Saturday, October 24th, 2020

 

જિલ્લાભરમાં દશેરાની ઉજવણી ફિક્કી બનશે, જિલ્લાભરમાં દશેરાની ઉજવણી ફિક્કી બનશે

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં આ વખતે પહેલી જ વખત કોરોનાના લીધે દશેરાની ઉજવણી ઉપર મોટી અસર પડી છે. દાહોદમાં પરેલના સાત રસ્તા, ગોવિંદ નગર, ગુજરાતીવાડ, ગોદીરોડ, ગોધરારોડ સહિતના વિસ્તારોમાં જે તે આયોજક મંડળો દ્વારા રાવણ દહન કે તેની સાથે યોજાતી રામલીલા જેવા કાર્યક્રમો પર સરકારી ગાઇડલાઇન અનુસાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો સાથે દાહોદવાસીઓમાં દશેરાના પર્વે સર્વપ્રિય એવા ફાફડા અને જલેબીનું વેચાણ પણ સ્વાભિક રીતે ઝાંખું રહે તેવું જોવાઈ રહ્યું છે. કોરોનામાં બહારની ચીજવસ્તુઓ ખાવા પર લોકોએ સ્વયંભૂ રોક લગાવી હોઈ દાહોદના ફરસાણ અને મીઠાઈ વિક્રેતાઓએ સમજીનેRead More


દાહોદમાં ડેકીમાં મૂકેલા રૂપિયા ભરેલી થેલી ચોરાઇ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ દાહોદના ગોદીરોડ સૈફીનગરમાં રહેતા અને મીસ્કાત ઇન્ડ્રસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં નોકરી કરતાં 41 વર્ષિય અબ્બાસ સૈફ્રુદ્દીન ભાભરાવાલા ગતરોજ બપોરે એચડીએફસી બેન્કમાંથી 26,880 ખાતામાંથી ઉપાડી એવીએટરની ડેકીમાં રૂપિયાની થેલી મુકી અનાજ માર્કેટ ગયા હતા અને ઘઉંના બીલ લઇ તે પણ રૂપિયાની થેલીમાં મુકી ડીકીમાં મુકી એમજીવીસીએલની ઓફીસ ગયા હતા. ત્યાં ઓફીસના ગેટની બહાર ગાડી મુકી બીજા માળે પુછપરછ કરવા ગયા હતા. તે દરમિયાન કોઇ ચોર ડીકીમાંથી 26,800 ભરેલી થેલી કાઢી ચોરી કરી ગયો હતો. ઓફીસમાંથી લાવેલ બીલો મુકવા માટે ડીકી ખોલતાંRead More


દાહોદ જિલ્લામાં ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી મળવાનો પ્રારંભ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાણી વાળવા માટે હવે રાતના ઉજાગરા નહીં વેઠવા પડે દાહોદ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી આપવાની મહત્વપૂર્ણ યોજના કિસાન સૂર્યોદય યોજનાનું ડિઝીટલી લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, આજથી દાહોદના 692 ગામોના 23342 ખેડૂતોને દિવસે વીજળી મળતી થઇ છે ત્યારે અહીંના ખેડૂતો વિકાસ-સમૃદ્ધિની દિશામાં અગ્રેસર થશે તેમાં કોઇ બેમત નથી.આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, વડાપ્રધાન હંમેશથી દાહોદના સર્વાગી વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યાં છે. ત્યારે ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપનારી કિસાન સૂર્યોદયRead More


દાહોદમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાયા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં જાહેર થયેલ પોઝિટિવ દર્દીઓ પૈકી દાહોદ તાલુકાના 4 અને ઝાલોદના 5 દર્દી કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. આરોગ્ય તંત્ર દ્વારા જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 273 સેમ્પલો પૈકી એકેય કેસ આવ્યા ના હતા અને રેપિડ ટેસ્ટના 1478 સેમ્પલો પૈકી તમામ 9 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા હતા દાહોદ જિલ્લામાં અત્યારમાં સુધી 1775 દર્દીઓ પોઝિટિવ જાહેર થયા છે. આ સાથે સાજા થયેલા 6 દર્દીઓને શુક્રવારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.


દાહોદ જિલ્લામાં બે સ્થળેથી દારૂ સાથે 2 કિશોર સહિત 3 ઝડપાયા

લીમખેડા2 કલાક પહેલા કૉપી લિંક ભથવાડા ટોલનાકાથી 1.29 લાખના મુદ્દામાલ સાથે મ.પ્ર.નો યુવક ઝડપાયો લીમખેડાના સર્કિટ હાઉસ ચોકડી ઉપરથી દારૂ સાથે બે કિશોરની ધરપકડ દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકા ઉપરથી બપોરના સમયે કારમાં લઇ જવાતો દારૂ, કાર મોબાઇલ મળી 1.29 લાખના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશના યુવક તેમજ લીમખેડાના સર્કીટ હાઉસ ચોકડી ઉપરથી દારૂ સાથે બે કિશોરને ઝડપી પાડ્યા હતા.દેવગઢ બારિયા પોલીસ સ્ટાફ બપોરેે ભથવાડા ટોલનાકા પર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે કાર આવતાં તેને રોકાવી ડ્રાઇવર ભાભરા તાલુકાના છોટાવટાનો કૈલાશ ખરાડીયાની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહી આપતાં પોલીસે કારમાં તલાસી લીધી હતી.Read More


દાહોદ જિલ્લામાં લગ્નના ઇરાદે યુવતી અને સગીરાનું અપહરણ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક યુવતીની દુષ્કર્મી તથા અપહરણમાં મદદ કરનારા મિત્રો સામે ફરિયાદ છાપરી તળાવનો અજય કાળુ નીનામા વિનોદ ભુરીયા તથા અન્ય એક ઇસમ મળી બે મિત્રોની મદદથી તા.18મીના રોજ 11 વાગે દાહોદ નજવજીવન કોલેજ પાસેથી એક 21 વર્ષિય યુવતીને પોતાની પત્ની બનાવવા માટે બળજબરી પૂર્વક ફોર વ્હીલ ગાડીમાં બેસી અપહરણ કરી પાવાગઢ લઇ ગયો હતો. જ્યાં પાવાગઢ બસ સ્ટેશનમાં અજય નીનામાએ યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. અજયના ચુંગાલમાંથી ભાગી યુવતીએ દાહોદ તાલુકા પોલીસ મથકે દુષ્કર્મ આચરનાર તથા અપહરણમાં મદદ કરનાર તેના મિત્રો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અપહરણનાRead More