Thursday, November 26th, 2020

 

ઉજવણી: દાહોદ કલેક્ટર કચેરીમાં બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કર્મીઓએ બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી દાહોદમાં જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેની અધ્યક્ષતામાં અધિકારીઓ-કર્મચારીઓએ બંધારણ દિવસની ગૌરવભેર ઉજવણી કરી હતી અને ભારતના બંધારણના આમુખના શપથ લઇ બંધારણ પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર એમ.જે. દવેએ ભારતીય બંધારણના મૂલ્યો અને સિદ્ધાંતો વિશે સમજ આપી હતી અને બંધારણના આમુખનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોવીડ-19ની તમામ માર્ગદર્શીકાનું સુપેરે પાલન કરવામાં આવ્યું હતું.


કામગીરી: દાહોદમાં માસ્ક વિનાના 35 લોકોના રેપિડ ટેસ્ટ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં સતત ત્રીજા દિવસે પણ દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા માસ્ક ફરતા બેફામ લોકોને પકડીને ઉપર જ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દાહોદ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર રમેશભાઈ લબાનાના વડપણ હેઠળ આરોગ્યકર્મીઓએ દેસાઈવાડના પુષ્ટિ સર્કલ નજીક ચેકીંગ કરી માસ્ક વિના ફરતા 35 લોકોને ઝડપીને સ્થળ ઉપર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો. જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો લીધો હતો. તો સાથે વહીવટી તંત્ર દ્વારા દાહોદના એસ.વી.પટેલ રોડ સ્થિત નુરી નાસ્તા નામે એકRead More


સૂચના: દાહોદ પાલિકાના કાઉન્સિલરોની વર્તમાન ટર્મનો આજે છેલ્લો દિવસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 30મી તારીખે ટર્મ પૂર્ણ થાય છે : 1 ડિસે.થી વહીવટદાર નિમાશે પાલિકાના 9 વોર્ડની 36 બેઠકો માટેની ચૂંટણી થાય તેવી સંભાવના શનિથી સોમ રજા, શુક્રવાર છેલ્લો દિવસ દાહોદ નગર પાલિકાના કાઉન્સિલરોની વર્તમાન બોડીની મુદ્દત આગામી તા‌ 30 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે. પરંતુ આવતીકાલથી સતત ત્રણ દિવસ જાહેર રજા હોઈ અધિકૃત રીતે શુક્રવાર જ છેલ્લા દિવસ તરીકે ગણાયો હતો. આમ તો તા.30ના રોજ વર્તમાન બોડીના કાર્યકાળનો અંતિમ દિન છે. અને બાદમાં લગભગ આગામીRead More


કોરોના બેકાબુ: ઝાલોદના 17 સહિત જિ.માં નવા 23 કોરોના સંક્રમિત નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વધુ એક દર્દી સાથે કુલ 79 મૃત્યુ નોંધાયા દાહોદ જિલ્લામાં કોરોનાનો આંક સતત વધતા નવા 23 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 350 સેમ્પલો પૈકી 20 અને રેપીડના 1537 સેમ્પલો પૈકી 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ કેસમાં દાહોદ શહેરના 4, ઝાલોદ અર્બનના 6 અને ગ્રામ્યના 11, દે.બારીયા ગ્રામ્યના અને ગરબાડાના 1-1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ સાથે ગુરુવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 9 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે.Read More


ચૂંટણી: દાહોદમાં JC બેંકની ચૂંટણી માટે 88% મતદાન નોંધાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રેલવે વિભાગની જેસી બેંકની ચૂંટણીમાં દાહોદ શહેરમાં રેલવે કર્મચારીઓએ મતદાન કર્યુ હતું. રેલવેની જેસી બેંકની ચૂંટણી માટે ગુરુવારે સવારે 7થી સાંજના 7 સુધી મતદાન ચાલ્યું 13154માંથી દાહોદ-રતલામના 6507 મતદાર : દાહોદમાં 6 બુથ પર મતદાન થયું રતલામ રેલવે મંડળની 46 વર્ષ જુની ધી જેક્શન કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ઓફ ધ એમ્પલોઇઝ ઓફ ધ વેસ્ટર્ન રેલવે લિ.(જેસી બેંક)ના બે ડાયરેક્ટર માટેની ચુંટણી ગુરુવારે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચુંટણી યોજાઇ હતી. આ વખતેRead More


કૌભાંડનો પર્દાફાશ: IOCના વાલ્વથી ઢાબા સુધી પાઇપ ખેંચી 3 દિવસમાં 12000 લિટર ડીઝલની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર નજીક છાપરીમાં IOCની પાઇપ લાઇનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. છાપરીમાં બાંસવાડા હાઇવે ઉપર ચામુંડા ઢાબા હોટલના સંચાલક સહિત ત્રણ લોકોનું કૌભાંડ 7.75 લાખ રૂપિયાનું ડીઝલ વગે કરી નાખ્યું આઇઓસીના એન્જિનિયર દ્વારા પોલીસ ફરિયાદ કૌભાંડમાં જિલ્લાના ગાંગરડી, દેલસર અને નળવાઇના યુવકોની સંડોવણી સામે આવી દાહોદ શહેર નજીક છાપરી ગામે બાંસવાડા હાઇવે ઉપર IOCના વાલ્વમાં પાઇપ ફીટ કરીને નજીક આવેલા ઢાબા સુધી લઇ જઇ માત્ર ત્રણ જ દિવસમાં 12 હજાર લિટર ડિઝલRead More


ધરપકડ: ડુંગરામાં ઘરમાંથી રૂા. 30,680નો દારૂ સાથે એકને ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ડુંગરા ગામનો વલમા થાવરા કટારા તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી ફતેપુરા પોલીસને મળી હતી. જેના આધારે પી.એસ.આઇ. સી.બી. બરંડા તથા સ્ટાફે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરવા જતાં કરીયાણાની દુકાન વાળુ પાકુ ધાબાવાળા મકાને વલમા થાવરા કટારા હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને સાથે રાખી તેની કરીયાણાની દુકાનમાં તથા મકાનમાં તપાસ કરતાં રૂમમાં ખુણામાં ગોદડા નીચે સંતાડી રાખેલી વિદેશી દારૂની પેટીઓ તથા એક મિણીયા થેલામાં શંકાસ્પદ લાગતા તેમાં તપાસ કરતાંRead More


કાર્યવાહી: ધાવડિયામાં વાહન ચેકિંગમાં ટ્રકમાંથી રૂા. 26,880નો દારૂનો જથ્થો મળી આવ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાના ધાવડિયા ગામે નાકાબંધી કરીને પોલીસ વાહનોની તલાશી લઇ રહી હતી. તે વખતે ટ્રકમાંથી 28 હજાર રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે લીમડી પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઝાલોદ તાલુકાના મોટીહાંડી ગામે ખોબરા ફળિયામાં રહેતા રૂમાલભાઈ દલસીંગભાઈ નિનામા 25મી નવેમ્બરના રોજ પોતાના કબજાની ટ્રક લઈ ધાવડિયા ગામેથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ધાવડિયા ગામે નાકાબંધીમાં ઉભેલી પોલીસેRead More


દુર્ઘટના: છાલોર પાસે ઘાસ ભરેલા ટેમ્પાેમાં આગ લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તેપુરા તાલુકાના છાલોર પાસે ઘાસ ભરેલા ટેમ્પામાં શોર્ટસર્કિટથી આગ લગતા દોડધામ મચી ગઈ હતી.બુધવારના દિવસે રાત્રીના સમયે એકાએક આગ ભભૂકી ઉઠતા ફતેપુરા પોલીસ સ્ટેશનથી ઝાલોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.ફાયરમેન દિનેશભાઈ ભેદી સમયસર સ્થળ ખાતે પહોંચી જઈને ઘાસ ભરેલા ટેમ્પામાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને કાબુમાં લેતા આસપાસના લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.આ ઘટનામાં ઝાલોદ ફાયર વિભાગની સમય સૂચકતાના કારણે મોટી ઘટના બનતી અટકી હતી.


હાલાકી: સંજેલીથી સુલીયાત તરફનો રસ્તાે ઉબડખાબડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના સંજેલીથી સુલીયાત તરફ જવાના રસ્તા ઉપર છેલ્લા કેટલાક દિવસથી સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સંજેલી મામલતદાર સ્ટાફ નિવાસ્થાન પાસેથી અને સંજેલીથી માંડલી જવાના રસ્તા ઉપર નાના-મોટા ખાડા અને ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે બીજી તરફ માંડલીથી સુલિયાત જવાના રોડની બંને સાઈડમાં ખાડા હોવાના કારણે નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે. જો સામેથી કોઈ મોટું વાહન આવે ત્યારે બંને સાઈડોમા નાના વાહનો ખાડામા ઉતારવા પડતા હોય છે.