Wednesday, December 16th, 2020

 

ક્રાઇમ: ખેતરમાં પાણી ફેરવવા મુદ્દે કુટુંબીએ પેટમાં ઇંટ મારતાં ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક મંડોરમાં બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ તાલુકાના મંડોર ગામના પરમાર ફળિયામાં રહેતા સોમજીભાઇ મંગળાભાઇ પરમાર અને તેમના પત્ની બેનકીબેન તા.24 નવેમ્બરના રોજ બપોરના સમયે તેમના ઘરે હતા. ત્યારે તેમના કુટુમ્બી કમલેશભાઇ દિતાભાઇ પરમાર અને પ્રવિણભાઇ ભારતભાઇ પરમાર બન્ને જણા ગાળો બોલતા બુકણીઓ કરતા તેમના ઘરે આવતા સોમજીભાઇએ તેમને ગાળો કેમ બોલો છો તેમ કહેતા બન્ને જણા એકદમ ઉશ્કેરાઇ જઇ અમને પાણી કેમ ખેતરમાં ફેરવવા દેતા નથી તેમ કહી સોમજીભાઇને ગડદાપાટુનો મારRead More


ક્રાઇમ: વિરોધીનો સામાન તારા છકડામાં કેમ લાવ્યો કહી એકને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક સાગટાળા પોલીસ મથકે પાંચ સામે ફરિયાદ નોંધાવી દેવગઢ બારિયાના નગવાવ ગામમાં અમારા વિરોધીનું ખાતર તારા છકડામાં કેમ લાવ્યો તેમ કહી એકને માર મારતાં પાંચ વ્યક્તિઓ સામે સાગટાળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારિયા તાલુકાના નગવાવ ગામના મુકેશ અભેસિંગ પરમાર તથા રહેશ લક્ષ્મણ પરમાર બન્ને જણા પરશોત્તમભાઇ ફારમભાઇ પરમારના ઘરે જઇ અભેસિંગ સબુર પરમાર બોલાવે છે તેમ કહી તેમની સાથે મોટર સાયકલ ઉપર બેસાડી રોડ ઉપર લાવી તુRead More


પેન્શનર દિન: પેન્શનર દિનની ઉજવણી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના ફ્રિલેન્ડગંજ વિસ્તારમાં રેલવે પેન્શનર વેલફેર એસો. દ્વારા રેલવે કારખાનાના મેઇન ગેટ પાસે તા.17 ડિસેમ્બર’20ના રોજ કોરોના બચાવ માટે કાઢો પીવડાવવાનું આયોજન સવારે 6.30 થી 7.30 વાગ્યા સુધી કર્યુ છે. આ ઉપરાંત ડી સાઇડ ફ્રિલેન્ડગંડ સાત રસ્તા દવાખાનામાં સેવા નિવૃત્ત કર્મચારીઓ માટે મુખ્ય ચિકિત્સા સુપ્રિડેન્ટ દાહોદ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન સવારના 9 થી 12 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. સેવા નિવૃત્ત કર્મચારી તથા પરિવાર સાથે આનો લાભ લેવા વિનંતી કરવામાં આવીRead More


ખેડૂતોમાં ખુશી: કાલીયાહિલ સિંચાઇ નહેરમાં પાણી આવતાં ખેડૂતોમાં ખુશી છવાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક શિયાળુ પાકનો સમય થયો છતાં નહેરમાં પાણી ન આવતાં ચિંતાનો વિષય સંજેલી તાલુકાના કાલીયાહેલ સિંચાઇ તળાવમાંથી ટીસાના મુવાડા સંજેલી પ્રતાપપુરા સહિતના ખેડુતોને સિંચાઇ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ ટીસાના મુવાડા ગામે નહેર પરના રસ્તાના વિવાદને લઈને આ વખતે નહેરમા શિયાળુ પાકનો સમય થઈ ગયો છતાં પણ નહેરમાં પાણી ન આવતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો હતો.જે બાદ કેટલાય ખેડુતોએ નહેર શરૂ કરવાની માંગને લઇને સિંચાઇ વિભાગને વારંવાર રજુઆત કરવા છતાં પણ શરૂRead More


દબાણ હટાવો ઝુંબેશ: દાહોદમાં પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં નગર પાલિકાની ટીમ દ્વારા દબાણકર્તાઓ સામે સપાટો બોલાવવામાં આવ્યો હતો. નગર પાલિકા દ્વારા પતરાં, શેડ સહિતના અનેક અસ્થાયી દબાણો જપ્ત કરવામાં આવ્યા દાહોદ નગર પાલિકા દ્વારા લાંબા સમય બાદ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી દાહોદ શહેરમાં કોરોનાકાળના લોકડાઉન અને અનલોકના સમયગાળા બાદ દાહોદમાં વેપાર ધંધા ફરીથી ધમધમતા થવા પામ્યા છે. ત્યારે હાથ લારી, પાથરણાવાળાઓ સહિત અનેક દુકાનદારોએ પોતાની દુકાનના દબાણો બહાર રસ્તા સુધી ફેલાવીRead More


હવામાન: દાહોદમાં 15 ડિગ્રી તાપમાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ‌શહેરમાં મંગળવારે દાહોદ શહેરમાં હવામાં 75 % ભેજ સાથે લઘુત્તમ 15 અને મહત્તમ 26 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દાહોદમાં ગત શુક્ર અને શનિવારે જિલ્લાભરમાં માવઠું નોંધાયા બાદ રવિ અને સોમવારે લોકોએ ધુમ્મસનો આહ્લાદક અનુભવ માણ્યો હતો. તો બુધવારે પણ શીતલહેર સાથે લઘુત્તમ 15 અને મહત્તમ 26 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શહેરમાં શરદી-ખાંસી કે તાવ જેવા દર્દોમાં ઉછાળો આવવા સાથે સામાન્ય જનજીવન ઉપર પણ અસર નોંધાઈ છે.


ક્રાઇમ: દેવધામાં ઘરમાંથી પાંચ પેટી બિયર મળતાં બૂટલેગર સામે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા2 કલાક પહેલા કૉપી લિંક રૂા.13,800ની કિંમતનો બિયરનો જથ્થો કબજે લીધો વનરાજ સંગાડા વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ દાહોદ એલ.સી.બી. સ્ટાફે બાતમી મળતાં ગરબાડા તાલુકાના દેવધામાં એક ઘરમાંથી પાંચ પેટી બીયર ઝડપી પાડ્યો હતો. 13,800નો મુદ્દામાલ કબ્જે લઇ દેવધાના યુવક સામે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ પોલીસ અધિક્ષકે એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહને જિલ્લામાં પ્રોહીબિશનની અસામાજીક પ્રવૃત્તિઓ નેસ્તનાબુદ કરવા માટે સુચના આપતાં ગતરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે પી.આઇ. બી.ડી.શાહને ફોનથી માહિતી મળીRead More


કાર્યવાહી: સંજેલી તા.માં માસ્ક વગર ફરતા 7 લોકોને ઝડપી 7000નો દંડ વસૂલ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે તકેદારીના ભાગરૂપે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોવીડ 19ની ગાઈડ લાઈન મુજબ સંજેલી તાલુકા આરોગ્ય વિભાગ પોલીસ સ્ટાફ તેમજ મામલતદાર કચેરી સ્ટાફે મંગળવારે માસ્ક વગર ફરતાં લોકોને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી. બપોરના સમયે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંજેલી મેન બજાર, માંડલી રોડ, બસ સ્ટેશન વિસ્તાર, બેન્ક ઓફ બરોડા જેવા વિસ્તારોમાં ફરીને આ ટિમ દ્વારા માસ્ક વગર ફરતા 7 લોકો ને ઝડપાયા હતા. આ લોકો પાસેથીRead More


રજૂઆત: દાહોદમાં નિવૃત્ત ST કર્મીઓનું પેન્શન વધારા માટે આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 1000 થી 2500 રૂપિયા જ માસિક પેન્શન મળે છે દાહોદમાં નિવૃત્ત એસટી કર્મીઓએ ગુજરાત મજદુર યુનિયના નેજા હેઠળ કલેક્ટર કચેરીમાં આવેદન આપી તેમના પેન્શન વધારાની માંગણી કરી હતી. આવેદનમાં જણાવાયુ હતું કે છેલ્લા કેટલાયે વર્ષથી નિવૃત્ત એસ.ટી. કર્મચારીના પેન્શનમાં વધારો થાય તેવી રજુઆતો કરી રહેલ છે પરંતુ હજુ સુધી આ બાબતે કોઇ પણ જાતનો સંતોષ થાય તેવો પ્રત્યુતર મળેલ નથી. નિવૃત એસ.ટી. કર્મીઓને આ કારમી મોંઘવારીમાં માત્ર રૂ.1000 થી 2500 જેટલુ માસિક પેન્શનRead More


ક્રાઇમ: દાહોદમાં જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરના બસ સ્ટેશન નજીક આવેલ એક હોટલની સામે ગતરોજ બપોરના સમયે કસ્બા હુસેની ચોકમાં રહેતા મુરતુઝા મુસ્તુફા કનુગા જાહેરમાં વરલી મટકાના આંકડાની ચીઠ્ઠીઓ લખી જુગાર રમાડતો હતો. ત્યારે દાહોદ શહેર પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથી આંકડાની સ્લીપો, બોલપેન, 19,074 રોકડા તથા 1000ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ 20,074 રૂ.નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો હતો.