Saturday, January 9th, 2021
કોલ્ડ વેવ: દાહોદમાં ઋતુઓનો ત્રિવેણી સંગમ રચાયો 27 ડિગ્રી તાપમાન રહ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર શનિવારે દાહોદમાં ફરી એકવાર શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુઓનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સવારે ઠંડી, બપોરે માવઠું અને બપોર બાદ ગરમી સાથે લોકોમાં સારી, ખાંસી, તાવ જેવા લક્ષણો વધ્યા હતા.દાહોદમાં શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ રચાયું હતું. તો બપોર બાદ માવઠાં રૂપે સાવ અચાનક જ ઝરમર છાંટા વરસ્યા હતા. તો બપોરે ત્રણ વાગ્યા બાદ મહત્તમ 27 સે.ગ્રે.ડિગ્રી સાથે તાપમાનનો પારો વધતા લોકો સાથે ગરમી વર્તાઈ હતી. આમ, એક જ સપ્તાહમાંRead More
ભાસ્કર વિશેષ: દાહોદમાં આરોગ્યની ટીમની મદદથી એકાકી વૃદ્ધ ભાઇ અને બહેનને દવાખાને ખસેડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર પોતીકાં ભયભીત હોઈ વહીવટી તંત્ર સ્વજન બનીને વૃદ્ધોની આગળ આવ્યું 10 દિવસથી ઘરે તકલીફ વેઠી રહ્યાં હતા : ઉંચકીને લાવવાના સ્થાને 108 પાછી મોકલી દેવાઇ! દાહોદ શહેરના એક વિસ્તારમાં ભદ્ર સમાજના એક વૃદ્ધ વિધવા બહેન અને તેમની સાથે રહેતા તેમનાથી પણ મોટી વયના વયોવૃદ્ધ ભાઈને છેલ્લા દસ દિવસથી શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો સાથે જમવામાં પણ તકલીફ પડતી હતી. આ બંને વૃદ્ધોને ત્રણ- ચાર દિવસથી ભોજન નહીં લેવાતું હોઈ ઘરની સીડીRead More
કામગીરી: નવાગામ- સુલીયાત મોરાના રસ્તાનું કામ શરૂ થતાં વાહન ચાલકોમાં ખુશી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી40 મિનિટ પહેલા કૉપી લિંક રસ્તાનું ચાલતુ કામ. રસ્તા સાંકડા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી મોરવા હડપ તાલુકાની સરહદ અને સંજેલી ગોધરા તરફના નવાગામ- સુલીયાત મોરાના રસ્તાઓ સાંકડા હોવાથી નાના મોટા વાહન ચાલકો માટે ખુબજ મુશ્કેલી પડતી હતી. આવા સાંકડા રસ્તાઓ પહોળા કરવાની તથા સારી રીતે ડામર કામ થાય તેમાટે વારંવારની રજૂઆતો બાદ વતર્માન સમયે આ રસ્તાનું કામ શરૂ થતાં વાહન ચાલકોમાં આનંદ છવાયો છે. જોકે ઝાલોદ નાનસલાઈથી સંજેલી માંડલી નવાગામ, સુલીયાત સંતરામપુરને જોડતા આ સિંગલ રોડને સ્ટેટRead More
કાર્યક્રમ: સંજેલીમાં શિક્ષણ સમિતિ દ્વારા બ્લડ કેમ્પ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી40 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર સંજેલી ખાતે કન્યા વિદ્યાલયમાં તા .11 જાન્યુ.ના રોજ દાહોદ પ્રા.શિક્ષક સંઘ અને જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં સંજેલી ફત્તેપુરા અને સીંગવડ તાલુકાના શિક્ષક ભાઈ બહેનો બ્લડ ડોનેટ કરશે, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતનભાઈ કટારા તથા પ્રા શિક્ષક સંઘના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેટ એ સમાજની સેવાકીય કાર્ય છે. સેવાભાવી ભાઈ- બહેનોને બ્લડ ડોનેટકરવાની ઇચ્છા હોય તેઓ પણ આપી શકે છે.