથી 1.46 લાખના દારૂ સાથે 1 ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ LCB પોલીસ ટીમ બાતમીથી ઝાલોદ તાલુકાના લીમડી-ચાકલીયા ચોકડી પાસે વોચમાં ઉભા હતા. તે સમયે સ્કોર્પિયો ગાડી આવતા તેને રોકી ગાડીમાં તલાસી લેતાં વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 1920 કિંમત રૂા.1,45,920નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ અને કાર મળી કુલ રૂા.3,45,920નો મુદ્દામાલ જપ્ત કરી સ્કોર્પિયો ગાડીના ડ્રાઇવર ઝાલોદની ઠક્કરબાપા સોસાયટીના ભાવેશ સનીયા સંગાડાની ધરપકડ કરી તેની સામે દારૂનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


કોરોના મહામારી: સોમવારે દાહોદ જિલ્લામાં નવા 2 કોરોના સંક્રમિત નોંધાયા : બંને કેસ દાહોદ શહેરના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 2 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આમાં દાહોદ શહેરના જ બે દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીના આગલા દિવસે તારીખ 25 જાન્યુઆરીના સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 155 સેમ્પલો પૈકી 2 અને રેપીડના 536 સેમ્પલો પૈકી તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી સાજા થયેલા 7 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 33Read More


અપહરણ: દેવગઢ બારિયામાંથી લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીઆ તાલુકાના દેગાવાડા ગામે રહેતો વિનોદભાઈ ધોળાભાઈ કોળીએ તા.18મી જાન્યુઆરીના રોજ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી, લગ્ની કરવાની લાલચ આપી પત્ની તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી જતાં આ સંબંધે સગીરાના પિતાએ વિનોદ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.