Friday, October 30th, 2020

 

ઠુંઠીકંકાસીયામાં 2 બાઇક વચ્ચે અકસ્માતમાં 1ને ઇજા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અકસ્માત કરી ચાલક બાઈક મૂકી ફરાર ખાંટવાડાના ભુપેન્દ્ર મોહનભા બામણીયા પોતાની બાઇક લઇને મહુડીથી ઝાલોદ તરફ આવતો હતો. ત્યારે ઝાલોદ ઠુંઠીકંકાસીયા રોડ ઉપર જય દશામાં વિદ્યાલય સ્કૂલની સામે ઝાલોદ તરફથી આવતી બાઇકના ચાલકે તેની બાઈક બેફીકરાઇ અને ગફલતભરી રીતે હંકારી આવી ભૂપેન્દ્ર ઉર્ફે કેતનની બાઈકને સામેથી ટક્કર મારતાં ભૂપેન્દ્ર ફેકાઇ ગયો હતો અને ચાલક બાઈક મુકી ભાગી ગયો હતો. જેમાં જમણા પગના નળાના ભાગેથી પગ ભાંગી ગયો હતો તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઇ ગયો હતો. અકસ્માતની જાણ તેના ભાઇ અજયને થતાં તાત્કાલિકRead More


દાહોદ શહેરમાં 71 કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં 692 ઘરોનો સમાવેશ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દર્દીઓનો સાજા થવાનો દર 92 ટકા થયો જિલ્લામાં 1791 લોકો સંક્રમિત થયા દાહોદ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કોરોના નિયંત્રણમાં છે પરંતુ હજુ પણ સંકટ યથાવત હોય દરેકે સાવચેતી રાખવી. ગત અઠવાડિયા દરમિયાન ધાર્મિક કારણોસર અન્ય રાજ્યની મુલાકાત લેનારા નાગરિકો સંક્રમિત થયા હોય નાગરિકો બિનજરૂરી મુસાફરી ન કરે તેમ કલેક્ટરે જણાવ્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 138462 સેમ્પલ લેવાયા છે. જેમાંથી કુલ 1791 લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે 1647 લોકો રજા મેળવી ચૂકયા છે. દાહોદમાં એક્ટિવ કેસોની સંખ્યા 65 છે. સંક્રમિતોનો રિક્વરી રેટ જોઇએ તો 9195 ટકાRead More


દાહોદમાં વીજ તંત્ર દ્વારા 60થી વધુ વૃક્ષોનો ખુરદો બોલાવાયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ પરિસરમાં 5000થી વધુ વૃક્ષોનો સુપેરે ઉછેર કરી પરિસરને નંદનવન બનાવાયું છે દાહોદ વિદ્યુત બોર્ડની કચેરી દ્વારા દાહોદ ખાતે દિવ્યાંગ બાળકો કાજે ચાલતી સક્રિય સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પરિસરની અંદરના ભાગે ઉછરેલા આશરે 60 થી વધુ વૃક્ષોને આડેધડ રીતે કાપી વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાર પાંચ દિવસ અગાઉ અચાનક જ દાહોદ વિદ્યુત બોર્ડના કર્મચારીઓ સંસ્થાને જાણ કર્યા વિના કેમ્પસમાં આવી ટ્રીમીંગના નામે ફક્ત નાનકડી કાપકૂપ કરવા બદલે સંસ્થાની હદમાં રહેલા 60 થી વધુ વૃક્ષોનો આડેધડ રીતે સંહાર કર્યો હતો.Read More


દાહોદ જિલ્લામાં ઇદે મિલાદુન્નબીની ઉજવણી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વિસ્તારોમાં જ કેક કપાયા, આતશબાજી કરાઇ ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયંગમ્બર સાહેબના જન્મદિનની દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. કોરોનાને કારણે જુલુસ નીકળ્યુ ન હતુ પરંતુ મુસ્લીમ વિસ્તારોમાં કેક કાપીને અને આતશબાજી કરીને પર્વની ઉજવણી સાથે એકબીજાને મુબારક બાદ પાઠવી હતી. હજરત મુહમ્મદ પયંગમ્બર સાહેબના જન્મદિનની ઉજવણીના ભાગ રૂપે દાહોદ જિલ્લામાં વસતા મુસ્લીમ બિરાદરોએ પોતાના વિસ્તારો રોશની અને ધજા-પતાકાથી શણગાર્યા હતાં. શુક્રવારના રોજ ભારે ઉમંગ ઉત્સાહથી ઇદે મીલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાની મહામારીને કારણે આ વર્ષે જુલુસ કાઢવામાં આવ્યુ નRead More


શરદપૂનમની ઉજવણી પણ કોરોનાના કારણે કરવા નહીં મળે

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વૈષ્ણવ હવેલીમાં શરદ પૂનમે વિશેષ દર્શન યોજાયા જન્માષ્ટમી, નવરાત્રિ જેવા પર્વો બાદ શરદ પૂર્ણિમાનું પાવન પર્વ પણ ઉજવવા નહીં મળતા દાહોદવાસીઓ નિરાશ બન્યા હતા. સામાન્ય રીતે દર વર્ષે શરદપૂનમ નિમિત્તે દાહોદવાસીઓ પોતાના ધાબે કે આસપાસના ખુલ્લા મેદાનોમાં કે નજીકમાં આવેલ ફાર્મહાઉસ વગેરે ખાતે રાતની ચાંદનીમાં મિત્રવૃંદ કે સ્વજનો સાથે જઈને દૂધપૌંઆ અને દાહોદની કચોરી કે ભજીયા વગેરેનો આનંદ માણતા હોય છે. પ્રસંગોચિત શ્વેત વસ્ત્રો ધારણ કરેલા દાહોદવાસીઓ શીતળ ચાંદનીની સાક્ષીએ ચાંદ અને ચાંદની આધારિત ગીતોની મહેફિલ માણતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાનો વ્યાપ વધુRead More


દાહોદ જિલ્લાની શાળા – કોલેજમાં દિવાળી વેકેશનનો આરંભ થયો

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કોરોનામાં શૈક્ષણિક સંસ્થાઓ આમેય 7 માસથી બંધ છે કોરોનાની મહામારીના કારણે આ વર્ષે આશરે સતત સાત મહિનાથી અન્ય ક્ષેત્રોની માફક શૈક્ષણિક ક્ષેત્ર પર નોંધપાત્ર અસર થવા પામી છે. અને શાળા- કોલેજોમાં તા. 25 માર્ચથી શૈક્ષણિક કાર્ય જડબેસલાક બંધ છે. ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈનને અનુસરીને દાહોદ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. 29 ઓક્ટોબરથી તા.18 નવેમ્બર સુધીના 20 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આમ કોરોનાની ગાઈડલાઈન મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં ભલે આવવાનું ન હતું. પરંતુ, તે બદલે જે તે શિક્ષકો દ્વારા ઘરે અથવા ક્લાસરૂમમાં બેસીને જેRead More


દાહોદ પાસે નીમનળીયા ગામે મકાઈના કડબમાં આગ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નજીક નીમનળીયા ગામે સરકારી ઝાયડસ કોલેજની કોલેજની પાછળના ભાગે આવેલ મકાનની બાજુના ખેતરમાં પડેલ મકાઈના કડબમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેની જાણ ફાયર વિભાગને થતા ફાયર ઇન્સ્પેક્ટર દીપેશ જૈન સહિતના ઘટના સ્થળે જઈને આગ ઉપર કકાબુ મેળવ્યો હતો. કોઇ જાનહાની થવા પામી ન હતી પરંતુ મકાઈનું મોટા પાયે પડેલ કડબ નષ્ટ થઇ જવા પામ્યું હતું.


દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના હોલ્ડ પર રખાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ-ઇન્દોર રેલ પરિયોજનામાં દાહોદમાં પથરાયેલી નવી રેલવે લાઇન, જેનુ કામ બંધ કરી દેવાયુ છે 205 કિમી લાંબી રેલવે લાઇનનો ખર્ચ રૂા. 678થી 1640 કરોડ થઇ ગયો દાહોદથી કતવારા વચ્ચે પાટા પથરાયા ને કામ બંધ! 205કિલોમીટરલાંબી દાહોદ-ઇન્દૌર રેલવે પરિયોજના ઉપર કોરોનાનું ગ્રહણ લાગી ગયુ છે. કોરોના કાળના બહાને રેલવે દ્વારા આ પરિયોજના હોલ્ડ ઉપર મુકી દેવામાં આવી છે. રેલવે હવે આ પ્રોજેક્ટને ખર્ચાળ અને બિનનફાકારક માની રહી હોવાનું જાણવા મળ્યું છે. કામ બંધ કરવામાં આવતાં 2022 સુધી રેલવે દ્વારા અહીં ટ્રેન દોડાવવાનો દાવો પુરો નહીં થાયRead More