Saturday, December 19th, 2020

 

લોકાર્પણ: દાહોદમાં 165 કેદીની ક્ષમતાવાળી આધુનિક જિલ્લા જેલનું લોકાર્પણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ પાસે ઝાલોદ રોડ પર બનેલી જિલ્લા સબજેલમાં જે સુરક્ષા માટે 21 ફૂટ ઊંચી RCC દીવાલ બનાવવામાં આવી હતી. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા દાહોદ નજીક ઝાલોદ રોડ પર 80500.00 ચો.મી. જમીનમાં ડોકી જિલ્લા સબ જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ. 20,25,57,163 થયો છે. એસ.ટી.પી અને વોટર સપ્લાય માટે રૂ. 1,20,05,357 અને લાઇવ વાયર રૂ. 37,00,000નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કુલ બાંધકામનું ક્ષેત્રફળ 7258.06 ચો.મી.Read More


આયોજન: બાંડીબારમાં મેડિકલ એક્ષ-રે કેમ્પનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામા હાલ સરકારના આદેશ અનુસાર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નોર્મલ બીમારીથી લઈને વિવિધ બીમારીથી પીડાતા ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક બીમારીઓ કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે લીમખેડા તાલુકાના પી.એચ.સી. બાંડીબારના સ્ટાફ દ્વારા ધરેેલી સર્વેમા ખાંસી, દમ અને ટી.બી.ના લક્ષણ ધરાવતા દર્દીઓ માલુમ પડ્યા હતા. પી.એચ.સી.બાંડીબારના મેડિકલ ઓફિસર ડૉ.સી.યુ.પારવણી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મેડિકલ એક્ષ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


વિતરણ: ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પત્રિકાઓનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં કૃષ્ણ પ્રમાણી આર્ટસ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા કોલેજના વિદ્યાર્થિઅોને કોવિડ-19ની મહામારી અંગે કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ દ્વારા કોવિડ-19 વખતે સાવચેતી રાખવા અંગેની પત્રિકાઓનું સોશિયલ ડિસ્ટેન્સ જાળવી વિતરણ કર્યુ હતું.


અકસ્માત: બોરડી ગામે મોટરસાઇકલ પરથી પટકાતાં આધેડનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક રસ્તા વચ્ચે કૂતરું આવી જતાં બાઇક સ્લીપ ખાઇ ગઇ માથામાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નવાગામ ખાતે નોકરી પર મુકવા જતાં પેટ્રોલ પંપ નજીક રોડની વચ્ચે કુતરું આવતાં બાઇક સ્લીપ થઇ જતાં ઇજા પહોંચી હતીી. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. દાહોદ તાલુકાના નવાગામ કલાવટી ફળીયામાં રહેતા યોગેશભાઇ પ્રતાપભાઇ નળવાયા તા.1 ડિસેમ્બરના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં જીજે – 20 – એએલ – 5964 નંબરની મોટર સાયકલ ઉપર પેટ્રોલ પંપ ઉપર નોકરીRead More


કાર્યવાહી: લીમખેડામાં બેફામ છકડો હંકારતા કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામનો વિનોદ રમણ ડામોર પોતાના તાબા હેઠળનો છકડો જાહેર માણસોની જીંદગી જોખમમાં મૂકાય તે મુજબ પૂરઝડપે અને બેદરકારી પૂર્વક હંકારીને આવતા વિજય હોટલ પાસે પેટ્રોલિંગમાં ઉભા રહેલ લીમખેડા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ દ્વારા છકડા ચાલક વિનોદ રમણ ડામોર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


વિવાદ: ખરોદામાં કોતરનું પાણી ઘઉંમાં વાળવા મુદ્દે તકરારમાં બેને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તકરારમાં લાકડીથી માર મારતાં હાથે ફ્રેક્ચર થયું હતું ત્રણ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દાહોદ તાલુકાના ખરોદા ગામના સુરેશભાઇ પિદીયાભાઇ નિનામા તેમનું મશીન કોતરમાં મશીન મુકી ખેતરમાં ઘઉંમાં પાણી મુકતા હતા. ત્યારે કોતરમાં પાણી આવતુ બંધ થઇ જતા કોતરમાં આગળ તપાસ કરવા જતાં ગામના જ હરીજનવાસ ફળીયામાં રહેતા રશીયા સમસુ નિનામા, કનુ સમુ નિનામા ગોરસિંગ સમુ નિનામા પણ તેમનુ મશીન કોતરમાં મુકી તેમના ઘઉંમાં પાણી મુકતા હોવાથી તેઓએ કોતરમાં પાળો બાંધી દીધીRead More


લોકાર્પણ: ગુજરાત પોલીસના 10 હજાર જવાનોને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે :ગૃહમંત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ  નવ નિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ દાહોદ શહેરના પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સરસ્વતિ સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી નવ નિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને દાહોદ રૂરલ પોલીસના જવાનો માટે રૂ. ૩૦૫૮.૧૩ લાખના ખર્ચથી બનનારા સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું કે, ટેક્નોલોજીના સમન્વયથીRead More


દાહોદ ટાઢુંબોળ: સીઝનમાં પ્રથમ વાર 13 ડિગ્રી, ઠંડીમાં લોકો ઠૂંઠવાયાં, ઠંડી વધવાની સાથે લોકોમાં કસરતનો ક્રેઝ પણ વધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ખુલ્લા મેદાનોમાં અને બાગબગીચાઓમાં દંડ બેઠક, દોડ, ઝડપી ચાલ સહિતની કસરતો અને યોગ કરતા નજરે પડી રહ્યા છે. વહેલી સવારે તાપમાનમાં ઘટાડો થતાં દિવસભર ઠંડીનો ચમકારો, લોકો તાપણાંને સહારે દાહોદ ખાતે છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનનો પારો ગગડતાં સમગ્ર પંથકમાં રાતથી લઇ સવાર સુધી રીતસર ઠંડી લહેરો અનુભવાય છે. દિનભર ઠંડીનો ચમકારો રહેતાં લોકો ઠૂંઠવાયા હતા.ઉત્તરીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે તેની અસર ઉત્તરીય વિસ્તારોના અક્ષાંશ- રેખાંશની સામ્યતા ધરાવતા દાહોદ ખાતે નોંધનીય પ્રમાણમાં વર્તાતાં નગરજનો ખાસRead More


કોરોના અપડેટ: દાહોદના 5 સહિત નવા 10 કોરોના સંક્રમિત નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 9 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ કર્યા, એક્ટિવ કેસોની કુલ સંખ્યા 130 થઇ દાહોદ જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 10 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરી વિસ્તારના 5 અને ગ્રામ્ય વિસ્તારના 2 સહિત ઝાલોદ ગ્રામ્યના 2 દર્દી અને લીમખેડાના 1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાવા પામ્યું હતું. તા.19/12/2020ને શનિવારે જાહેર થયા મુજબ આરટીપીસીઆઇર ટેસ્ટના 305 સેમ્પલો પૈકી 3 અને રેપીડના 818 સેમ્પલો પૈકી 2 દર્દી પોઝિટિવ આવ્યા હતા.આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્તRead More