October, 2020

 

દાહોદ જિલ્લાની શાળા – કોલેજમાં દિવાળી વેકેશનનો આરંભ થયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનામાં શૈક્ષણિક સંસ્થાઓ આમેય 7 માસથી બંધ છે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે આશરે સતત સાત મહિનાથી અન્ય ક્ષેત્રોની માફક શૈક્ષણિક ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થવા પામી છે. અને શાળા- કોલેજોમાં તા. 25 માર્ચથી શૈક્ષણિક કાર્ય જડબેસલાક બંધ છે. ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈનને અનુસરીને દાહોદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 29 ઓક્ટોબરથી તા.18 નવેમ્બર સુધીના 20 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ કોરોનાની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં ભલે આવવાનું ન હતું. પરંતુ, તે બદલે જે તે શિક્ષકો દ્વારા ઘરે અથવા ક્લાસરૂમમાં બેસીને જેRead More


દાહોદ પાસે નીમનળીયા ગામે મકાઈના કડબમાં આગ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નજીક નીમનળીયા ગામે સરકારી ઝાયડસ કોલેજની કોલેજની પાછળના ભાગે આવેલ મકાનની બાજુના ખેતરમાં પડેલ મકાઈના કડબમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ ફાયર વિભાગને થતા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન સહિતના ઘટના સ્થળે જઈને આગ ઉપર કકાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ મકાઈનું મોટા પાયે પડેલ કડબ નષ્ટ થઇ જવા પામ્યું હતું.


દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના હોલ્ડ પર રખાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનામાં દાહોદમાં પથરાયેલી નવી રેલવે લાઇન, જેનુ કામ બંધ કરી દેવાયુ છે 205 કિમી લાંબી રેલવે લાઇનનો ખર્ચ રૂા. 678થી 1640 કરોડ થઇ ગયો દાહોદથી કતવારા વચ્ચે પાટા પથરાયા ને કામ બંધ! 205કિલોમીટરલાંબી દાહોદ-ઇન્દૌર રેલવે પરિયોજના ઉપર કોરોનાનું ગ્રહણ લાગી ગયુ છે. કોરોના કાળના બહાને રેલવે દ્વારા આ પરિયોજના હોલ્ડ ઉપર મુકી દેવામાં આવી છે. રેલવે હવે આ પ્રોજેક્ટને ખર્ચાળ અને બિનનફાકારક માની રહી હોવાનું જાણવા મળ્યું છે. કામ બંધ કરવામાં આવતાં 2022 સુધી રેલવે દ્વારા અહીં ટ્રેન દોડાવવાનો દાવો પુરો નહીં થાયRead More


કૂવામાંથી 25 ફૂટ લાકડાની નિસરણી ચઢીને દીપડાએ પોતાનો જીવ બચાવ્યો

ધાનપુર2 કલાક પહેલા કૉપી લિંક નવાગામમાં દીપડો કૂવામાં ડૂબી ન જાય તે માટે ખાટલો નાખી મોડી સાંજે રેસ્ક્યુ કરાયુ. નવાગામમાં શિકારની શોધમાં અંદર પડી જતાં વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું દોરડાં બાંધી નાખેલા ખાટલા પર આખો દિવસ બેસી રહ્યો : ઘરો બંધ કરાવી કાર્યવાહી પાર પડાઇ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાગામમાં ગતરાત્રીના શિકારની શોધમાં આવેલો દીપડો અકસ્માતે કુવામાં પડી ગયો હતો. કૂવામાં નાખેલી 25 ફૂટ ઉંચી નીસરણી ચઢીને દીપડાએ પોતાનો જીવ બચાવ્યો હતો. ધાનપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં જંગલથી ઘેરાયેલો છે.જેથી અહીં વન્ય પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરતા હોય છે. બુધવારનાRead More


દાહોદ જિલ્લામાં આગામી તહેવારો સાવચેતી સાથે ઉજવવા કલેક્ટરની અપીલ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અગાઉ સ્વજનના મૃત્યુ પછીની વિધિમાં શામેલ 17 વ્યક્તિઓ સંક્રમિત થઇ હતી દાહોદ જિલ્લામાં શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય રીતે પણ શિયાળમાં શરદી ઉધરસના કેસોમાં વધારો થતો હોય છે, પણ આ વખતે કોરોનાકાળ ચાલી રહ્યો છે. તેથી નાગરિકોએ વધુ સાવધાની રાખવી પડશે. કલેક્ટરે જણાવ્યું કે, દાહોદમાં એવા પણ કેસો ધ્યાને આવ્યા છે કે, પરિવાર સાથે યાત્રામાં ગયા હોય અને પરત આવ્યા બાદ તમામને કોરોના લાગું પડ્યો હોય. મૃત્યુ પછી રાખેેલી વિધિમાં સામેલ થયેલા પૈકી 17ને કોરોનાનો ચેપ લાગ્યો છે. કોમોરબીડ વ્યક્તિને કોરોના લાગું પડવાથી મૃત્યુનાRead More


દાહોદ જિલ્લામાં ગુરુવારે પણ કોરોનાના 3 જ કેસ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં પણ કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયા મુજબ આ 3 કેસમાં દાહોદનો 1 અને ઝાલોદ તાલુકાના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. Rtpcr ટેસ્ટના 265 સેમ્પલો પૈકી એકેય કેસ પોઝિટિવ નહતો આવ્યો. જયારે કે રેપીડના 1829 સેમ્પલો પૈકી ગુરુવારના ત્રણેય પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે ગુરુવારે દાહોદ જિલ્લાના વધુ 6 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ આપી દેવાયું હતું. સતત બે દિવસથી જિલ્લામાં માત્ર 3 -3 જ કેસ નોંધાતા હાશકારો થયો છે.


દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં દાહોદ-ગોધરા હાઇવે સ્થિત ભથવાડા ટોલનાકા પર એક કારમાંથી રૂા.24.45 લાખનો લિક્વિડ અફીણનો જથ્થો ઝડપાતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે એક નાસી છૂટ્યો હતો. કાર, મોબાઇલ અને અફીણ મળીને કુલ 27.60 લાખનો જથ્થો જપ્ત કરીને દેવગઢ બારિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ગામે આવેલા ટોલ નાકા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઇ રહ્યું હતું. તે વખતે રાજસ્થાનનાRead More


દાહોદના 500 ગામોમાં કોરોના આજે પણ પ્રવેશી શક્યો નથી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં સૌથી વધુ ઝાલોદ અને સૌથી ઓછી અસર સિંગવડ, સંજેલીના ગામોમાં દેખાઇ : 696 ગામોમાંથી 196 ગામમાં જ કેસ જોવા મળ્યા, અત્યાર સુધી દાહોદ શહેરમાં 871થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા દાહોદ જિલ્લામાં કુલ ગામોની સંખ્યા 696 છે. જિલ્લાની કુલ વસ્તી (2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસી વસ્તી 11,82,509, અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે જિલ્લાની ગણના આદિજાતી વસ્તી ધરાવતા પછાત જિલ્લા તરીકે થાય છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તીRead More


ચોસાલામાં ખેતરમાં બળદો બાંધવા મુદ્દે પથ્થર મારી એકનું માથું ફોડ્યું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ભાઇ-ભાભી વિરુદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાહોદ તાલુકાના ચોસાલા ગામતળમાં રહેતા હસુભાઇ ગેંદાલભાઇ બારીયા તા.26મીના રોજ સાંજના સમયે તેમના ખેતરે ડાંગરનો પાક જોવા ગયા હતા. ત્યારે તેમના ભાઇ સળીયાભાઇ બારીયાના બે બળદો બાંધેલા હતા અને તેમનો ભાઇ અને ભાભી અંજુબેન સળીયાભાઇ બારીયા તેમના ખેતરમાં ડાંગરનો પાક કાપતા હતા અને ખેતરમાં ઉભા ડાંગર પાકમાં બળદો બાંધેલા હોય હસુભાઇએ તેમના ભાઇને કહેલ કે મારા ખેતરમાં કેમ બળદો બાંધેલ છે. ડાંગરના પાકને નુકસાન થાય છે અને જમીન કાચી છે તો દબાઇ છે તેમ જણાવતા સળીયાભાઇ અને તેનીRead More


નાની રાબડાળના મુવાલીયા ક્રોસિંગ પાસે પોલીસે ઘરમાંથી દારૂ ઝડપ્યો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મેળાપીપણામાં દારૂનો ધંધો કરતાં 10ની ધરપકડ, પ્રોહિ., 6 બાઇકો મળી કુલ 83,925નો મુદ્દામાલ કબજે લીધો નાની રાબડાળના મુવાલીયા ક્રોસિંગ પાસે રહેતો અજય ગણાવા મકાનમાં મળતીયાઓ સાથે ભેગા મળી દારૂનું છુટક વેચાણ કરતો હોવાની બાતમી ડીવાયએસપી શૈફાલી બારવાલને મળતા તેની જાણ તાલુકા પોલીસને કરતાં પી.એસ.આઇ. એમ.એ.દેસાઇ તથા સ્ટાફે અજયના મકાને છાપો માર્યો હતો. જેમાં અજય ઉર્ફે રોકી ગણાવા તથા તેની સાથે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતાં ધાનપુર બોરવાનો સુરેશ પરમાર, મોટી સાસરીનો વિજય પરમાર, રામપુરાનો વિક્રમ મેડા, રળીયાતીનો વિક્રમ બાવનીયા, નગરાળાનો મનીષ ડામોર, અતુલ ડામોર, અભય ડામોર,Read More