Tuesday, September 8th, 2020

 

નાના શરણૈયામાં બે બાળકો સાથે માતાની કૂવામાં મોતની છલાંગ

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર પાંચ વર્ષીય દીકરી અને ત્રણ માસના પુત્રને લઇને કૂદી ગઇ સાસરિયાંઓના ત્રાસથી આ પગલું ભર્યુંઃ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો જિલ્લાના ફતેપુરા તાલુકાના નાના શરણૈયા ગામે સાસરિયાના ત્રાસથી પરેશાન થઇને એક મહિલાએ પોતાના ત્રણ માસના પૂત્ર અને પાંચ વર્ષિય પૂત્રી સાથે કૂવામાં મોતની છલાંગ મારી હતી. ત્રણેના ડુબી જવાને કારણે મોત થઇ જતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. આ ઘટના અંગે ફતેપુરા પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદના આધારે પતિ, સાસુ અને સસરા સામે આપઘાતના દુષ્ર્પેરણનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ત્રણેનું ડુબી જવાનેRead More


દાહોદમાં પહેલીવાર પહાડીઓ પર પાણી સંગ્રહ, નાના ચેકડેમ પણ બનાવી દીધા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરોની ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે. દાહોદ જિલ્લાના જૂના પાણી વિસ્તારના ડુંગરો અત્યાર સુધી સૂકાભઠ્ઠ રહેતા હતા, પણ સ્થાનિક વન વિભાગના અનોખા પ્રયોગના લીધે હવે આ ડુંગરો પર હરિયાળીની ચાદર છવાઈ છે. ડ્રોન કેમેરા દ્વારા આ તસવીર લેવાઈ છે. આ વિસ્તારની જમીન પથરાળ છે. જેમાં ફીલાઇટ અને સીસ્ટ પ્રકારના પથ્થરો છે જે છિદ્રાળુ ન હોવાથી તેમાં પાણી શોષાઈ જવાના બદલે ભરાઈ રહે છે. સંગ્રહની વ્યવસ્થા નહીં હોવાથી વરસાદી પાણી વહી જતું હોય છે. તેને રોકવા માટે વન વિભાગેRead More


નગરાળા ગામે કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક નગરાળા ગામે કોરોના સામે વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ.  તાલુકાના નગરાળા ગામે ગત અઠવાડિયે કોરોના સંક્રમણના બે કેસ નોંધાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક જનજાગૃતિ, સેનિટાઇઝેશન, માસ્ક વિતરણ, ઉકાળા વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ ગામમાં કોરોનાના બે સક્રિય કેસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના તાલુકા વિકાસ અધિકારી ભાવેશ વસાવાએ જણાવ્યું કે, નગરાળા ગામમાં ગત અઠવાડિયે બે કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના નવા કેસ ન ઉમેરાય તે માટે ગામમાં લોકોને કોરોના બાબતે શું સાવચેતી રાખવી તેની માહિતી આપી રહી છે. આ માટે રીક્ષામાં માઇકRead More


ચિલાકોટામાં ઉછીના રૂપિયા મુદ્દે નાનાભાઇને તીર મારી ઇજા પહોંચાડી

લીમખેડા3 કલાક પહેલા કૉપી લિંક ગડદાપાટુનો માર મારી જાનથી મારવાની ધમકી આપી જેઠ વિરુદ્ધ લીમખેડા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો ચિલાકોટાના રાજુભાઇ તડવી તથા તેમની પત્ની રમીલાબેન સાથે તેમના મોટાભાઇ ચંદુભાઇ તવડીના ઘરની નજીકમાં આવેલા ખેતરમાં મકાઇના ડોડા ભાંગવા તેમજ મકાઇ કાપતા હતા. તે દરમિયાન ચંદુભાઇ તડવી હાથમાં તીર કામઠી લઇને આવ્યા હતા અને રાજુભાઇને કહેવા લાગેલ કે તે મારી પાસેથી લીધેલા પૈસા કેમ આપતો નથી તેમ કહેતા ચંદુભાઇએ જણાવેલ કે તમારા પુરેપુરા રૂપિયા પરત આપી દીધા છે તેમ કહેતા ચંદુભાઇએ બિભત્સ ગાળો બોલવા લાગાતા તેમને ગાળો બોલવાની ના પાડતા ચંદુભાઇએRead More


બીજી પત્ની લાવવા ત્રાસ આપતાં શિક્ષક પતિ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તું મને ગમતી નથી, મારે બીજી બૈરી લાવવાની છે તેમ કહી હેરાન કરતો હતો સહકર્મી શિક્ષિકા જોડે પ્રેમસંબંધ હોવાના કારણે ત્રાસ આપતો હતો દે. બારિયામાં ભાડેથી મકાન રાખીને રહેતા 40 વર્ષિય ગાયત્રીબેન નગીનભાઇ અસારીના લગ્ન 21 વર્ષ પૂર્વે અરવલ્લીના ભટેડાના નગીનભાઇ મગનભાઇ અસારી સાથે થયા હતા. નગીનભાઇ કંજેટા પ્રા.શાળામાં ફરજ બજાવતાં હોય તેઓ બારિયામાં ભાડેથી મકાન રાખી બન્ને જણા રહેતા હતા. બન્નેને સંતાનોમાં 20 વર્ષનો છોકરો અને 17 વર્ષની છોકરી છે. બાદ દોઢ વર્ષ પૂર્વે નગીનભાઇ તુ મને ગમતી નથી. મારે બીજી બૈરી લાવવાની છેRead More


રાબડાલમાં બાયપાસ ચોકડી પાસે બસ-કાર વચ્ચે અકસ્માતમાં 1નું મોત

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઉજ્જૈનનો પરિવાર પુત્રીની સારવાર કરાવી પરત જતો હતો અકસ્માતમાં મહિલા સહિત છને ગંભીર ઇજા પહોંચી ઉજ્જૈનનો પરિવાર ગતરોજ પોતાની પુત્રીની દવા સારવાર કરવા માટે વડોદરા ખાતે ગયા હતા. પુત્રીની દવા સારવાર કરાવ્યા બાદ મંગળવારે સવારે વડોદરાથી પરત ઉજ્જૈન જવા માટે કારમાં નિકળ્યા હતા. ત્યારે દાહોદ નજીક રાબડાલમાં બાયપાસ ચોકડી ઉપર દાહોદથી અમદાવાદ જતી એસ.જી. બસ અને ઉજ્જૈનના પરિવારની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારના ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય છ લોકો જેમાં ચાર મહિલા અને બે મહિલાને ઇજાઓ થઇRead More


દાહોદના નાનાસરણાયા ગામમાં સાસરીયાના ત્રાસથી માતાએ 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મૃતદેહ મળ્યા

દાહોદએક કલાક પહેલા કૉપી લિંક માતા અને બે સંતાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ફતેપુરા લઈ જવાયા, મૃતક મહિલાના પતિને પૂછપરછ માટે પોલીસ મથકે લઇ જવાયો સાસરી પક્ષના ત્રણ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ, પરણિતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે સાસરીયાઓના ત્રાસથી મહિલાએ બે સંતાનો સાથે કૂવામાં કૂદીને આપઘાત કર્યો હતો. કૂવામાંથી માતા અને 2 સંતાનના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ફતેપુરા મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે કૂવામાંથી 3 મૃતદેહ બહાર કાઢ્યાફતેપુરા તાલુકાના નાનાસરણાયા ગામે વેલજીભાઈ ડામોરના ખેતરમાં કૂવામાંથી 3 મૃતદેહોRead More