Sunday, January 10th, 2021

 

વિવાદ: સગીરાનું અપહરણ કરાતા ઉંડારના યુવક સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નપુર તાલુકાની સગીરા તા.1 જાન્યુ.એ શૌચક્રિયા માટે ગઇ હતી. તે દરમિયાન ઉંડારના રાજુ ભાભોર ત્યાં આવી સગીરાને પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ભગાડી ગયો હતો. સગીરા મોડે સુધી ઘરે પરત નહીં આવતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન ઉંડારનો રાજુ ભાભોર સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સગીરાના પિતાએ રાજુ રમણ ભાભોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


કાર્યવાહી: સેવનીયામાં દારૂ સાથે બાઇક ફેંકી ખેપિયો ફરાર, રૂા. 54,760નો મુદ્દામાલ જપ્ત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ. એ.એ.રાઠવા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે સેવનીયા વાસ વાળા જંગલમાંથી એક વ્યક્તિ મોટર સાયકલ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ સેવનીયા ચોકડી થઇ રેઢાણા ગામ તરફ જવાનો હોવાની બાતમી મળતા જંગલમાંથી આવતા પગદંડી રસ્તા પાસે વોચમાં ઉભા હતા. ત્યારે એક મોટર સાયકલ ચાલક પોલીસને જોઇ પોતાની જીજે-17-6464 નંબરની મોટર સાયકલ મુકી અંધારામાં ઝાડીઝાખરામાં થઇ ભાગી ગયો હતો. મોટર સાયકલ ઉપર લાદેલા થેલામાં તપાસRead More


ભાસ્કર વિશેષ: બોરડીમાં માલગાડીને હોનારતથી બચાવનાર પોઇન્ટમેનને જી.એમ દ્વારા સન્માનિત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એક્સલમાં ધુમાડો નીકળતો જોઇ ગાડી રોકાવી આગ ઓલવી હતી પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં ઉતકૃષ્ઠ કામ કરનારા બે કર્મચારી સહિત પશ્ચિમ રેલવેના જી.એમ અલોક કંસલે કુલ 15 કર્મચારીઓને વર્ચુઅલ માધ્યમથી ‘મેન ઓફ ધી મન્થ’ ગણાવી સન્માનિત કર્યા હતાં. જેમાં દાહોદના બોરડીના એક પોઇન્ટમેનનો પણ સમાવેશ થયો હતો. નવેમ્બર 2020માં ઉત્કૃષ્ઠ કામ કરનારા રતલામ મંડળમાં સમાવિષ્ઠ દાહોદ તાલુકાના બોરડી ગામમાં પોઇન્ટમેન તરીકે ફરજ બજાવતા ફકરૂરામને સન્માનિત કરાયા હતાં. ફકરૂરામે પોતાની ફરજ દરમિયાન બોરડીમાં માલગાડી કેઆરસીએRead More


સુવિધા: દાહોદ જિલ્લા માટે આજથી સ્પે. ટ્રેનનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં આજથી વધુ એક ટ્રેનની સુવિધા રેલવે વિભાગ દ્વારા આપી છે. 09019-09020 બાન્દ્રા ટર્મિનસ હરિદ્વાર-બ્રાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ ટ્રેન 11 જાન્યુ.થી શરૂ કરશે. આ ટ્રેન 11 જાન્યુઆરીથી બાન્દ્રા ટર્મિનસથી 00.05 વાગ્યા નીકળી રતલામ મંડળના સંતરોડ, પીપલોદ, લીમખેડા, મંગલમહૂડીથી સવારે 9.03 વાગ્યે દાહોદ બાદ બોરડી, સ્ટેશને રોકાશે. બીજા દિવસે આ ટ્રેન મુંબઇ તરફ જવા માટે 11.27 વાગ્યે દાહોદ શહેરના સ્ટેશને રોકાશે. કોઇ કારણોસર આ ટ્રેનને બોરડી સ્ટેશને વધુ સમય સુધી રોકવામાં આવશે. ટ્રેનમાં બેRead More


લોકાર્પણ: દાહોદ રેલવે સ્ટેશને આજે 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક भाભાસ્કર વિશેષ |રવિવારે વિવિધ કામગીરીને આખરી ઓપ અપાયો દાહોદ શહેરના રેલવે સ્ટેશને મુસાફરો તેમજ પ્રજામાં રાષ્ટ્ર પ્રત્યે સન્માનની ભાવનાને વધારવા માટે ભારતીય રેલવેના તમામ મુખ્ય અને જિલ્લા મુખ્યાલ વાળા સ્ટેશનો ઉપર 100 ફુંટ ઉંચા રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ શહેરના રેલવે સ્ટેશને પણ 100 ફુંટ ઉંચા રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરીને લોકાર્પણ11 જાન્યુઆરી સોમવારે સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય વજેસિંહ પણદાની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. રતલામ મંડળમાં સૌ પ્રથમ ઇન્દૌર સ્ટેશન ઉપર 100 ફુંટRead More


કોરોના અપડેટ: દાહોદના ચાર મળી જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકારત્મક તસ્વીર દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ 7 કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા 271 આરટીપીસીઆર અને 521 રેપીડ ટેસ્ટ કર્યા હતાં. જેમાં દાહોદ શહેરના ચાર, ઝાલોદ ગ્રામ્યના બે અને લીમખેડાનો એક મળી સાત લોકોને રવીવારે પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 2733 ઉપર પહોચ્યો છે. રવીવારના રોજ સાજા થયેલા 13 લોકોને રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 90 હોવાનું જાણવા મળ્યું છે.


વિતરણ: દાહોદ ગુજરાત ગોર વણઝારા સમાજ યુવા સંગઠને 2021નું કેલેન્ડર છપાવી વિતરણ કર્યુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ ગુજરાત ગોર વણઝારા સમાજ યુવા સંગઠન દ્વારા ચાલુ વર્ષે 2021નું કેલેન્ડર છપાવ્યું હતું. જેનું વિમોચન વણઝારા સમાજના વડીલો તેમજ યુવાભાઈઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને તેજ દિવસે વિના મૂલ્યે કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યું હતું.


આપઘાત: મંગલમહુડી પાસે પ્રેમી પંખીડાંએ ટ્રેન આગળ પડતું મુકતાં બંનેનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ34 મિનિટ પહેલા કૉપી લિંક યુવક ઘટના સ્થળે જ્યારે યુવતી સારવાર વેળા મોતને ભેટી લીમખેડા તાલુકાના મંગલમહુડી રેલવે સ્ટેશન નજીક પ્રેમી પંખીડાએ આયખાનો અંત આણવા માલગાડી સામે પડતુ મુક્યુ હતું. જુદા-જુદા ગામના આ પ્રેમી પંખીઓ પૈકી ઘાયલ યુવકનું ઘટના સ્થળે મોત થઇ ગયું હતું જ્યારે સારવાર માટે ખસેડાયેલી યુવતીએ સારવાર વેળા શ્વાશ છોડ્યો હતો. જીઆરપીએ અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મંગલમહુડી રેલવે સ્ટેશન નજીક કિ.મી. નં.517/બીRead More


આયોજન: દુધિયામાં ભાજપા કિસાન મોરચાની કારોબારી યોજાઇ, યોજનાઓની માહિતી અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા35 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદના સાંસદ ઉપસ્થિત રહ્યા રવિવારે કિસાન મોરચા દાહોદ જિલ્લાની કારોબારીની બેઠક દુધિયાના ગણેશ મંદિર મુકામે બાબુભાઇ જેબલિયા પ્રમુખ કિસાન મોરચો ગુજરાત પ્રદેશ તથા દાહોદ સાંસદ જશવંતસિંહજી ભાભોર, શંકરભાઇ અમલિયાર પ્રમુખ દાહોદ ભાજપા , સ્નેહલ ધરીયા, નરેન્દ્રભાઈ સોની, મહામંત્રી ભાજપા દાહોદ, કિસાન મોરચા દાહોદ જિલ્લાના પ્રમુખ રમેશભાઈ ગારી વિગેરેની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. કારોબારી બેઠકમાં કિસાન સુધારા કાયદો, સૂર્યોદય યોજના, પેજ સમિતિ, રામ મંદિર સહયોગ નિધિ,અને કિસાન યોજનાઓની માહિતી અંગે મહાનુભાવો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાંRead More