Friday, January 1st, 2021

 

મોર્નિંગ બ્રીફ: લો-પ્રેશર સક્રિય થતા કેટલાક વિસ્તારમાં માવઠું થવાની શક્યતા, અમદાવાદની 7 વર્ષની બાળકી ફોનમાં પોર્ન સાઇટ જોવા લાગતા માતા-પિતા ફફડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ4 કલાક પહેલા નમસ્કાર! રાજ્યમાં દાહોદ, વલસાડ, આણંદ અને ભાવનગરમાં કોરોના વેક્સિનનો ડ્રાય રન યોજાશે, વેક્સિનેશન સાઈટ્સ પર મોકડ્રિલની દેખરેખ થશે. રાજકોટમાં એક જ ઓરડીમાં 10 વર્ષથી અઘોરી જેવા જીવનમાંથી મુક્તિ મળ્યાં બાદ ભાઈ-બહેન આજે અન્નક્ષેત્રમાં સેવા આપશે…ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ… સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે…. સેન્સેક્સ 47,868.98 +117.65 ડોલર રૂ.73.12 +0.05 સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ 51,900 +100 આ 4 ઘટના પર રહેશે નજર 1) રાજસ્થાનમાં લો-પ્રેશર સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા,Read More


કોરોનાનો કહેર: નવા વર્ષના પ્રથમ દિવસે કોરોના પોઝિટિવના 6 દર્દીઓ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક નવા વર્ષના પ્રથમ દિવસે શુક્રવારે દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. આ કેસમાં દાહોદ શહેરના 4 અને લીમખેડાના 2 વ્યક્તિ પોઝિટિવ હોવાનું નોંધાવા પામ્યું હતું. તા.1.1.2021 ને શુક્રવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 300 સેમ્પલો પૈકી 5 કેસ પોઝિટિવ નોંધાયા હતા.જયારે કે રેપીડના 685 સેમ્પલો પૈકી 1 દર્દીઓ પોઝિટિવ નોંધાયા હતા. તો શુક્રવારે સાજા થયેલા 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે આગલા દિવસે ગુરુવારે દાહોદ જિલ્લામાં દાહોદ શહેર, દાહોદ ગ્રામ્યRead More


રજૂઆત: સંજેલી ઠાકોર ફળિયા ચોકડીથી ચમારીયા ચોકડી સુધીના રસ્તાના સમારકામની માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાથી ચમારિયાથી સુલિયાત તરફનો રસ્તો છે. જે વર્તમાન સમયે રસ્તાનું રીપેરીંગ કામ કરાયુંં છે પરંતુ આ રોડ પર નરી વેંઠ ઉતારી દેતાં વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. અંબે માતાના મંદિર સુધીના રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. પરંતુ અંબે માતાના મંદિર પછીના ચમારિયા ચોકડી સુધીના રસ્તા ઉપર નાના મોટા ખાડા ન પૂરતા લોકોને મુશ્કેલી પડી રહી છે. નાના મોટા ખાડાઓ પૂરાય તેવી માંગ છે.


કાર્યવાહી: એક્ટિવા પર દારૂ લાવતાં એક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ગરબાડા પોલીસ સ્ટાફ ગતરોજ મીનાક્યાર ચેક પોસ્ટે ચેકીંગ કરતા હતા. તે દરમિયાન એમ.પી. તરફથી આવતી એક્ટીવા પર એક વ્યક્તિ આગળના ભાગે થેલો મુકી આવતાં તેને રોકવાનો ઇસારો કરતાં ગાડી રોકી નહી અને ભાગતાં પોલીસે તેને દોડીને પીછો કરી ચાલક પાટીયાનો જવસીંગ સંગોડને પકડી પાડ્યો હતો. થેલામાં તલાસી લેતામાં તેમાંથી દારૂના ક્વાટરીયા નંગ તથા એક્ટિવા મળી 42,000નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.


ધરપકડ: ઓઇલ ચોરીમાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો, આરોપી તાલુકા પોલીસ મથકે સોંપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ઓઇલ ચોરીના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને તેના ઘરે તરવાડીયા હિંતથી પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ સીસોદીયા તથા સ્ટાફકતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા આરોપીઓને પકડવાની કામગીરીમાં નિકળ્યા હતા. તે દરમિયાન દાહોદ તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ઓઇલ ચોરીના ગુનાનો છેલ્લા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી તરવાડીયા હિંમતનો રમેશ ગુમા માલીવાડ તેના ઘરે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ફર્લો સ્કોર્ડના પી.એસ.આઇ. તથાRead More


ફરિયાદ: વાંકોલના યુવક દ્વારા સગીરાનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાની સગીરા તા.30 નવેમ્બરે લીમડી કામ અર્થે ગઇ હતી. તે દરમિયાન વાંકોલનો નરેશ મારેડાએ સગીરાને પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. મોડે સુધી સગીરા ઘરે નહી આવતાં શોધખોળ આદરી હતી પરંતુ પત્તો મળ્યો ન હતો. શોધખોળ દરમિયાન વાંકોલનો નરેશ સગીરાનું અપહરણ કરી ગયો હોવાની જાણ થતા સગીરાના પિતાએ નરેશ મારેડા વિરૂદ્ધ લીમડી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


નવી તારીખ જાહેર ન કરાતાં રોષ: દાહોદના 1160 ખેડૂતો ટેકાના ભાવે ધાન વેચવાથી વંચિત, 2775 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેને ધ્યાને રાખીને દાહોદ જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં હતાં.નોંધણી થયેલા ખેડૂતો ટેકાના ભાવ મેળવે તે પહેલા જ સરકાર દ્વારા નવી તારીખ જાહેર કર્યા વગર ખરીદી કેન્દ્રો બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકાર દ્વારા ખેડૂતોને પોતાના ખેત પેદાશોનો પોષણક્ષમ ભાવ મળી રહે તેને ધ્યાને રાખીને દાહોદ જીલ્લામાં ફતેપુરા, લીમખેડા, ઝાલોદ, બારિયા, ધાનપુર અને દાહોદ તાલુકામાં 1160 નવેમ્બરથી ડાંગર મકાઈRead More


કોરોનાનો કહેર: ડિસેમ્બરમાં જિલ્લાના કુલ દર્દીઓ પૈકી 43.44% દર્દીઓ માત્ર દાહોદના નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક છેલ્લા એક મહિનામાં જ દાહોદ શહેરમાં નવા 189 દર્દીઓ નોંધાયા કોરોનાના કારણે આર્થિક અને માનસિક રીતે તૂટી ગયેલા લોકોનો કેડો આ બીમારી આશરે નવ માસ બાદ પણ હજુ છોડતી નથી. ત્યારે આ દાયકાના અંતિમ વર્ષ 2020 ના છેલ્લા માસમાં જ દાહોદ જિલ્લાના નોંધાયેલ કોરોના કુલ કેસ પૈકી આશરે અડધોઅડધ કેસ દાહોદ શહેરના નોંધાવા પામ્યા છે. દિવાળી પૂર્વે કેસની સંખ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયા બાદ અચાનક પોઝિટિવ કેસોની સંખ્યા વધતા દાહોદ જિલ્લામાં માત્રRead More


હિરેન પટેલની હત્યાકાંડ: ઝાલોદ હત્યા કેસમાં અમિત કટારાની ધરપકડ કરાતાં કોંગ્રેસે આવેદન આપ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ પાલિકાના ભાજપ કાઉન્સિલરની હત્યામાં ખોટી રીતે અમિત કટારાનું નામ નાંખવાના આક્ષેપ સાથે આવેદન આપવામાં આવ્યું હતું.   હિરેન પટેલની હત્યામાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી હતી ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પોલીસે પાંચ આરોપીનો ધરપકડ કરાઈ હતી. જેમાં આ કેશમાં ફરાર ઇમરાન ગુડાલાની એટીએસ દ્વારા હરિયાણાથી ધરપકડ કરાયા બાદ પૂછપરછમાં પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદRead More


સુનાવણી: ઝાલોદ કોર્ટે અમિત કટારાના 5 દિ’ના રિમાન્ડ મંજૂર કર્યા, બંદોબસ્ત વચ્ચે અમિત કટારાને કોર્ટમાં રજૂ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ પાલિકાના ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં પોલીસે કુલ છ જેટલા આરોપીની ધરપકડ કરાઈ હતી. જેમાં આ કેસમાં ઇમરાન ગુડાલાની એટીએસ દ્વારા હરિયાણાથી ધરપકડ કરાયા બાદ એટીએસની તપાસમાં પૂર્વ સાંસદ બાબુભાઇ કટારા અને ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાના ઈશારે હિરેન પટેલની હત્યા કરાઇ હોવાનું બહાર આવતા દાહોદ એલસીબી દ્વારા ચિત્રોડિયા ખાતેથી અમિત કટારાની ધરપકડ કરતા જિલ્લાનું રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. પોલીસે અમિત કટારાનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવતા ધરપકડ કરીને ઝાલોદRead More