Sunday, November 1st, 2020

 

ભથવાડામાં લિક્વિડ અફીણ સાથે પકડાયેલા બે રિમાન્ડ પર, પાંચમી તારીખે બંનેના રિમાન્ડ પૂર્ણ થશે, ફરાર યુવકને પકડવાની તજવીજ

દેવગઢ બારિયા2 કલાક પહેલા કૉપી લિંક કારમાં 24.45 લાખ રૂપિયાનો 24 કિલો 453 ગ્રામ જથ્થો પકડાયો હતો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે સ્થિત ભથવાડા ટોલનાકા ઉપર એક કારમાંથી 24.45 લાખનો લિક્વીડ અફીણનો જથ્થો ઝડપાયો હતો. આ ઘટનામાં બે યુવક ઝડપાયા હતા જ્યારે એક ફરાર થયો હતો. પોલીસે ઝડપાયેલા બંને યુવકોના 5મી સુધીના રિમાન્ડ મેળવીને પુછપરછ શરૂ કરી છે.ભથવાડા ગામે આવેલા ટોલનાકા ઉપર પોલીસ દ્વારા 27મી તારીખની રાતના ચેકિંગ દરમિયાન આર.જે-27સીએફ-8327 નંબરની સ્વીફ્ટ કારમાંથી સીટ નીચે બનાવેલા ચોર ખાનામાંથી પ્લાસ્ટિકની બેગોમાં ભરી રાખેલો લિક્વીડ અફીણનો 24.453 ગ્રામ વજનનો જથ્થોRead More


દાહોદ-ઇન્દોર હાઇવે પર વાહનની અડફેટે યુવકનું મોત, બાઈક પર અમરેલી મજૂરીએ જતો હતો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મધ્યપ્રદેશના ઝાબુમાં જીલ્લાના રણાપુર ગામના સંજયભાઇ પરથીયાભાઇ પરમાર તા.30મીના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઇને અમરેલી જિલ્લામાં મજૂરી કામ અર્થે જવા માટે નીકળ્યો હતો. ત્યારે રાત્રીના 10.30 વાગ્યાના અરસામાં દાહોદ ઇન્દૌર હાઇવે ઉપર હજરત લોટન શાહ દરગાહ પાસે કોઇ અજાણ્યા વાહનને તેની બાઇકને ટક્કર મારી અકસ્માત કરતાં સંજયને કપાળના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ તથા મોઢા ઉપર પણ ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસે પરિવારને કરતાં મૃતકના પિતા અને ભાઇ તાત્કાલિક દાહોદ આવી પહોંચ્યા હતા. આ સંદર્ભે મૃતકનાRead More


દાહોદ જિલ્લામાં 1216 ટેસ્ટમાંથી 3 પોઝિટિવ મળ્યા, 298 RT-PCR-918 રેપિડ ટેસ્ટ કરાયા હતા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના 2 અને ઝાલોદનો 1 દર્દી મળ્યા દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ધીમે-ધીમે ઓછો થતો જોવાઇ રહ્યો છે. છેલ્લા કેટલાંક દિવસોથી પોઝિટિવ કેસોની સંખ્યા નહિંવત જોવા મળી રહી છે. શનિવારના રોજ જિલ્લામાં 1216 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 298RT-PCR અને 918 રેપીડ ટેસ્ટ કરાયા હતા. આ ટેસ્ટમાં RT-PCRમાં બે અને રેપીડમાં એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો હતો. પોઝિટિવ આવેલા દર્દીઓમાં દાહોદના બે અને ઝાલોદ તાલુકાના એકનો સમાવેશ થાય છે. સાજા થયેલા સાત લોકોને રવિવારના રોજ રજા આપવામાં આવી હતી. જિલ્લામાં હવે 46 જ એક્ટિવ કેસ હોવાનુંRead More


ખોટી અરજીઓ કરો છો કહી દંપતીને મારી નાખવાની ધમકી, પીપળીયાનાં ચાર ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પીપળીયા ગામે રહેતા અને શિક્ષિકા તરીકે નોકરી કરતાં સીતાબેન સંદીપભાઇ અમલીયાર રવિવારના રોજ પતિ, તથા સાસુ સસરા ઘરે હતા. ત્યારે તેમના કુટુંબીઓ હરસીંગ વાલસીંગ અમલીયાર, પોપટ વાલસીંગ અમલીયાર, દીલીપ પેમા અમલીયાર, રાહુલ પેમા અમલીયાર હાથમાં મારક હથિયારો તથા પથ્થરો લઇને ચારેય જણા સવિતાબેન તથા તેમના પતિ સંદીપભાઇને બિભત્સ ગાળો બોલતા દોડી આવી કહેવા લાગ્યા હતા કે તમે મારા વિરૂદ્ધમાં ખોટી અરજીઓ કરી હેરાન કરેલો છે. એટલે તમને જાનતી મારી નાખવાનો છું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છુટ્ટા પથ્થરો મારતાંRead More


ચાકલીયામાં બાઇક ચાલકે પોલીસ જીપને ટક્કર મારી નુકસાન પહોંચાડતાં ફરિયાદ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લીમડી પી.એસ.આઇ. આર.ડી.ડામોર તથા સ્ટાફના માણસો ચાકલીયા આઉટ પોસ્ટ વિસ્તારના એમ.પી.બોર્ડરના ગામોનું પેટ્રોલીંગ કરી ચાકલીયાથી પરત લીમડી તરફ આવતાં હતા. ત્યારે મુંડાહેડા પાસે સાંજના સાતેક વાગ્યાના અરસામાં રોડની બાજુમાં ત્રણ મોટર સાયકલો ઉભી હતી અને ચાર પાંચ માણસો ઉભા હોઇ તેની તપાસ કરવા જીપ રોડની રાઇડમાંપાર્કિંગ લાઇટ ચાલુ કરી ઉભી રાખી હતી. આ સમયે ચાકલીયા તરફથી ત્રણ સવારીમાં આવતા બુલેટના ચાલકે સાઇડમાં ઉભેલી સરકારી જીપને પાછળના ભાગે અથડાવી પાછળનું બ્રેક લાઇટ, સાઇડ લાઇટ તોડી નાખી 1000 જેટલુ નુકસાન કર્યુ હતું. જીપના ડ્રાઇવર લીમડી પોલીસ મથકેRead More


ફતેપુરાની પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ફરિયાદ નોંધાવી, દહેજ લઇ આવવાની ધમકી આપી ઘરમાંથી કાઢી મુકી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ક્રિષ્નાગરમાં રહેતી 27 વર્ષિય વિધીબેન પંચાલના લગ્ન આશરે છ વર્ષ અગાઉ ફતેપુરા ના વિશાલભાઇ પંચાલ સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્નજીવન દરમિયાન સંતાનમાં પાંચ વર્ષનો છોકરો અને ચાર વર્ષની છોકરી છે. પતિ, સસરા, સાસુ તથા જેઠ વિધિબેનને ચાર વર્ષ જેવુ સારી રીતે રાખ્યા બાદ પતિ પરેશાન કરી તુ ઘરનું કામ બરાબર કરતી નથી. તુ મારા ઘરમાંથી નીકળી જા તને રાખવી નથી બીજી બૈરી લાવવી છે તેમ કહી ગાળો બોલતો અને સાસુ સસરા પણ અમારા ઘરમાંથી નીકળી જા મારા છોકરાને બીજી બૈરી કરાવવાનીRead More