Monday, November 9th, 2020
નવજીવન: દાહોદમાં સાથે જન્મેલા 4 ભાઈના બ્લડ ગ્રૂપ પણ સરખા
દાહોદ5 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક દાહોદમાં સમાન બ્લડગ્રૂપ સાથે જન્મેલા ચારે છોકરાંઓ સ્વસ્થ છે. 1.5 કરોડ પ્રસૂતિએ એક અને વિશ્વમાં આવા કુલ 70 જેટલા જ 4 જોડિયા બાળકોના કેસ નોંધાયા છે દાહોદ ખાતે બે માસ પૂર્વે અધૂરા માસે એકસાથે જન્મેલા ચાર બાળકોને ખાનગી હોસ્પિટલના તબીબની આકરી જહેમત અને માનવતાના અભિગમ થકી જીવનદાન પ્રાપ્ત થયું છે. બે માસ પૂર્વે તારીખ 9/9/2020ના રોજ ડૉ.રાહુલ પડવાલની હોસ્પિટલમાં બોરખેડા ગામની રેખાબેન સુભાષચંદ્ર પસાયા નામે મહિલાને એક સાથે ચાર બાળકો જન્મવાની તબીબી ભાષામાં ક્વોડ્રુપ્લેટ્સ તરીકે ઓળખાતી ઘટના બનેલી. અત્રે નોંધનીય છે કે એકRead More
સિંચાઇની સુવિધા: રાણાપુર ખુર્દને સિંચાઇ યોજનાનો લાભ મળ્યો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરને શાકભાજી પૂરું પાડતા ગામ રાણાપુર ખુર્દના ખેડૂતોને પિયતનું પાણી આપવાની સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગામના 150 ખેડૂતોને 70 હેક્ટર જેટલી જમીનમાં વાડી સુધી સિંચાઇનું પાણી પહોંચતું થશે રૂ. 97 લાખની ઉદ્દવહન સિંચાઇ યોજનાનું સાંસદ ભાભોર અને ધારાસભ્ય વજેસિંહના હસ્તે લોકાર્પણ દાહોદ શહેરને શાકભાજી પૂરૂ પાડતા ગામ રાણાપુર ખુર્દના ખેડૂતોને તેમની વાડી સુધી પિયતનું પાણી આપવાની રૂ. 97 લાખની ઉદ્દવહન સિંચાઇ યોજનાનું સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય વજેસિંહ પણદાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યોજનાથી 150 ખેડૂતોને તેમની 70 હેક્ટર એકર જેટલીRead More
ક્રાઇમ: દાહોદમાં ઘરમાં બે બાળકોને બાનમાં લઇને મોડીસાંજે લાખોની મતાની લૂંટ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાગીના અને રોકડ લૂંટી જતાં શહેરમાં ખળભળાટ દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં પાણી માંગવાના બહાને ઘરમાં ઘૂસીને બે બાળકોને બાનમાં લઇને સોનાના દાગીના અને રોકડા રૂપિયાની લૂંટ કરી જતાં શહેરમાં ખળભળાટ મચ્યો હતો. કેટલાની લૂંટ થઇ છે તે ચોક્કસ આંકડો મળ્યો નથી પરંતુ 20થી 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટાયો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં રહેતા રાકેશકુમાર સિંગ રેલવે વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. સોમવારે મોડી સાંજે તેઓ પત્ની સાથે બજારમાં કામ અર્થે ગયા હતા. આ વખતે તેમની આશરેRead More
અકસ્માત: લીમડી, ગરબાડામાં થયેલા અકસ્માતમાં 2 વ્યક્તિના પગ ભાંગ્યા
દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક સીંગવડ તાલુકાના સુડીયા ગામના ભીખાભાઇ બારીયા તેમના પત્ની શાંતાબેન સાથે બાઇક ઉપર ઘરનો સામાન લેવા લીમડી જતા હતા. ત્યારે લીમડી ગોધરા રોડ ઉપર પેટ્રોલ પંપની નજીક સામેથી આવતી બાઇકનો ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં અકસ્માત થયો હતો. જેમાં ભીખાભાઇના જમણા પગે ફેક્ચર તેમજ શરીરે તથા હાથે ઓછીવત્તી ઇજાઓ થઇ હતી. જોકે ચાલક બાઇક મૂકીને ભાગી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં 108ને જાણ કરી ઇજાગ્રસ્તને દાહોદના ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે ઇજાગ્રસ્તના પુત્રે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.Read More
ફરિયાદ: ચાકલીયામાં વાડ કાઢવાની ના પાડતાં લાકડીઓ વડે હુમલો કર્યો
દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક પિતાને છોડાવવા પડેલા પુત્રને પણ લાકડી વડે માર માર્યો ઝાલોદના ચાકલીયા મોટી મહુડી ફળિયામાં રહેતા મનુભાઇ કલારા તથા પરિવારજનો સવારે દસના અરસામાં ઘરે હતા. ત્યારે ગામના એમનભાઇ મુનીયા તેમના ઘરે આવી તેના પિતા રતનાભાઇને બોલાવીને જણાવેલ કે આપણા બંનેની જમીનના સેડા ઉપર આવેલા ગાંડા બાવળની ડાળીઓ નડતી હોઇ કાપી નાખવાની છે. તેમ કહેતાં રતનાભાઇએ જણાવ્યું હતું કે સારું ડાળ કાપી નાખીશું. ત્યાર બાદ બીજા દિવસે એમનભાઇ, સુરેશભાઇ મુનીયા, શંકરભાઇ ડામોર, લલીતભાઇ ડામોર ચારેય જણા જેસીબી મશીનથી ગાંડા બાવળ તથા તેનાથી કરેલી વાડ પૂછ્યા વગર કાઢવાRead More