Saturday, November 14th, 2020
અકસ્માત: રાબડાળમાં ટ્રકની ટક્કરથી બોલેરો બસ સાથે અથડાતાં નુકસાન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ અમદાવાદના વસાભાઇ જીવાભાઇ રબારી ગતરોજ બપોરના સમયે પોતાની જીજે-18-ઝેડ-4302 નંબરની એસ.ટી. બસ લઇને દાહોદથી અમદાવાદ જઇ રહ્યા હતા. તે દરમિયાન રાબડાળ બાયપાસ ચોકડી હાઇવે ઉપર રોડ ક્રોસ કરતા હતા. ત્યારે ગોધરા તરફથી આવતી એક જીજે-20-એક્સ-1795 નંબરની બોલેરોને પાછળ આવતી એમએચ-18-બીએ-7794 નંબરની ટ્રકને ચાલકે ટક્કર મારતાં બોલેરો પીકઅપ બસના ડ્રાઇવર સાઇડના પાછળના ભાગે અથડાતાં પતરૂ તથા એન્ગલ વળી જતાં નુકસાન થયું હતું. આ સંદર્ભે વસાભાઇ રબારીએ દાહોદ તાલુકા પોલીસRead More
કોરોના કાળ: દાહોદમાં નગર પાલિકા પ્રમુખ દ્વારા 30 હજાર ઘર અને દુકાનમાં માસ્ક મોકલાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં નગર પાલિકા પ્રમુખ અભિષેક મેડાએ લોકોના સ્વાસ્થયની ચિંતા કરીને આ વખતે દિવાળીની શુભેચ્છા પાઠવતી પત્રિકા અને તેની સાથે માસ્કનું વિતરણ કર્યુ હતું. દાહોદ શહેરમાં 20583 ઘર અને 7887 દુકાનોમાં પત્રિકા અને માસ્ક કુરિયર કરવામાં આવ્યા હતાં. આ સાથે 1278 માસ્ક રાજ્યના વિવિધ અધિકારી અને મંત્રી મંડળ ખાતે મોકલવામાં આવ્યા હતાં. શહેરની પ્રજાને આ વખતે સાવચેતી રાખીને પર્વની ઉજવણી કરવાની શીખ આપી હતી. આ જનજાગૃતિ અભિયાનનું અગાઉથી આયોજન કરીને તેને પાર પાડવામાંRead More
ક્રાઈમ: ટોલનાકા પર ટ્રાફિક કેમ છે પૂછતાં કાર ચાલક પર કર્મીઓનો હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અમદાવાદથી મહારાષ્ટ્ર જવા કાર લઇને નીકળ્યા હતાં ભથવાડા ટોલનાકાના કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અમદાવાદના શાસ્ત્રીનગર નારાયણપુરાના દેવેન ગોવીંદ દેસાઇ તથા તેમનો છોકરો પ્રશન્નજીત દેસાઇ તથા છોકરાની પત્ની પ્રાચી કોઇ કામ અર્થે મહારાષ્ટ્રના નાગપુર જવા માટે કાર લઇને નિકળ્યા હતા. ત્યારે ગોધરાથી આગળ જતાં ભથવાડા ટોલનાકે ટ્રાફીક જામ રહેતા ટ્રાફીક જામ કેમ છે અમને જવામાં મોડુ થાય છે તેમ ટોલનાકાવાળાને પુછ્યુ હતું. ટોલનાકાનો એક કર્મચારી ઉંચા અવાજે બોલવા લાગ્યો હતો. જેથી તમે કેમ ઉગ્રRead More
તંત્ર નિદ્રાંધિન: દાહોદ સેવા સદનથી કોલેજના માર્ગ પર રાત અજવાળી બની
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સપ્તાહમાં 1.6 કિલોમીટર લાંબી સ્ટ્રીટ લાઇન નખાઇ સેવા સદન-કોર્ટ પરિસરની બહાર બે હાઇમાસ્ટ ટાવર નાખ્યા દાહોદ જિલ્લા સેવા સદનથી દાહોદ નગર સુધી સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે કર્મચારીઓને ઓફિસ બાદ ઘરે પહોંચવામાં તકલીફ પડતી હતી. આ ઉપરાંત, સરકારી કામે જિલ્લા સેવા સદન કે જિલ્લા પંચાયત ખાતે આવનારા અરજદારોને માટે પણ મુશ્કેલીનો અનુભવ થતો હતો. આ બાબતને ધ્યાને રાખીને કલેક્ટર વિજય ખરાડીએ અંધેરા ઉલેચવા માટે જિલ્લા આયોજન કચેરી અને વીજ કંપનીને સૂચના આપવામાં આવીRead More
અકસ્માત: નસીરપુર પાસે વાહનની અડફેટે દેલસર ગામના યુવકનું મોત નીપજ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના દેલસર ગામના 40 વર્ષિય બાબુભાઇ નાનજીભાઇ ગણાવા તા.12મીના સાંજના સમયે છુટક મજુરી કરી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે નસીરપુર ગામે હાઇવે ઉપર કોઇ વાહનના અજાણ્યા ચાલકે અડફેટે લેતાં તેમને બન્ને હાથે, શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં આજુબાજુમાંથી એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરી ઝાયડસ હોસ્પિટલ ખાતે દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે અજાણ્યા ચાલક વિરૂદ્ધ દાહોદRead More
ઉજવણી: પંચમહાલ- મહિસાગર – દાહોદ- જિલ્લો દિવાળીમય બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દિવાળી ટાણે દાહોદના બજારમાં ગાયગોહરીના સુશોભનની હાટડીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી દિવાળીના પર્વે જિલ્લામાં ઠેકઠેકાણે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા કલાપ્રિય દાહોદવાસીઓ દ્વારા આંગણાં પરંપરાગત રીતે રંગોળીઓથી સુશોભન થયા લાંબા સમયથી ચાલતી કોરોનાજન્ય મંદી બાદ છેલ્લા ત્રણ દિવસથી દાહોદના બજારોમાં ઘરાકી નીકળતા વેપારી આલમમાં હર્ષોલ્લાસ છવાયો છે. હિન્દુ પંચાંગ અનુસાર શુક્રવારે ધનતેરસ બાદ સાંજના સમયથી જ કાળીચૌદશનો પ્રારંભ થયો હોઈ શનિવારે બપોર બાદ દીપાવલીનો પ્રારંભ થયો હતો. આ વખતે કોરોનાના લીધે લોકોએ દર વર્ષની માફકRead More
આયોજન: દાહોદ જિ.ની અદાલતોમાં 12 ડિસેમ્બરના રોજ ઇ-લોક અદાલતનું આયોજન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા અદાલત અને તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં આગામી તા. 12 ડિસેમ્બરથી ઇ-લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇ-લોક અદાલતોમાં પક્ષકારો, વકીલોએ કોવીડ-૧૯ની સ્થિતિને કારણે અદાલતમાં હાજર રહ્યાં વગર વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે. આયોજન ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ચેરમેન અને પ્રિન્સીપાલ, ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ, જિલ્લા અદાલત, દાહોદનાં અધ્યક્ષ સ્થાને યોજાશે. આ ઉપરાંત દાહોદ, બારીયા, લીમખેડા, ઝાલોદ, ગરબાડા, ધાનપુર, ફતેપુરા અને સંજેલીની કોર્ટોમાં પણ જયુ.Read More
ધાર્મિક: વડતાલધામ દ્વારા કાર્તિકી સમૈયો યોજાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા તા.23 નવેમ્બર,2020 કારતક સુદ 9થી તા.30 નવેમ્બર, 2020 કારતક સુદ 15 દરમિયાન કાર્તિકી સમૈયો મહોત્સવ યોજાશે. આ મહોત્સવ પ્રસંગે શ્રી હરિના દિવ્ય ચરિત્રોથી સભર ગ્રંથરાજ શ્રી ભક્તચિંતામણીની સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તાપદે નવોદિત વક્તા પ.પૂ.શા. શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી(પીજ) બિરાજી સંગીતની સુમધુર સુરાવલી સાથે ભક્તિસભર શૈલીમાં શ્રીહરિ આશ્રિતજનોની પ્રસન્નતાર્થે ઉત્સાહસભર શ્રવણ કરાવશે. આ કાર્તિકી સમૈયો અનેકવિધ શ્રેયસ્કારી આયોજનથી સમૃદ્ધ રહેશે.
કોરોના કાળ: દાહોદની પ્રજાને હવે રેપ સોંગ થકી કોરોના સામે જાગૃત કરાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હવે એક નવતર પ્રયાસ આદર્યો છે. નાગરિકોને માસ્ક પહેરવાની અને સામાજિક અંતરના પાલનની સતત શીખ મળતી રહે એ માટે ‘દાહોદ કોરોના એન્થમ’ બનાવવામાં આવી છે. જેમાં રેપ સોંગ થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. આ એન્થમની શરૂઆત નાની નાટિકાથી થાય છે. જેમાં યુવાન ઘરની બહાર જતી વેળાએ પોતાની માતાની સૂચનાને અવગણીને માસ્ક પહેરતો નથી. બાદમાં રેપ સોંગની શરૂઆત થાય છે.Read More