Friday, November 6th, 2020
અકસ્માત: કાળીમહુડી ગામમાં વાહનની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલીના કાપડના વેપારી દાહોદથી આવતા હતા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ દાહોદ જિલ્લાના સંજેલીમાં રહેતા અને કાપડના વેપારી યશવંતભાઇ અમરતલાલ કોઠારી ગતરોજ એક્ટિવા ઉપર દાહોદથી સંજેલી આવતા હતા. ત્યારે બપોરે કાળીમહુડી ગામે પાટીયા નજીક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટિવાને અડફેટે લેતાં યશવંતભાઇ રોડ ઉપર પડી ગયા હતા. જેમાં તેમને માથામાં તથા છાતીના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી બોલાવી દાહોદ સરકારી દવાખાને લઇ જતાંRead More
કોરોના બેકાબૂ: દાહોદ જિલ્લામાં શુક્રવારે નવા 11 કોરોના સંક્રમિત નોંધાયા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 46 થવા પામી દાહોદ જિલ્લામાં દિવાળી પૂર્વે એકસાથે 11 કેસ નવા નોંધાતા શહેર સહિત જિલ્લામાં ગભરાટ ફેલાયો છે. તાલુકાના 9 સહિત ઝાલોદ તથા ફતેપુરાના 1 -1 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. ટેસ્ટના 264 સેમ્પલો પૈકી 3 અને રેપીડના 1434 સેમ્પલો પૈકી 8 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શુક્રવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી સાજા થઈ ચુકેલા વધુ 5 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. હવે જિલ્લામાં કોરાનાના એક્ટિવ કેસોની સંખ્યા 46 થઇ છે. ઉલ્લેખનીય છે કે તા.8-10ના રોજ આવેલ 15 કેસRead More
ક્રાઈમ: દાહોદમાં મોપેડ પર દારૂ લાવતાં 2 ખેપિયા ઝડપાયા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વરમખેડાના યુવક સહિત 3 સામે ફરિયાદ કુલ 41,750નો મુદ્દામાલ કબજે કરાયો દાહોદની પડાવ ગરબાડા ચોકડી ઉપરથી મોપેડ ઉપર વિદેશી દારૂ લઇને આવતાં બે ખેપિયા ઝડપાયા હતા. 16,750નો દારૂ તથા મોપેડ મળી 41,750નો મુદ્દામાલ કબ્જે લઇ બન્ને ખેપિયા અને વરમખેડાના યુવક સહિત ત્રણ સામે દાહોદ શહેર પોલીસ મથકે પ્રોહીનો ગુનો નોંધાયો હતો. દાહોદ શહેર પોલીસને શુક્રવારના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં વરમખેડાના રમણ પુનીયા ભુરીયા નામના વ્યક્તિ પાસેથી વિદેશી દારૂ લઇને જીજે-20-એએન-5305 નંબરની જ્યુપીટર ગાડી ઉપર આવી રહ્યા હોવાની બાતમી મળતાં એલ.આર.ડી. રવિન્દ્રકુમાર દિલીપભાઇ, એસ.એસ.આઇ. ઇશ્વરભાઇRead More
નિર્ણય: 23 નવે.થી કોર્ટ શરૂના આદેશથી દાહોદના વકીલોમાં ખુશી છવાઇ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનાકાળમાં લગભગ 8 માસથી અદાલતો બંધ છે કોરોનાનું સંક્રમણ આરંભાયા બાદ 8 મહિનાથી દેશમાં કોર્ટનું કામકાજ બંધ હતું. તે ફરીથી શરૂ કરવા માટે તા. 23 નવે.થી ફરીથી કોર્ટ શરૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ થતા દાહોદ ખાતે ગતિવિધિઓ આરંભાતા ન્યાયાલય પરિસરમાં હર્ષ ફેલાયો છે. દાહોદ જિલ્લાના મુખ્ય ન્યાયાલયમાં આશરે 150 વકીલો અને કોર્ટનો સ્ટાફ, વકીલોનો સ્ટાફ વગેરે મળીને આશરે 250થી 300 અન્ય લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આ તમામ આઠ માસથી કોર્ટનું કામકાજ જડબેસલાક બંધ હોઈ બેકાર બન્યા હતા. તો વકીલો સામાન્ય આર્થિકRead More
કાર્યવાહી: દાહોદ ફર્લો સ્કવોડે 12 વર્ષથી ફરાર મર્ડરના પેરોલ આરોપીને ઝડપ્યો
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કાળીગામ ગુર્જરના રાયસીંગ ડાંગીને ઝડપી પાડ્યો હતો પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિદેશકે દિવાળીનો તહેવાર નજીક આવતા અને વિવિધ ગુના આચરી બહાર ગામ મજૂરી અર્થે જતા રહેતા હોય અને દિવાળી મનાવવા વતનમાં પરત ફરતા આરોપીને ઝડપવા માટે સૂચના આપતા દાહોદ પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે ફરાર આરોપીને ઝડપવા સૂચન કર્યુ હતું. જેના અનુસંધાને પેરોલ ફર્લોસ્કવોડના પીએસઆઇ આઇ.એ.સીસોદીયા તથા સ્ટાફ સાથે આરોપીને ઝડપી પાડવા માટે નિકળ્યા હતા. ત્યારે મળેલી ગુપ્ત માહિતના આધારે 2008માં આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ વીથ મર્ડરના આરોપી પેરોલ ફર્લો ઉપર છૂટ્યાRead More
આરંભ: દેવગઢ બારીયાના વધુ 5 ગામોમાં પાકા રસ્તાનું ખાતમુહૂર્ત
દે.બારિયા2 કલાક પહેલા કૉપી લિંક બૈણા, સીમળાઘસી, સેવનીયા, નાડાતોડ અને ફાંગીયામાં કામગીરીનો આરંભ 9.78 કિ.મી.ના 6 રસ્તાઓ રૂપિયા 287.40 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે રાજ્યમાં વિશ્વભરમાં ફેલાયેલી મહામારી કોરોના વાઇરસના અનલોકના તબક્કામાં દાહોદમાં વિકાસકાર્યો પૂરઝડપે આગળ ધપી રહ્યાં છે. ત્યારે રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે આજે દેવગઢ બારીયાના વધુ 5 અંતરિયાળ ગામોમાં પાકા રસ્તાની કામગીરીનું શુક્રવારના રોજ ખાતમુહૂર્ત કરીને આરંભ કરાવવમાં આવ્યું છે. આ 5 ગામોમાં બૈણા, સીમળાઘસી, સેવનીયા, નાડાતોડ અને ફાંગીયા ગામનો સમાવેશ થાય છે. આ ગામોના કુલ 9.78 કિલોમીટરના 6 રસ્તાઓ રૂપિયા 287.40 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. દાહોદ જિલ્લાનાRead More
મધ્ય ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ: દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, 1 કામદારનું મોત, 12 વર્ષથી ફરાર આરોપી દાહોદથી ઝડપાયો, ગોધરા પોલીસે કતલખાને લઇ જવાતા 6 ગૌવંશને બચાવ્યા
વડોદરાએક કલાક પહેલા કૉપી લિંક દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી 1.દહેજની હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં ભીષણ આગ, 1 કામદારનું મોતભરૂચ જિલ્લાના દહેજ સ્થિત હિમાની ઓર્ગેનિક કંપનીના ETP પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગની આ ઘટનામાં કંપનીમાં કામ કરતા એક કામદારનું દાઝી જતા મોત થયું હતું. જેથી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલેRead More