Wednesday, September 2nd, 2020

 

ગામડીમાં ઘર આંગણામાંથી ટ્રેક્ટરની ચોરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગામડીના ભારૂભાઇ સુરસિંગભાઇ પટેલે તા.22મી ઓગસ્ટે ટ્રેક્ટર ખેતરમાંથી લાવીને ઘર આગળ મુક્યું હતું. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમ તેમનું 1,00,000નું ટ્રેક્ટર ચોરી કરી ગયા હતા. ભારૂભાઇ પટેલ વહેલી સવારે ઉઠી જતાં ઘરના આંગણામાં મુકેલ ટ્રેક્ટર તેમને જોવા મળ્યું ન હતું. જેથી આજુબાજુમાં તેમજ આસપાસના ગામોમાં તપાસ કરવા છતાં આજદિન સુધી મળી આવ્યું ન હતું. જેથી બારિયા પોલીસ મથકે ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવી છે. 0


કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરાવાયું

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સ્ટોપ પેમેન્ટ કરાવવા કાગળના ઘોડા દોડાવ્યા દાહોદ જિલ્લામાં પ્રધાન મંત્રી કિસાન યોજનામાં તપાસ દરમિયાન ભોપાળુ સામે આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે. માત્ર 35436 એન્ટ્રી જ ચેક કરાતાં તેમાંથી 32717 ખાતેદાર ખોટા નીકળ્યા છે. આ સાથે1191 એવા લોકો હતાં જેમનું નામ ખરેખર લેન્ડ રેકર્ડમાં ન હોવા છતાં તેમણે બે હજારની સહાય મેળવીને સરકારને 23.82 લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો. આ માટે તાત્કાલિક અસરથી પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. હરકતમાં આવેલા તંત્રે દાહોદ જિલ્લામાં કિસાન યોજનાનું રજિસ્ટ્રેશન તાત્કાલિક અસરથી બંધ કરી દીધુ હતું. આ સાથેRead More


દાહોદના તબીબે ઓક્સિજન વર્ધક 20 છોડ રોપી વૃક્ષારોપણ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ફીજીશીયન તબીબ ડો શીતલ અને ગાયનેક તબીબ ડો અનુબેન શાહ નામે બેલડીએ કોરોના થયા બાદ ક્વોરન્ટાઇનનો સમયગાળો પૂરો કર્યા બાદ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્ર ખત્રીનો સંપર્ક કરીને લોકોને ઓક્સિજન પૂરો પડે તેવા વૃક્ષો લગાવી આપવા કહી આ સાથે જ રૂ. 50,000નું દાન પ્રકૃતિ મિત્ર મંડળને આપ્યુ હતું.પ્રકૃતિ મિત્ર મંડળના વૃક્ષારોપણ સમિતિના કન્વીનર નાસિર કાપડિયા તથા પ્રીતિબેન શાહે આ દિશામાં સત્વરે વિચાર કરીને ઓક્સિજનની વૃદ્ધિ થવા સાથે વિસ્તારની સુંદરતામાં વૃદ્ધિ થાય અને લોકોના આકર્ષણનું કેન્દ્ર બને તેવા લીમડો, પીપળો, કણજી, કડાયો, ટીકોમા, ગરમાળો,Read More


પાણીવાસણમાં ઘર આગળથી બાઇક ચોરાઇ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પાણીવાસણના વિનોદભાઇ બારીયા તથા પત્ની તા.26 ઓગસ્ટે રાત્રીના 9 વાગે ઘર આગળ બાઇક મુકી નજીકમાં ખાટલો નાંખી સુતા હતા. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ બાઇક ચોરી કરી લઇ ગયો હતો. વહેલી સવારે ચાર વાગ્યે વિનોદભાઇ શૌચક્રિયા માટે ઉઠતાં બાઇક જોવા મળી ન હતી. તપાસ કરી હતી પરંતુ બાઇકનો કોઇ પત્તો લાગ્યો ન હતો. પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 0


તરમકાચ, ઘઢામાંથી ટાવર નીચે લગાવેલી એંગલોની ચોરી

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વીજકંપનીના એન્જિનિયરની ફરિયાદ ધાનપુર તાલુકાના તરમકાચ તથા ઘઢા ગામના સીમાડે ખેતરોમાં આવેલા વેસ્ટર્ન ટ્રાન્સ મિશન ગુજરાત લી.મી. (અદાણી ટ્રાન્સમીશન)ના નંબર 261 તથા 262 નંબરના ટાવર આવેલા છે. જેમાં તા.6 થી 27 ઓગસ્ટ દરમિયાન તરમકાચ ગામે આવેલ ટાવર નંબર 261ના નીચેના ભાગે બેસાડેલ લોખંડની જેવી ધાતુની એંગલો નંગ 43 તથા ઘઢા ગામમાં આવેલ 262 નંબરના ટાવર નીચે બેસાડેલ 76 એંગલો મળી કુલ 119 એંગલ જેની કિંમત આશરે 15,000ની કોઇ ચોર ઇસમો કાઢી ગયા હતા. તા.27મી ઓગસ્ટના રોજ કંપનીના એસોસીયેટ એન્જીનિયર રાજકુમાર રામનારાયણ કુંભાર (પંજાબી) તથા ટીમRead More