Tuesday, November 10th, 2020

 

ફરિયાદ: દાહોદમાંથી વધુ બે બાઇકની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી દાહોદના ઝાલોદ રોડ ઉપર આવેલી સાઇખુશી સોસાયટીમાં રહેતા અને ઉજ્જીવન બેન્કમાં નોકરી કરતાં વિજયકુમાર દલસિંગભાઇ નલવાયા તા.6ના રોજ સવારે બાઇક લઇને નોકરી ઉપર ગયા હતા. ત્યારે 9.10 વાગ્યાના અરસામાં મોટર સાયકલ બેન્કના ગેટ પાસે મુકી અંદર ગયા હતા. ત્યાર બાદ ફીલ્ડમાં જવાનું હોવાની 9.30 વાગ્યાના અરસામાં બહાર આવતાં ગેટ આગળ મુકેલી બાઇક જોવા મળી હતી. તેમજ પરેલમાં રહેતા સુનિતાબેન મુકેશભાઇ બસોડની બાઇક લઇને રામુભાઇ સોમજીભાઇ મંડોર દાહોદ નાયબ ખેતી વિભાગ ઓફીસ પાસે આવ્યા હતા. આ બન્ને બાઇકોને નિશાન બનાવી ચોરRead More


કાર્યવાહી: દાહોદ જિલ્લાના વિવિધ 3 સ્થળેથી ઘરમાંથી દારૂ જપ્ત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મહિલા સહિત 3 સામે પોલીસ કાર્યવાહી મોટી ખજુરીનો તેરસીંગ ડાયરા તેમજ ભરસડાની વનિતાબેન સંગાડા તથા દેલસરનો રાજેશ સાંસી ઘરમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતાની બાતમી મળતાં પોલીસે ત્રણેના ઘરે છાપો માર્યો હતો. પોલીસનો છાપા દરમિયાન તેરસીંગ ડાયરા, વનિતા સંગાડા રાજેશ સાંસી હાજર નહી મળતાં ઘરમાં તલાસી લેતાં તેરસીંગના ઘરમાંથી વિદેશી દારૂ કિંમત 2120નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જ્યારે વનિતાના ઘરમાંથી લંડન પ્રાઇડ પ્રિમિયમ વિસ્કીની 180 મીલીની 20 બોટલ જેની કિંમત 2000મળી આવી હતી. તેમજ રાજેશ ઉર્ફે ઘોડા સાંસીના ઘરમાંથી વિદેશી દારૂ દારૂની અલક અલગ માર્કાનીRead More


વેપારીઓમાં ખુશી: દાહોદમાં દિવાળીની ખરીદી નીકળતાં વેપારીઓમાં ખુશી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં કોડિયાં, જુવારની ધાણી જેવી દિવાળીજન્ય ચીજોનું વેચાણ આરંભાયું છે. બજારમાં સવારથી બપોર સુધીમાં અનેક વાર ટ્રાફિકજામ દિપોત્સવ પૂર્વે દાહોદમાં ભીડના દ્રશ્યો સર્જાયા હતા. લાંબા સમયથી વેપાર-ધંધા પર અસર નોંધાતા વેપારીઓ નવરાધૂપ બન્યા છે ત્યારે દિવાળી પૂર્વે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી માટે લોકો બજારમાં ઉમટ્યાં હતા. સવારથી બપોર સુધીમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. દાહોદના એમ.જી.રોડ અને નેતાજી બજારમાં લારીઓ અને પથારાવાળાઓ દિવાળીજન્ય વિવિધ ચીજવસ્તુઓ વેચવા બેઠા હોઈ સ્વાભાવિક રીતે પોલીસને પણ સતત ધ્યાન આપી વારંવાર થતો ટ્રાફિક હળવો કરવો પડે છે. જુવારની ધાણી, રંગોળી માટેના રંગ,Read More


લૂંટ પ્રકરણ: દાહોદમાં સ્ટેશન માસ્તરના ઘરમાંથી 6.22 લાખના મુદ્દામાલની લૂંટ નોંધાઇ

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક લૂંટની ઘટના બાદ ઘરમાં વેરવિખેર પડેલો સામાન નજરે પડે છે. ઘરમાં બે બાળકોને બાનમાં લઇ લૂંટ ચલાવી હતી બાળકોએ મુલાકાતી હોવાનું બહાનું ન ચલાવ્યું તો પાણીના બહાને બારણું ખોલાવ્યું : માતા-પિતા બર્થડે માટે કેક લેવા ગયા ત્યારે ટોળકીએ લાભ લીધો દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં સોમવારની સમી સાંજે ઘરમાં એકલા બે બાળકોને બાનમાં લઇને લૂંટ કરાઇ હતી. આ ઘટનામાં 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો હોવાનું પોલીસ મથકે નોંધાયુ છે. દિવાળી સામે બનેલી આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે સાથે પોલીસ વિભાગમાં પણ દોડધામ મચીRead More


અપીલ: ઝાલોદ, લીમડી, દાહોદ, બારીયામાં કોરોના સંક્રમણનું મોટું જોખમ

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક 15 દિવસે કોરોના ટેસ્ટની અપીલ દાહોદ જિલ્લામાં કોરોનાને ધ્યાનમાં રાખી નાગરિકોને સાવચેત રહેવા, અને તંત્રને સહયોગ આપવા કલેક્ટર વિજય ખરાડીએ અપીલ કરી છે. ઝાલોદ, લીમડી, દાહોદ શહેર તથા બારીયામાં સંક્રમણનું મોટું જોખમ તોળાઇ રહ્યું છે. માટે નાગરિકો અલર્ટ થઇ જાય અને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરે. ઝાલોદ અને લીમડીના નાગરિકો પૂરેપૂરો સહકાર આપે. ગત્ત તારીખ 7ની સ્થિતિએ પ્રતિ 10 લાખે 64464ના કોરોના ટેસ્ટ કર્યા છે. પ્રતિ 10 લાખે 758 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. દાહોદમાં અન્ય બિમારી ધરાવતા હોય એવા એટલે કે કોમોબિડ વ્યક્તિના મૃત્યુનાRead More


સાવચેતી: દિવાળીને અનુલક્ષીને દાહોદ જિલ્લા પોલીસ સતર્ક બની

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક એસપી જોયસરે કહ્યું કે, દાહોદમાં દિવાળીમાં ગ્રાહકોની ભીડ રહે છે. હવે આ વર્ષે સ્થિતિ જુદી છે. ભીડથી કોરોનાનું સંક્રમણ પ્રસરવાની શક્યતા વધુ રહે છે. ખરીદીના સમયે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું સૌના માટે હિતાવહ છે. વળી, બહાર નીકળતી વખતે માસ્ક પહેરવાનું ભૂલાય નહી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દિવાળીના પર્વને અનુલક્ષીને સુરક્ષાના કદમ લેવાઇ રહ્યા છે. મુખ્ય બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવનાર છે. બહાર વેકેશન કરવા પર જવાના સંજોગોમાં નાગરિકો પોતાના ઘરની વિગતો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરે, તેની માલ-મિલકતની સલામતીને લગતી વ્યવસ્થા ગોઠવી શકાય. દાહોદમાંRead More


હાલાકી: દાહોદમાં નેટવર્કના ધાંધિયાથી લોકો પરેશાન

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક છેલ્લા 2 દિવસથી સરકારી કંપની બી‌એસએનએલની સેવાઓ સાવ કથળી ગઇ છે દાહોદમાં છાશવારે બીએસએનએલ સહિતની કંપનીના નેટવર્કના ધાંધિયા સર્જાય છે‌. છેલ્લા બે દિવસથી સરકારી કંપની બી‌એસએનએલની સેવાઓ એકદમ કથળી છે. દાહોદમાં સોમવારની રાતે ગોવિંદનગર જેવા વિકસિત અને ભરચક વિસ્તારમાં સમી સાંજે બનેલ લૂંટના બનાવ વખતે નેટવર્કના ધાંધિયા હોઈ સ્થાનિકો દ્વારા ઝડપથી એકમેકનો સંપર્ક શક્ય નહીં બનતા લૂંટારાઓને ભાગવામાં વધુ સમય મળ્યો હોવાની પણ લોકચર્ચા છે. આ કથળેલી સેવાઓથી લોકો ત્રાસી ગયા છે. આ સરકારી કંપની પાસે પુરતો સ્ટાફ ન હોવાથી વારંવારની તકલીફો થતી હોવાની વાતRead More


કોરોના મહામારી: દાહોદ ઝાયડસના કોરોના વોર્ડના મુખ્ય તબીબ પોઝિટિવ

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક જિલ્લામાં સોમવારે નવા 10 કોરોના સંક્રમિત નોંધાયા છેલ્લા સપ્તાહમાં જ દાહોદ તાલુકાના 37 કેસ નોંધાયા દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 10કેસ નોંધાયા હતા. આ નવા નોંધાયેલ કેસમાં દાહોદના 5, ઝાલોદના 3 અને ગરબાડાના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 10/11/2020ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 250 સેમ્પલો પૈકી 2 અને રેપીડના 836 સેમ્પલો પૈકી 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 1 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાયું છે. આમ હવે કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 73 થવાRead More


રજૂઆત: અર્નબ ગોસ્વામી સામેની કાર્યવાહી રદ કરાવવા માટે દાહોદમાં આવેદન અપાયું

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક પત્રકાર અર્નબ ગોસ્વામીની મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખોટી રીતે થયેલ ધરપકડને વખોડી આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા દાહોદ ખાતે એક આવેદન આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને લખાયેલ આવેદન દાહોદ કલેકટરને આપી મહારાષ્ટ્ર સરકારની બિન લોકતાંત્રિક કાર્યવાહી રદ કરાવવા પ્રયત્ન કરવા જણાવવામાં આવ્યું હતું.


ક્રાઇમ: લીમખેડાથી 37 હજારના દારૂ સાથે 2 મહિલા ઝડપાઇ

લીમખેડા36 મિનિટ પહેલા કૉપી લિંક ઝાલોદની બંને મહિલાઓ દારૂ સાથે વાહનની રાહ જોતી હતી લીમખેડાના શાસ્ત્રીચોકમાં વાહનની રાહ જોઇ ઉભેલી ઝાલોદ તાલુકાની બે મહિલા પાસેના થેલામાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે 37 હજાર ઉપરાંતના પ્રોહી મુદ્દામાલ સાથે બન્ને મહિલા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વખતપુરા ગામની વનીતાબેન દિનેશભાઈ હાંડા તથા ગામડી ગામની કસુડબેન કાળુભાઈ ડામોર લીમખેડા શાસ્ત્રીચોકમાં પોતાની પાસેના વિમલ ગુટકાના થેલાઓમાં ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કોઈક વાહનની રાહ જોઇને ઉભી હોવાની બાતમી અંગત બાતમીદાર દ્વારા લીમખેડા પોલીસને મળી હતી.Read More