Tuesday, January 12th, 2021

 

ગૌરવ: શાસ્ત્રિય ગાયન સ્પર્ધામાં દાહોદની વિદ્યાર્થિની દ્વિતીય ક્રમે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એમ.વાય.હાઈસ્કૂલની વિધાર્થીની મેઘા ત્રિલોકકુમાર યાદવે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. તા.9.1.21ના રોજ વડોદરા ખાતે સ્પર્ધામાં 15 થી 20 વર્ષની વયજૂથની સ્પર્ધામાં ‘નાદ સ્પંદન સંગીત કલા સંસ્થાન’ સાથે જોડાયેલી સંગીતજ્ઞ ડૉ. કપિલદેવ ત્રિવેદીની શિષ્યા મેઘા યાદવ સાથે હાર્મોનિયમ ઉપર ઉમંગ કૌશલે તથા તબલા ઉપર પ્રથમ ભગતે સહાયક કલાકાર તરીકે પોતાની ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવીને દાહોદનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું હતું.


સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતી: દાહોદ અખિલ ભારતીય પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીની ઉજવણી થઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા ABVP દ્વારા દાહોદ ગોવિંદનગર સ્થિત જ્ઞાનદીપ હોલમાં સ્વામી વિવેકાંનદજીની 158 મી જન્મ જયંતિની ઉજવણી થઈ ‌હતી. જેમાં‌ સ્ટેશનરોડ સ્થિત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાના પૂજન બાદ વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે એ.બી.વી.પી. પંચમહાલ વિભાગના ગૌતમભાઈ ગામીત સહિત નડિયાદ વિભાગના કોલેજીયન પ્રમુખ ધ્રુપલભાઈ સોની, દાહોદ નગર અધ્યક્ષ ડો.નિલેશભાઈ વાઘેલા, દાહોદ નગર મંત્રી સુધીરભાઈ મેડાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જેમાં જાન્વીબેન પંડ્યા, તેજસ્વીનીબેન રોજયા અને અલીફજાનRead More


ક્રાઇમ: રામપુરામાં અકસ્માત થતાં ટ્રક ચાલકનું અપહરણ : 50 હજારની ખંડણી માગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હીમાલા અને કોટડાખુર્દના યુવકો સામે ગુનો દાખલ ટ્રક રિવર્સમાં લેતાં મહિલા વન કર્મીનું મોત થયું હતું જુનાગઢના જયદીપભાઇ ગઢવી પોતાના કબજાની ટ્રક જીજે- 03- બીડબલ્યુ- 6639 લઇને કાચ બનાવવાનો સોડા ભરીને જુનાગઢના રહેવાસી ક્લીનર ભરતભાઇ ગરેજા સાથે ઇન્દૌર જઇ રહ્યા હતાં.10 જાન્યુઆરીએ સાંજના પાંચ વાગ્યાના અરસામાં રામપુરા ગામે ગેરેજ જોવાતા હાઇવે ઉપર ટ્રકમાં કામ કરાવવાનું હોવાથી બ્રેક મારીને ટ્રક રિવર્સ લીધી હતી. આ વખતે મોપેડ ઉપર પાછળ આવતા વન કર્મચારીને ટક્કર વાગતાંમોત થયુંRead More


મીડિયાના વર્કશોપનું આયોજન: દાહોદ APMC ખાતે ભાજપ જિલ્લા મીડિયાના વર્કશોપનું આયોજન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલ ખાતે ભાજપ પ્રદેશ મીડિયાના નેતાઓની હાજરીમાં દાહોદ જીલ્લા ભાજપ મીડિયાનો વર્કશોપ કાર્યક્રમ યોજાયો હતો. જેમા મધ્ય ગુજરાત મીડિયા કન્વીનર સંજીવભાઇ પંચોલી,મધ્યગુજરાતના મીડિયા પ્રવકતા કેયુરભાઇ રોકડીયા,દાહોદ મીડિયાના કન્વીનર મુન્નાભાઇ યાદવ સાથે આઠ તાલુકાના મીડિયા કન્વીનરો તેમજ સહ કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યવાહી: અમદાવાદ સહિત ચાર જિલ્લાની છ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી દાહોદ ગેંગના 2 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કડીના ડરણ અને વિજાપુર પાસે જિનમાં તેમજ ઊંઝાના બ્રાહ્મણવાડામાં ગોડાઉનમાં હાથ માર્યો હતો અમદાવાદ સહિત ચાર જિલ્લાની છ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ગરબાડા તાલુકાના બે યુવકોની મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે દ્વારા ધરપકડ કરી છે. જેઓ મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ અને બોટાદ જિલ્લાની 6 ચોરી કબૂલી છે. મહેસાણા જિલ્લામાં કડીના કડીના ડરણ, વિજાપુર અને ઊંઝાના બ્રાહ્મણવાડા પાસે ચોરી કર્યાનું ખુલતાં પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તજવીજ કરી છે. પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ડી.એન. વાંઝા અને સ્ટાફેRead More


ભાસ્કર વિશેષ: કોરોના સેફ એન્જિનિયરિંગ ફેલોશિપ માટે દાહોદના વિદ્યાર્થીની પસંદગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક નીરજ શાહ, પસંદ થયેલ વડોદરાનો વિદ્યાર્થી પસંદગી પામેલા બંને હાલમાં મદ્રાસ આઈઆઈટીમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થી, બે પૈકી એક વડોદરાનો હાલ મદ્રાસ આઈ.આઈ.ટી.માં છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા દાહોદના યુવાન રુદ્ર પ્રિતેશકુમાર દેસાઈની પસંદગી કોરોના સેફ એન્જીનીયરીંગ ફેલોશિપ કાજે થઈ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા આ માટે ભારતભરની IITS,, NITS, IIITS ક્ષેત્રની અગ્રિમ પંક્તિની વિવિધ કોલેજોમાં ભણતાં 50,342 વિદ્યાર્થીઓ પૈકી માત્ર 24 જ વિદ્યાર્થીઓની આ માટે પસંદગી થવા પામીRead More


રોજગારી અંગે માર્ગદર્શન: દાહોદ જિલ્લાના રોજગારવાંછુ યુવાનો માટે કોલ સેન્ટરનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફોન પર રોજગારી અંગે માર્ગદર્શન મળશે રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનો માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફોન કરવાથી દાહોદ જિલ્લામાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી મળશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો તેમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ જોડાયા હતા. દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનોRead More