Thursday, January 7th, 2021

 

લાયન્સ ક્લબની સ્થાપના: બાકોર પાંડરવાડામાં લાયન્સ ક્લબની સ્થાપના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ બાકોર3 કલાક પહેલા કૉપી લિંક વિશ્વની સૌથી મોટી અને 210 દેશોમાં 14 લાખ જેટલા સભ્યો ધરાવતી લાયન્સ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિકટ 3232એફ1 જેમાં પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, આણંદ, નડિયાદ, નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે. તેના ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે ખડોદી ગામના પાણી પુરવઠા બોર્ડના અધીક્ષક તરીકે તાજેતરમા નિવૃત્ત થયેલ જે.પી ત્રિવેદીની નિમણૂંક થતા સેવાકીય પ્રવૃત્તિનો લાભ ગામ લોકોને થાય તે માટે લાયન્સ ક્લબ બાકોર પાંડરવાડાની સ્થાપના કરાઇ છે . જેના પ્રમુખ તરીકે ડો જગદીશ દવે વગેરેનીનિમણુક કરાઇ છે. બાદ ગરીબ લોકોનેRead More


મુસાફરો પરેશાન: મેમૂ સહિતની લોકલ ટ્રેન શરૂ થવાની હાલ કોઇ શક્યતા નહીં, આગામી સમયમાં શરૂ થઇ શકે છે જનતા અને દેહરાદૂન એક્સપ્રેસ

Gujarati News Local Gujarat Dahod Local Trains Including Memu Are Not Likely To Start At Present, Janata And Dehradun Express May Start In The Near Future. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર દાહોદ- રતલામ રેલવે ખંડ ઉપર લોકલ ટ્રેનો નહીં ચાલતાં મુસાફરો પરેશાન દાહોદ-રતલામ રેલવે ખંડ ઉપર લોકલ ટ્રેનો નહીં ચાલતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. દાહોદ જિલ્લામાં લોકલ ટ્રેનોમાં મોટી સંખ્યામાં વેપારી, મજુર વર્ગ અને દૈનિક મુસાફરો મુસાફરી કરે છે. જોકે, હાલ લોકલ ટ્રેનોRead More


આયોજન: ધાનપુરમાં ‘પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક ધાનપુર ગામમાં જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજ દ્વારા ‘પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. પંચાયત દ્વારા થયેલા તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરી ગામ લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ સાથે ધાનપુરમાં વનનિર્મિત પશુ ચિકિત્સા કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. અલીન્દ્રા, પીપરગોટા, ભુવેરા તથા કંજેટાના પીએચસી, સબસેન્ટર અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાઇ હતી.


ખાતમુહૂર્ત: દાહોદમાં આજે મુખ્યમંત્રીના હસ્તે કડાણા સિંચાઇ યોજનાનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક 1500 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દાહોદ જિલ્લાને 1500 કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે તા.8ને શુક્રવારે ઝાલોદ ખાતે પધારશે. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ.1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના લોકાર્પણ કરશે. ઝાલોદના પાદરમાં આવેલા મેલાણિયા ગામ સ્થિત આઇટીઆઇ પાસે મર્યાદિત લોકોની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ કામોમાં રૂ.1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-1, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગRead More


અકસ્માત: દાહોદ જિલ્લામા માર્ગ અકસ્માતની 2 ઘટનામાં 2નાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર લીમખેડા અને ઝાલોદ તાલુકામાં ઘટનાઓ બની : ત્રણ વ્યક્તિને ઇજા દાહોદ જિલ્લામા મોટા હાથીધરા અને કાળીમહુડી ગામે સર્જાયેલા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. લીમખેડાના મોટા હાથીધરા ગામે ટ્રકના ચાલકે પુરપાટ હંકારી લાવી રસ્તાની સાઈડમાં ઉભેલા કેટલાકને અડફેટમાં લીધા હતાં. તેમાં ગંભીર રૂપે ઘાયલ થયેલા રાજસ્થાનના સાચોર તાલુકામાં રહેતા 27 વર્ષીય સોતારામ દેવાસી (રબારી)નું માથાની ઇજાને કારણે મોત થયું હતું. અકસ્માતમાં શૈલેષભાઇ વસરામભાઈ તથાRead More


નિર્ણય: દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં 62 શિક્ષણ સહાયકોને નિમણૂકપત્રો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષક કર્મ માટે પસંદગી પામેલા 62 શિક્ષણ સહાયકોને ગુરુવારે નિમણૂંકપત્રો એનાયત કરાયા હતાં. આ પ્રસંગે ખાબડે જણાવ્યુ હતું કે,દાહોદ જિલ્લામાં શિક્ષણક્ષેત્રે ખૂટતી કડીઓ જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાયકોની નિયુક્તિ કરી છે. કલેક્ટર વિજય ખરાડીએ આ પ્રસંગે જણાવ્યું કે, બાળકોમાં ભણવા રસ ઉત્પન્ન થાય એ રીતે શિક્ષણ કરવું પડશે. દાહોદ છેવડાનો જિલ્લો છે, પણ અહીં બાળકોમાં શિક્ષણની ભૂખ બહુ જ સારી છે. એટલે નવા શિક્ષકો પાસેથી બહેરત અપેક્ષાRead More


હવામાન: દાહોદમાં ગુરુવારે પરોઢે ધુમ્મસ સાથે ઠંડક ફેલાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર સવારે 16, બપોરે 28 ડિગ્રી તાપમાન દાહોદ શહેરમાં ગુરુવારે વહેલી સવારથી સળંગ બે- અઢી કલાક વાતાવરણ ધુમ્મસથી ઘેરાઈ જતા દાહોદમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તા. 7 જાન્યુઆરીએ વહેલી સવારથી લગભગ દસ વાગ્યા સુધી દાહોદમાં સૂર્ય નહીં નીકળતા ઠંડી લહેરખી ફૂંકાતા લોકોએ ત્રણેક દિવસના બ્રેક બાદ ફરી એકવાર શિયાળાનો અનુભવ કર્યો હતું. જો કે બાદમાં દાહોદમાં તાપ નીકળતા વાતાવરણ હૂંફાળું બનતા બજારમાં ચહલપહલ વધવા પામી હતી. ગુરુવારે બપોરના સમયે દાહોદમાં 28Read More


રક્તદાન: દાહોદમાં શિક્ષકોએ રક્તદાન કરી 117 યુનિટ લોહી ભેગું કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષણ સમિતિનું આયોજન કોરોના મહામારી વચ્ચે વધતા જતા રોડ અકસ્માતમાં રક્તની ખૂબ જરૂરિયાત રહેતી હોય છે. આ સાથે થેલેસેમિયાના બાળકો માટે બ્લડબેંકોમાં લોહીની ઘટ પડી રહી છે ત્યારે લોહીની ઘટ પૂરવા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ દાહોદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. રેડક્રોસ સોસાયટી, દાહોદ ખાતે ગુરુવારે નિયામક પ્રાથમિક શિક્ષણ ગાંધીનગર તથા દાહોદ કલેક્ટરે દીપપ્રાગટ્ય કરી રક્તદાન શિબિરનો પ્રારંભ કરાવ્યો જેમાંRead More


વિચિત્ર અકસ્માત: દાહોદ-ઇન્દોર હાઇવે પર સવારે 4 વાહનો વચ્ચે અકસ્માત, ટ્રેક્ટરે બે બાઇકને અડફેટે લીધી,પટકાયેલા યુવક ઉપર સ્કોર્પિયો ફરી વળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદમાં એકસાથે ચાર વાહનોનો ગોઝારો અકસ્માત થયો હતો.જેમાં એક યુવકનું મોત, ત્રણ યુવકો ઘાયલ હતાં. અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો. એક યુવકનું મોત, ત્રણ યુવકો ઘાયલ ચાલક ટ્રેક્ટર લઇને ફરાર થઇ ગયો ટ્રેક્ટરના ચાલક દ્વારા આડેધડ ટર્ન લેવાના પ્રયાસમાં અકસ્માત દાહોદ શહેરમાં દાહોદ-ઇન્દોર હાઇવે ઉપર સવારે ટ્રેક્ટર,સ્કોર્પિયો અને બે બાઇક મળી ચાર વાહનો વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું જ્યારે ત્રણ યુવકો ઘાયલ થયા હતાં. આ ઘટનાRead More


ઉજવણી: દાહોદમાં શ્રી ગુસાંઈજી પ્રાગટ્યોત્સવની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક દર્શનમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરાયું લાંબા સમય બાદ માત્ર બે દિવસ પૂર્વે જ દર્શનાર્થીઓ કાજે ખુલેલ શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે શ્રી ગુસાંઈજી પ્રાગટ્યોત્સવ અનન્ય શ્રદ્ધા સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવાયો હતો. કોરોનાકાળમાં સરકારી ગાઈડલાઈન સાથે વિવિધ ધાર્મિક સ્થળો ખોલી દેવાના નિર્ણય બાદ પણ મોડે સુધી નહીં ખુલેલ દેસાઈવાડ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે શ્રી વિઠ્ઠલનાથજી (ગુસાંઈજી) પ્રાગટ્યોત્સવ નિમિત્તે સવારે કેસરસ્નાનના દર્શન બાદ બપોરના સમયે રાજભોગમાં નંદ મહોત્સવના દર્શન થતાં ગણતરીના વૈષ્ણવોએ હર્ષોલ્લાસ ‌સાથે ભાવવિભોરRead More