Friday, October 23rd, 2020

 

ડુંગળીનો હોલસેલ ભાવ 10 દિ’માં જ બમણો થયો

દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં 10 દિવસ અગાઉ મહત્તમ રૂા. 31ના બદલે મહત્તમ 60 રૂા. કિગ્રા થયો દાહોદમાં છેલ્લા 10 જ દિવસમાં કાંદાના ભાવમાં ભડકો થતા બમણો ભાવ થતા ગરીબોની કસ્તુરી ગણાતી આઈટમ ખાવાનું સામાન્ય લોકો માટે દુષ્કર બન્યું છે. ધોધમાર ચોમાસા બાદ ધીમા પગલે શિયાળાનું આગમન થયું હોવા છતાં દાહોદ ખાતે ડુંગળી, બટાકા સહિતના શાકભાજીનું બજાર અકળ કારણોસર ઉંચકાતા લોકોની થાળીમાંથી ક્રમશ: શાકભાજી દૂર થવા લાગી છે. સામાન્ય રીતે શિયાળાનું આગમન થાય તેની સાથે આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલ દાહોદમાં જે તે વિસ્તારોમાં પાકેલાં તાજ્જા શાકભાજી સાથે અન્યRead More


દાહોદ જિલ્લા પોલીસ દ્વારા રવિવારે યુનિટી રન યોજાશે

દાહોદ37 મિનિટ પહેલા કૉપી લિંક 23 ઓક્ટોબર 1959ના રોજ તિબ્બત બોર્ડર પર ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં પોલીસ જવાનો પણ શહીદ થયાં હતા. એ ઘટનાની યાદમાં દરવર્ષે પોલીસ સ્મૃતિ દિવસ- Police Commemoration Day ઉજવવામાં આવે છે. દાહોદમાં આ નિમિતે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડકવાર્ટર ખાતે આગામી તા.૨૫ ઓક્ટોબરના રોજ સવારે 8 કલાકે યુનિટી રનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુનિટી રન પોલીસ હેડકવાર્ટર ખાતેથી શરૂ થઇને તાલુકા સર્કલ, માણેક ચોક, ભગીની સમાજ, ભરપોડા સર્કલ થઇને પોલીસ હેડક્વાર્ટર પરત ફરશે. પોલિસ સ્મૃતિ દિવસ નિમિતે જિલ્લામાં વિવિધRead More


ઝાબુમાં કરિયાણાની દુકાનના તાળાં તોડી સામાનની તસ્કરી

ધાનપુર37 મિનિટ પહેલા કૉપી લિંક 10 તેલના ડબ્બા, 10 કિલો ચાની 4 થેલી, બીજો સામાન પણ લઇ ગયા ધાનપુર તાલુકાના ઝાબુ ગામમાં ચોર ટોળકીએ કરિયાણાની દુકાનને નિશાન બનાવી 28 હજાર ઉપરાંતના કરિયાણાના સામાનની ચોરી કરી ગયા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે ચોરટાઓ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના સૈફીનગરમાં રહેતા અને ધાનપુરના ઝાબુ ગામે કરિયાણાની દુકાન ધરાવતાં મહિલમભાઇ કલીમુદ્દીન કાગડી તા.21મી દિવસ દરમિયાન વેપાર ધંધો કરી દુકાન બંધ કરી સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દાહોદ પોતાના ઘરે જતા રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના સમયે ચોર ટોળકીએ મહિલમભાઇની દુકાનનેRead More


દાહોદ સ્થિત ભગિની સમાજના કોરોનાગ્રસ્ત મેનેજરનું અવસાન

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક મેનેજર સહિત 9 કર્મી પોઝિટિવ આવ્યા હતાં દાહોદના શહેરી વિસ્તારમાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં નોંધનીય વૃદ્ધિ થતા શહેરીજનોમાં ભારે ચિંતાનું મોજું ફેલાયું છે. આ અંતર્ગત 8- 10 દિવસ અગાઉ દાહોદની અગ્રિમ પંક્તિની મહિલા સશક્તિકરણની સંસ્થા દાહોદ ભગિની સમાજના મેનેજર રાજેશભાઈ શાહ પણ પોઝિટિવ જાહેર થયા હતા. બાદમાં અગમચેતી દાખવીને તેમના સંપર્કમાં રહેલા સંસ્થાના 22 કર્મીઓનો કોરોના રિપોર્ટ કરાવાતા તે પૈકી અન્ય 8 કર્મીઓ પણ પોઝિટિવ આવતા ભગિની સમાજને છેલ્લા અઠવાડિયાથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દરમિયાનમાં તબિયત બગડતા રાજેશભાઈને વધુ સારવાર માટે વડોદરાRead More


નવરાત્રીમાં દર્શને આવતા ભક્તો વિના જિલ્લાના મંદિરો સુમસામ નજરે પડ્યાં

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદના ગોધરા રોડ ખાતે ટેકરી ઉપર આવેલ કાળકા માતાનું મંદિરે નવરાત્રિ સહિતના પર્વો શ્રદ્ધા પૂર્વક ઉજવાય છે. લોકોમાં આસ્થાનું કેન્દ્ર બનેલ આ મંદિર તહેવારો ઉપર રોશનીથી સજાવાય છે ત્યારે દર્શનીય બની રહે છે. દાહોદના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર ભક્તોમાં અનન્ય શ્રધ્ધા સ્થાનક છે. ગત વર્ષોમાં નવનિર્માણ પામેલ આ મંદિર દર વર્ષે ચાર થાંભલા વિસ્તારના ગણેશોત્સવના આયોજક પરિસર તરીકે પણ જાણીતું છે.