Thursday, October 22nd, 2020

 

બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારતા ઇજા

લીમખેડા36 મિનિટ પહેલા કૉપી લિંક લીમખેડા.પ્રતાપપુરા ગામના દિનેશભાઈ રાવળ ગત 8 મીએે પાણીયા બસ સ્ટોપ પાસેથી ચાલતા પસાર થઈ રહ્યા હતા.તે દરમિયાન બાઈકના ચાલકે અડફેટમાં લેતા રસ્તા પર પટકાયા હતા. અકસ્માતમાં દિનેશ રાવળને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક દાહોદ સરકારી દવાખાને ખસેડાયા હતા. તેઓની સ્થિતિ ગંભીર હોવાથી ફરજ પરના તબીબે અમદાવાદ સિવિલમાં રિફર કર્યા હતા.આ બનાવ સંદર્ભે અભેસિંગ રાવળ લીમખેડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


હિરેન પટેલ હત્યા કેસમાં ચાર આરોપીના વધુ 4 દિ’ના રિમાન્ડ

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક રિમાન્ડ પૂર્ણ થતાં ઓનલાઇન કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા ઝાલોદ નગરમાં કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં ઝાલોદ પોલીસે સ્થાનિક અજય કલાલ, ગોધરા કાંડમાં આજીવન કેદની સજા પામેલા અને પેરોલ જમ્પ કરનારા ઇરફાન પાડા, મોહમ્મદ સમીર અને સજ્જનસિંહ ઉર્ફે કરણ ચૌહાણ સામે હત્યા અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કર્યા બાદ 15 ઓક્ટોબરે કોર્ટમાં રજૂ કરીને 22મી ઓક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા હતાં. આ 7 દિવસમાં પોલીસ દ્વારા વિવિધ સ્તરે તપાસ કરી હતી. જોકે, સોપારી આપીને હત્યા કયા કારણોસર કરવામાં આવી તે સ્પષ્ટ થઇ શક્યુ ન હતું. 22મી તારીખેRead More


18700 કિમી લાંબી લાઇનથી ઘરે ઘરે મળે છે વીજળી

દાહોદ36 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદથી કન્યાકુમારી 10 વખત જઇ આવીએ એટલી લાંબી વીજ લાઇન દાહોદમાં MGVCLની સફર 27 ફીડરથી શરૂ થઇ હતી તે આજે 150 ફીડરો સુધી પહોંચી ગઇ છે દાહોદ જિલ્લામાં 4 સબ સ્ટેશન સાથે શરૂ થયેલી વીજસેવાની સફર આજે 18 સબ સ્ટેશન સુધી પહોંચી છે. જીઇબી પૂર્વે દાહોદ નગર અને જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અમલગમેટેડ નામની ખાનગી કંપની દ્વારા વીજળી આપવામાં આવતી હતી. દાહોદમાં આ કંપનીની ઓફિસ એમજી રોડ ઉપર હતી. તે બાદ જીઇબીનું મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રૂપાંતર થયું. MGVCLના કાર્યપાલક ઇજનેર સંજય વર્માએ કહ્યું કે, દાહોદમાંRead More