Monday, December 7th, 2020

 

ક્રાઈમ: ટીમાચીમાં છોકરી ભગાડતાં 2 ઘર અને દુકાનમાં તોડફોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક મારક હથિયારો સાથે ટોળાની તોડફોડ ઝાલોદ તાલુકાના ટીમાચી ગામના પટેલ ફળિયામાં રહેતા 45 વર્ષિય મણીબેન ધીરૂભાઇ ડામોર તા.18 નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની સામે વાડામાં બકરા ચરાવતા હતા અને છોકરી દિપીકાબેન ઘરના આંગણામાં બેઠી હતી. ત્યારે તાલુકાના રામપુરા અને મલવાસી ગામના કસુ હુમા દામા, વિશ્રામ હુમા દામા, ગીરીશ વિશ્રામ દામા, લલીતાબેન કસુ દામા, ભોપત વિશ્રામ દામા, નરેશ વિશ્રામ દામા, રફીક રમેશ દામા, રાકેશ વાલા દામા, દિનેશ કડકીયા ડામોર, શોભન કડકીયા ડામોર, વીરસીંગ કડકીયાRead More


ક્રાઈમ: ધોળીદાતીમાં ઝાડીઓમાં સંતાડેલી કારમાંથી 42 હજારનો દારૂ મળ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દારૂ, કાર મળી 1,22,240 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો ગાડીના અજાણ્યા ચાલક સામે લીમડી પોલીસે ગુનો નોંધ્યો લીમડી પોલીસ મથકના પી.એસ.આઇ. વી.આર.ચૌહાણ તથા સ્ટાફના માણસો ગતરાત્રીના સમયે લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ગાડી પરથમપુર ધોળીદાંતી ગામે રોડની નજીક ઝાડી ઝાંખરામાં શંકાસ્પદ હાલતમાં સંતાડેલી છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ બેટરીના અજવાળે તપાસ કરતાં ઝાડીઝાંખરામાં શંકાસ્પદ રીતે બિનવારસી સંતાડેલી કાર મળી આવી હતી. શંકાસ્પદ લાગતીRead More


કોરોના બેકાબૂ: કોરોનાએ પ્રજાને સાદગીપૂર્ણ લગ્ન કરતા કરી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં એક વરરાજા સ્કૂટરયાત્રા કરી લગ્નસ્થળે પહોંચ્યા હતા. દાહોદમાં લગ્નસ્થળે જવા માટે યુવકની વરયાત્રા સ્કૂટર ઉપર જ નીકળી કોરોનાની નવી ગાઈડલાઈન મુજબ વધુ વ્યક્તિઓને એકઠાં કર્યા વિના કે વરઘોડા વિના લગ્નપ્રસંગો આટોપવાના હોઈ દાહોદમાં એક નવયુવાનની વરયાત્રા સ્કૂટર ઉપર નીકળતાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વખતે હિંદુ શાસ્ત્રોના મુહૂર્ત મુજબ તારીખ 25 નવેમ્બર, દેવઉઠી અગિયારસથી તારીખ 15 ડિસેમ્બર સુધીની માંડ 20 દિવસની લગ્નની સિઝન છે‌. પરંતુ આ સિઝનમાં દાહોદ પંથકમાં કોરોનાનો વ્યાપ નોંધનીયRead More


ક્રાઈમ: બીલવાણી ગામમાં ખેતર ખેડવા મુદ્દે દંપતી ઉપર લાકડીથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફળિયાના રમણ ભુરીયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ ઝાલોદ તાલુકાના બીલવાણી ગામના સરપંચ ફળીયામાં રહેતા હવસીંગભાઇ બીલવાળ તથા પત્ની મંગળીબેન બન્ને હળ બળદ લઇને શનિવારે બપોરે ખેતરમાં ખેડવા ગયા હતા. તે દરમિયાન ગામનો રમણ ભુરીયા લાકડી લઇને આવ્યો હતો અને હળ ચલાવવાની ના પાડી ઉભા રાખી એકદમ ઉશ્કેરાઇ જઇ હવસીંગભાઇને જમણા હાથે કોણીના ભાગે તેમજ સાથળના ભાગે કમ્મરના ભાગે ઉપરા છાપરી લાકડીના બે ત્રણ ફટકા મારી દીધા હતા. તેમજ મંગળીબેન વચ્ચે છોડાવવા જતાં તેમને પણRead More


આવેદન: પીપલોદ ગામે એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરતાં કલેક્ટરને આવેદન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દેવગઢ બારિયા2 કલાક પહેલા કૉપી લિંક એક પરિવારે 8થી 10 પોલીસ ફરિયાદો નોંધાવી છે – કોળી સમાજ દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે એક પરિવાર દ્વારા એટ્રોસિટી હેઠળ ખોટી ફરિયાદો નોંધાવીને ગ્રામજનોને હેરાન પરેશાન કરીને અને ધાકધમકીઓ આપીને નાણાં પડાવતા હોવાની કેફિયત સાથે પીડિતો સાથે દાહોદ જિ. અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને લેખિત આવેદન આપીને એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ ટાળવા તેમજ પીડિતોને ન્યાય અપાવવા રજૂઆત કરી હતી. પીપલોદમાં એક પરિવાર અવારનવાર એટ્રોસિટીની ખોટી એફઆઈઆર નોંધાવીને પાછળથી સુલેહ પેટે મોટીRead More