Monday, September 7th, 2020

 

કાલીયાવડમાંથી 21 પેટી બિયર સાથે છકડો જપ્ત

ધાનપુર2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં કાલીયાવડ ગામે ધાનપુર પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.પટેલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલીયાવડ ચોકડી પરથી એક છકડામાં ભારતીય બનાવટની વિદેશી શરાબનો જથ્થો પસાર થવાનો છે. જેના આધારે પોલીસ સ્ટાફ કાલીયાવડ ચોકડી પર વોચમા હતા. ત્યારે એક રીક્ષા છકડો આવતા ચાલકને ઉભો રાખીને રીક્ષાની તલાશી લેતા તેમાંથી દારૂની 21 પેટી ટીન બિયરનો જથ્થો કે જેની કિંમત 47880 રૂપિયા મળી આવ્યો હતો. ચાલકનું નામ ઠામ પૂછતાં વિક્રમભાઈ ઉર્ફે વિકો જવલાભાઇ સંગાડા રહે કાલીયાવડ સંગાડા ફળિયાનો હોવાનુંRead More


ગરબાડા ચોકડી ઉપર 2 બાઇકના અકસ્માતમાંં ચાલકોને ઇજા

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે લઇ જવાયાં ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના તળાવ ફળિયામાં રહેતા ખેમચંદભાઇ જોખાભાઇ ભાભોર તા.3જીના રોજ જીજે-20-એએમ-6170 નંબરની બાઇક ઉપર દાહોદથી પોતાના ઘરે જતા હતા. તે દરમિયાન ગરબાડા ચોકડી નજીક બાઇકના ચાલક વડવા ગામના કલ્પેશભાઈ ખુમાભાઇ બારીયાએ પોતાનું વાહન ગફલતભરી રીતે હંકારી લાવી ખેમચંદભાઇની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બન્ને બાઇક ચાલકોને ઇજા થઇ હતી. બન્ને ઇજાગ્રસ્તોને દાહોદના ખાનગી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. આ સંદર્ભે વાલાભાઇ જોખાભાઇ ભાભોરે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીRead More


ઝાલોદ બાયપાસ હાઇવે પાછળ કરોડોનો ખર્ચ છતાં માછણ બ્રિજ પહોળો ન કરાયો

ઝાલોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ માછણ નાળા બ્રિજ સાંકડો હોય ચાલકો માટે જોખમી. વર્ષોથી સાંકડો બ્રિજ હોવાથી સામસામે ગાડી પસાર થવામાં ચાલકોને ભારે મુશ્કેલી પડે છે 37 વર્ષ જૂના બ્રિજ પર તંત્ર દ્વારા ફક્ત મરામત જ કરાઈ છે ઝાલોદ તાલુકાનો જીવાદોરી સમાન ગણાતા માછણનાળા ડેમ પર 1983ની સાલમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો. જવાબદાર વિભાગ દ્વારા બ્રિજની દર વર્ષે મરામત કરીને સંતોષ માણે છે. પરંતુ પહોંળો કરવાની કોઈ કાર્યવાહી કરાતી નથી. આ બ્રિજ સમય સાથે એટલો સાંકડો બન્યો છે, કે સામસામે બે વાહનો પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડે છે.Read More


કોતરના પાણીમાં કૂદી જઇ યુવકે આત્મહત્યા કરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામના 36 વર્ષિય રમેશભાઇ સોકાભાઇ બારીયાએ કોઇ અગમ્ય કારણોસર કુવા ગામે આવેલ વાઘધરી કોતરના ઊંડા પાણીમાં મોતની છલાંગ મારી મોતને વહાલુ કર્યુ હતું. ઊંડા પાણીમાં ડૂબી જવાથી રમેશનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકની માતા ચંપાબેન બારીયાએ દે.બારિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 0


દાહોદમાં કોરોનાના નવા 18 કેસ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તા.માં 4, ઝાલોદમાં 7, ગરબાડામાં 2, બારીયામાં 3, સુખસર-ફતેપુરામાં 2 કેસ દાહોદમાં સોમવારના રોજ કોરોના પોઝિટિવના નવા 18 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 307 સેમ્પલો પૈકી સુરેખાબેન કટારા, કૃષ્ણકાંત સોની, અરવિંદ કિશોરી, પંકજ ભુરીયા, સુરેશ કિશોરી, પ્રવિણ માળી, તારાચંદ પરમાર અને સચિન ભુરીયા પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટમાં 2383 સેમ્પલો પૈકી વિશેષભાઈ શ્રીવાસ્તવ, લક્ષ્મણભાઈ ભુરીયા, ડો. રાહુલ પરમાર, સચિન સોની, ચંચીબેન બારિયા, દિપક પટેલ, મિતેશ પંચાલ, વંદનાબેન પંચાલ, વિપુલ બારીયા અને ચિરાગકુમાર ભટ્ટ મળી 10 વ્યક્તિઓ પોઝિટિવRead More


નવરાત્રિ મહોત્સવની પરવાનગી માટે દાહોદમાં કલાકારોની રજૂઆત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના કલાકારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર નવરાત્રિ આધારિત કલાકારોને આજિવિકા મળે તે શુભાશય દાહોદના કલાકારોએ આગામી નવરાત્રીના સમયે નવરાત્રી યોજવાની સરકાર દ્વારા પરવાનગી મળે તે માટે દાહોદ જિલ્લા કલેક્ટરને એક આવેદન આપી રજૂઆત કરી હતી. આ આવેદનમાં દર્શાવ્યા અનુસાર આપણી સંસ્કૃતિનું સુપેરે જતન કરી માત્ર કળા ઉપર નિર્ભર એવા તમામ કલાકારો છેલ્લા 6 માસથી આત્મનિર્ભર બનવા બદલે બેકાર બની રહ્યા છે. અને હવે જ્યારે કોરોનાનું પ્રમાણ મહદ્દ અંશે ઘટ્યું હોઈ મોટાભાગના વ્યવસાયો રાબેતા મુજબ ચાલુ થવા પામ્યા છે. આગામી નવરાત્રી મહોત્સવ યોજવાની પરમિશન મળે તોRead More


દારૂ પીને વાહન હંકારતા અને જાહેરમાં બૂમ બરાડા કરતા ત્રણ વિરુદ્ધ કાર્યવાહી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર પોલીસે ઝાલોદ રોડ આઇ.ટી.આઇ. પાસેથી મોપેડ ઉપર આવતા ગોદીરોડ ડુંગરી ફળીયામાં રહેતા શલેષભાઇ જાલુભાઇ ભાભોરને દારૂના નશામાં ગફલતભરી રીતે રસ્તામાં લોકોના જીવને જોખમ થાય તે રીતે વાહન હંકારતા તેને રોકી ઝડપી પાડ્યો હતો. જ્યારે પડાવ વનખંડી મંદીરની પાસે ઘનસ્યામ મહારાજ સોસાયટીમાં દેવેન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ અગ્રવાલ પીધેલી હાલતમાં આમ તેમ લથડીયા ખાતો ખાતો જાહેરમાં બુમો બરાડા કરતો હતો. જેથી પોલીસે તેને પકડી કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ફતેપુરાના ભાતમુવાડી ગામનો રાકેશભાઇ મોગજીભાઇ ડીંડોર ગતરોજ ફતેપુરા પોલીસ સ્ટેશન કંપાઉન્ડમાં દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા ખાતા બકવાટRead More


દાહોદ શહેરમાં કોરોનાથી બે જ મહિનામાં 350નાં મોત

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં કોરોનાથી બે જ મહિનામાં 350નાં મોત દાહોદ શહેરમાં સપ્ટેમ્બરના પ્રારંભ સાથે જ કોરોના દર્દીઓનો આંક રાહત આપનારો રહ્યો છે. જુલાઇ અને ઓગસ્ટને જાણે કોરોનાએ બાનમાં લીધા હતા. આ બે માસના 61 દિવસોમાં શહેરના ઇતિહાસમાં ન થયા હોય તેટલાં 350 મરણ થયાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. એટલે કે, આ ગાળામાં શહેરમાં દરરોજ સરેરાશ 6 લોકો મૃત્યુ પામ્યા હતાં. તંત્રના ચોપડે ભલે કોરોનાથી માત્ર 5 જ મોત હોય કે કોરોના આવ્યા બાદ અન્ય બીમારીથી મૃત્યુ થનારાની સંખ્યા 57 જ હોય પરંતુ મરણ સર્ટિફિકેટ માટેRead More