Monday, October 19th, 2020

 

દાહોદ જિ.માં અકસ્માતની 5 ઘટનામાં13 ઘાયલ

દાહોદએક દિવસ પહેલા કૉપી લિંક કાળીમહુડી ગામે એસ.ટી. બસના અકસ્માતમાં ઉગરેલા 15 પેસેન્જરને અન્ય બસમાં રવાના કરાયા હતાં. કાળીમહુડીમાં બાઇક ચાલકને બચાવવા જતાં એસ.ટી બસ ખાડામાં ખાબકી રૂપાખેડામાં બેને અડફેટે લઇ ટ્રેક્ટરે દીવાલ તોડી દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતની પ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા હતાં. તેમાં એસ.ટી બસના બે અકસ્માત સર્જાયા હતાં. આ માર્ગ અકસ્માતોમાં સદભાગ્યે કોઇ વ્યક્તિનું મોત થયુ ન હતું. અકસ્માતો અંગે સબંધિત પોલીસ મથકે ફરિયાદો નોંધાઇ હતી. ર્ગ અકસ્માતોની વિગત મુજબ પ્રાંતિજથી દાહોદ આવતી એસ.ટી બસ સામે કાળીમહુડી ગામે એકાએક એક બાઇક આવી હતી. તેને બચાવવામાં ચાલકેRead More


ગરબાડામાં 4 મિમી વરસાદ સાથે જિલ્લામાં ઉકળાટ યથાવત્

દાહોદએક દિવસ પહેલા કૉપી લિંક થોડીક ઠંડક બાદ ફરીથી ચોમેર અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત વિવિધ વેબસાઈટ ઉપર હજુ 22મી સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દાહોદ સહિતના વિવિધ પ્રાંતોમાં તા.16 થી 19 ઓક્ટોબર દરમિયાન વીજળી સાથે વરસાદ પાડવાની આગાહી દર્શાવાઈ હતી. તે અંતર્ગત શનિવારે દાહોદ શહેર સહિત જિલ્લામાં અમુક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બાદમાં સોમવારે તા.19-10-2020ના રોજ સવારથી અવારનવાર વાદળછાયું વાતાવરણ સર્જાતા વરસાદ પડશે તેવી સંભાવનાઓ સાથે ઠંડક પ્રવર્તી જવા પામી હતી. પરંતુ, થોડી જ વારમાં ફરીથી ચોમેર અસહ્ય બાફના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા. જો કે દરમિયાનમાં બપોરે 4Read More


કાળીતળાઇ નજીક બાઇક ચોરાઇ

દાહોદએક દિવસ પહેલા કૉપી લિંક દાહોદની એનજીઓમાં સુપર વાઇઝરની નોકરી કરતાં અને ગોધરા રહેતા નિતેશકુમાર સિંહ ગત રાતે દાહોદથી ગોધરા બાઇક ઉપર નીકળ્યા હતા. ત્યારે 11ના અરસામાં લીમખેડા હાઇ‌વે ઉપર કાળીતળાઇ બસ સ્ટેન્ડ પાસે બાઇક રોડની સાઇડમાં ઉભી રાખી શૌચક્રિયા માટે ગયા હતા. દરમિયાન કોઇ ચોર તેમની 20 હજારની કિંમતની બાઇક ચોરી કરી ગયો હતો. બાઇક જોવા ન મળતાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. જેથી નિતેશકુમારે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.


દાહોદમાં ‘ઈ-સંજીવની ઓપીડી’ના માધ્યમથી પ્રજા સારવાર મેળવી શકશે

દાહોદએક દિવસ પહેલા કૉપી લિંક કોઈના સંપર્કમાં વિના નિ:શુલ્ક અને ઘરબેઠા તબીબ સલાહ મળી શકશે દર્દીઓ ઘર બેઠા નિશુલ્ક ધોરણે પોતાનો નાનીમોટી બીમારીઓનો ઈલાજ કરાવી શકે તેવા શુભાશયથી ગુજરાત સરકાર દ્વારા ‘ઈ-સંજીવની ઓ.પી.ડી.’નો આરંભ થયો છે. નેશનલ ટેલીકન્સલ્ટેશન સર્વિસ દ્વારા સંચાલિત ‘ઈ-સંજીવની ઓ.પી.ડી.’ના માધ્યમથી દર્દીઓ જે તે બીમારી માટે સીધા સીધા તે ક્ષેત્રના નિષ્ણાત તબીબોનો સીધો સંપર્ક કરી શકે છે. ગુજરાતના તમામ ગામ-શહેરોને એકસાથે આ સેવા ઉપલબ્ધ થઈ છે. ડેન્ટલ, ડર્મેટોલોજી, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ફિઝીયોથેરાપી જેવા વિવિધ ક્ષેત્રના તબીબો સોમથી શનિવાર દરમિયાન સવારે 9થી રાતનાRead More


દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 6 દર્દી નોંધાયા

દાહોદએક દિવસ પહેલા કૉપી લિંક જિલ્લામાં 1732 કોરોનાગ્રસ્તો પૈકી 1591 લોકોને ડિસ્ચાર્જ 69 લોકોના મૃત્યુ અને એક્ટિવ કેસોની સંખ્યા 68 થઇ દાહોદ જિલ્લામાં તા.19 ઓક્ટોબર સોમવારે કોરોનાના નવા 6 કેસ નોંધાયા હતા. જેમાં ઝાલોદના 6 દર્દીઓ સહિત દાહોદ અને દેવગઢ બારીયાના 1-1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 19 ઓક્ટોબરના રોજ જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના261 સેમ્પલો પૈકી એકેય પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. તો રેપીડના 1152 સેમ્પલો પૈકી તમામ 6 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. દાહોદ જિલ્લાના સાજા થઈ ચુકેલા વધુ 5 લોકોને સોમવારે ડિસ્ચાર્જ અપાયું હતું. દાહોદ જિલ્લામાં અત્યારRead More


…તો 13 હજાર રેલવે કર્મીઓ વિરોધ પ્રદર્શન કરશે

દાહોદએક દિવસ પહેલા કૉપી લિંક દાહોદ શહેર સહિત આખા રતલામ મંડળમાં તખ્તો ઘડાયો વર્ષ 19-20ના બોનસની અત્યાર સુધી જાહેરાત નહીં કરવામાં આવતાં રેલવે કર્મચારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 22મી તારીખ સુધી જો રેલવે કોઇ નિર્ણય નહીં લે તો દાહોદ શહેર સાથે આખા રતલામ મંડળના 13975 રેલવે કર્મચારી વિરોધ પ્રદર્શન કરશે તેવું જાણવા મળ્યું છે. આ માટે વેર્સ્ટન રેલવે એમ્પલોઇઝ યુનિયન અને મજદુર સંઘે તૈયારીઓ પણ કરી લીધી છે. દર વર્ષ રેલવે નવરાત્રીમાં બોનસ આપી દે છે પરંતુ આ વખતે મંત્રાલયથી આદેશ આવ્યો નથી. જોકે, જાણવા મળ્યુ છે કેRead More