Sunday, January 3rd, 2021
રકતદાન શિબિર: દાહોદ રેડક્રોસના સહયોગથી લાયન્સ કલબ ઓફ ગોદી રોડ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક માનવસેવાના કાર્યો કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાના સહયોગથી લાયન્સ કલબ ઓફ ગોદીરોડ દાહોદ દ્વારા માનવસેવાના કાર્ય માટે ગોદીરોડ ખાતે રકતદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પમા ઉત્સાહ પૂર્વક રકતદાતાઓએ સ્વૈચ્છીક રકતદાન કરી ધન્યતા અનુભવી હતી. આ રક્તદાન શિબિરમાં રેડક્રોસના હોદ્દેદારો તથા લાયન્સ કલબ ઓફ ગોદીરોડ દાહોદના હોદ્દેદારો તથા સેવાભાવી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સેવા આપી હતી.
કમોસમી વરસાદ: દાહોદમાં શનિવારની રાત્રે કમોસમી વરસાદ પણ ઠંડીમાં ઘટાડો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં રવિવારે પણ આખો દિવસ તડકા-છાયડાની રમત ચાલી : ચણાની ખારાશ મરતાં ઇયળ પડવાનો ભય દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. ત્યારે શનિવારની રાત્રે એકાએક વાતાવરણ બદલાતા દાહોદ શહેર સહિત જિલ્લાના કેટલાંક સ્થળોએ કમોસમી વરસાદ વરસ્યો હતો. દાહોદ શહેરમાં બે તબક્કામાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં બજાર વિસ્તાર ભીનો થઇ રહ્યો હતો ત્યારે સ્ટેશન રોડ કોરુ હતું. અને બજારના રસ્તા ભીના કર્યા બાદ વરસાદે સ્ટેશન રોડ,ગોદીરોડ વિસ્તારમાં એન્ટ્રીRead More
અકસ્માત: ટાંડી બાયપાસ ઉપર કારની ટક્કરે બાઈક ચાલક ઘાયલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર પીછો કરતાં કાર ચાલક ફરાર થયો ખરગોનના વાડ ગામના સુરેશ માહીલ તથા મિત્ર ગંગારામ બન્ને જણા તા.12મી નવેમ્બરના રોજ સવારે બાઇક પર વાંસવાડાના મહુડી ગામે ગંગારમના સંબંધીના ઘરેથી નીકળ્યા હતા. તે દરમિયાન ઇકોના ચાલકે પૂરઝડપે હંકારી લાવી ગંગારામની બાઈકને અડફેટે લઇ અકસ્માત કરી ભાગી ગયો હતો. આ દરમિયાન ગંગારામની બાઈક પાછળ આવતાં કેરમસિંહ તથા નરેશભાઇએ બાઇક ઉપર તેનો પીછો કરતા ચાલક વરોડ ટોલનાકા પર ગાડી મુકી ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંગારામનેRead More
ક્રાઇમ: સીંગાવલીમાં મોટર અને વાયરની ચોરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક સીંગાવલી પ્રા.શાળાના કમ્પાઉન્ડમાં આવેલા બોરમાંથી 1.5 હોર્સ પાવરની પાણીની સબમર્શિબલ મોટર તથા વાયર જેની કિંમત 10,000ની ચોર ઇસમો ચોરી કરી લઇ ગયા હતા. 31મી સવારે શાળામાં નોકરી કરતા કમલેશકુમાર પરમાર સ્કૂલે આવતાં ગ્રાઉન્ડમાં મોટરની પાઇપના ટુકડા પડેલા જોવા મળતા તપાસ કરતાં સ્કૂલના બોરની પાણીની સબમર્શિબલ મોટર તથા વાયરોની ચોરી થઇ હોવાનું જોવા મળતાં ચોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
સોનાએ વર્ષ 2020માં 28 ટકાનું રિર્ટન આપ્યું: 2020માં સોનાના ભાવ 28% વધ્યા, આ તેજી નવા વર્ષમાં રૂા. 60 હજાર પ્રતિ ગ્રામે પહોંચાડશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક 10 વર્ષમાં સૌથી વધુ 35% ભાવ 2011માં વધ્યો હતો : 6 વર્ષમાં સોનું બમણું મોંઘું થયું કોરોનાની મહામારી છતાય દાહોદમાં સોનાએ વર્ષ 2020માં 28 ટકાનું રિર્ટન આપ્યું છે. 2020ની શરૂઆતના પ્રથમ સપ્તાહમાં સોનાનો ભાવ 40100 રૂપિયા હતો જ્યારે વર્ષના અંતમાં 31 ડિસેમ્બર 2020એ આ ભાવ 51400 રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયો છે. નવા વર્ષના પ્રથમ દિવસ 1 જાન્યુઆરીએ સોનાનો ભાવ 51500 રૂપિયા રહ્યો હતો. સોના-ચાંદીના વેપારથી જોડાયેલા લોકોના મત મુજબ 2021ના અંતRead More
ભાસ્કર વિશેષ: સબ સેન્ટર, આંગણવાડીમાં ક્ષતિ જણાતાં કર્મચારીઓ સામે પગલાં લેવા હુકમ કરાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગડોઇમાં DDOની અધ્યક્ષતામાં ‘પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમ યોજાયો ગડોઇ ગામે ટીડીઓ રચિત રાજની અધ્યક્ષતામાં “પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ગડોઈમાં પંચાયત દ્વારા થયેલા તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરી હતી. આ સાથે ગ્રામજનોને વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. લોકોના પ્રશ્નો બાબતે ચર્ચા કરી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે ગડોઈ ગામના આરોગ્ય વિભાગના સબ સેન્ટર,Read More
ક્રાઇમ: 7 માસ પૂર્વેના દુષ્કર્મમાં સગીરાને જાનથી મારવાની ધમકી અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસ્વીર સગીરાએ ઉચવાણ ગામના યુવક સામે ફરિયાદ નોંધાવી દેવગઢ બારિયા તાલુકામાં છથી સાત મહિના અગાઉ એક સગીરાને પાનમ નદીના ધેડમાં લઇ જઇ તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હતી. અને ત્યાર બાદ પણ અવાર નવાર ધમકી આપી તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતા સગીરાને ગર્ભ રહી જતાં કસુવાવડ થઇ હતી. દેવગઢ બારિયા તાલુકાની યુવતી છ થી સાત મહિના અગાઉ સવારે પાનમ નદીના ધેડમાં ગઇ હતી. ઉચવાણ ગામનો વિજય રમેશ વાઘરીRead More