Monday, August 31st, 2020

 

પરણીતા સાથે દુષ્કર્મ કરનાર વડોદરાના PSI સામે ગુનો દાખલ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક તાલુકાની પરિણીત યુવતી્નું અપહરણ કરી લગ્ન રજિસ્ટર કરાવી દુષ્કર્મ આચરનાર સામે દાહોદ તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો છે. દાહોદના ગરબાડા તાલુકાના આંબલી ગામના અને વડોદરા શહેર ટ્રાફીક PSI તરીકે ફરજ બજાવતો પરિણીત ઉમેશ રામસીંગ નલવાયા વર્ષ 2016માં એક દાહોદ તાલુકાના એક ગામની ફાર્માસીસ્ટ તરીકે નોકરી કરતી પરિણીત યુવતીને ફસાવી તેના પતિ સાથે છૂટાછેડા લેવડાવી ગાંધીનગર લઇ જઈ લગ્ન રજીસ્ટર કર્યુ હતું. ત્યાર બાદ અપહરણ કરી ગાડીમાં બેસાડી પરિણીતાને ફાર્મ હાઉસ તથા વડોદરા અમિતનગરના મકાનમાં ગોંધી રાખી હતી. ઉમેશે અવારનવાર પરિણીતાની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યોRead More


દાહોદમાં સોમવારે કોરોનાથી સંક્રમિત નવા 13 કેસ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ-7, ઝાલોદ-2, ગરબાડા-3, દેવગઢ બારીયામાં 1 સોમવારના રોજ કોરોના પોઝિટિવના નવા 13 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ જાહેરાત અનુસાર રેગ્યુલર ટેસ્ટના 250 સેમ્પલો લેવાયા હતા. જેમાંથી 5 પોઝિટિવ જાહેર થયા હતા. જ્યારે 2201 રેપિડ સેમ્પલો પૈકી 8 પોઝિટિવ જાહેર થયા હતા. તા.31ના રોજ રેગ્યુલર ટેસ્ટમાં પોઝિટિવ આવેલ 5 વ્યક્તિઓમાં ભરતકુમાર ડામોર, રામુલુભાઈ જનાધન, ઉષાબેન રાવલ, કવિતાબેન દરજી અને મિથુન ગણાવા પોઝિટિવ આવ્યા હતા. તો રેપિડ ટેસ્ટમાં અશોક સિકલીગર, નરેશ કડકિયા, પુષ્પાબેન પરમાર, મનુરાબેન રાઠોડ, રેખાબેન રાઠોડ, ઉમેશ પવાર, પ્રવીણ લબાના અને ભુપેન્દ્રસિંહRead More


દાહોદમાં 62 દિવસની મહેનતે ધામણના 12 બચ્ચા ઈંડા ફોડી કાઢ્યાં

દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઈ કૉપી લિંક રાજપોર ગામે ઘરની બહાર કોબ્રા સાપ જોવાયાનો કોલ આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દ આકાશ પસાયા તેના રેસ્ક્યૂ માટે ગયા હતા. રાજપોર ગામે કોબ્રાથી બચાવી ધામણના ઈંડાને કુદરતી વાતાવરણ પૂરું પાડ્યું બે માસ પૂર્વે દાહોદ નજીકના રાજપોર ગામે એક ઘરની બહાર એક કોબ્રા જોવાતો હોવાનો કોલ આવતા પ્રકૃતિ મિત્ર મંડળના સર્પવિદ્દ આકાશ પસાયા તેના રેસ્ક્યૂ માટે ગયા હતા. ત્યારે રાજપોર ગામે ઘરની બહાર એક દરમાં ભરાઈ ગઈ ગયેલ કોબ્રાને પકડવા જતા કોબ્રાની સાથે બફસ્ટ્રીપ કીલબેક (પીટ પટિત) નામે બિનઝેરી સાપ પણ જોવાતા તેને બંનેRead More


દાહોદમાં 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજો, ક્લાસીસ બંધ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક અનલોક-4માં પણ ચુસ્તપણે પાલન કરવું પડશે કોવિડ-19ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઇડ લાઇન જાહેર કરી છે તે સંદર્ભે કલેક્ટર વિજય ખરાડીએ લોકોને અનલોક-4માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-4 અંતર્ગત જે માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી છે તે 1 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધીની છે. જેમાં દાહોદ જિલ્લામાં શાળા-કોલેજો, કોચીંગ ઇન્સ્ટીટ્યુટ બંધ રહેશે. જ્યારે ઓનલાઇન શિક્ષણની કામગીરી ચાલુ રહેશે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેન્ટ પાર્ક, થિયેટરો પણ માર્ગદર્શિકા મુજબ બંધ રહેશે. તેમણે ઉમેર્યુંRead More


ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લો, નીચાણવાળા ગામો સાવચેત કરાયા

ધાનપુર3 કલાક પહેલા કૉપી લિંક તાલુકાનો અદલવાડા ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઇ જતા અને હજુ પણ આ યોજનાના સ્રાવ ક્ષેત્રમાં વરસાદની શક્યતા હોય આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. દાહોદ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા મુજબ મુજબ ધાનપુરમાં આવેલી અદલવાડા જળાશય યોજનામાં સોમવારે સવારના 10 કલાકે 114 ક્યુસેક પાણીની નવી આવક થતા પાણીની સપાટી 397.30 મીટરે પહોંચી હતી. જે પૂર્ણ જળસપાટી હોય આસપાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં લીમખેડા તાલુકાના બોગાડવા, અદલવાડા, ખોખબેડ, મોઢવા, રામપુર, વેડ ગામોને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. આ અંગે તંત્રની સંલગ્નRead More


દાહોદ જિલ્લામાં સીઝનનો 66.87 % વરસાદ નોંધાયો, તાલુકામાં સીઝનનો 83.22 % વરસાદ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ગરબાડા તાલુકામાં સૌથી વધુ 86.75 % વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે કે દાહોદ તાલુકો 83.22 % વરસાદ સાથે જિલ્લામાં દ્વિતીય ક્રમાંકે આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગયા વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં દાહોદ તાલુકામાં સીઝનનો સરેરાશ વરસાદ 106.96 % થઈ ચુક્યો હતો. તેની સામે ચાલુ વર્ષે કુલ 635 મિમી એટલે કે આશરે 25 ઈંચ સીઝનની સરેરાશના 86.22 % વરસાદ નોંધાયો છે. જે ગયા વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં 799 મિમી નોંધાયો હતો. તો આ વર્ષે સરેરાશ વરસાદના માત્ર 39.50 % વરસાદ નોંધાયો છે.Read More