Saturday, August 29th, 2020

 

સુખસર ખાતે પશુ દવાખાનું 26 લાખના ખર્ચે તૈયાર થશે : 37 ગામોના પશુપાલકોને લાભ

સુખસર2 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકાના સુખસર ખાતે દાયકાઓ અગાઉ પશુ દવાખાનાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.જે હાલ જર્જરિત અવસ્થામાં આવતા આ જગ્યા ઉપર નવીન પશુ દવાખાનાનું બાંધકામ કરવા માટે આજરોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા,ડોક્ટર કે. એલ.ગોસાઈ નાયબ પશુપાલન નિયામક દાહોદ,ઝાલોદ નાયબ કાર્યપાલક ઇજનેર ડી.જે.પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે સુખસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારા પણ હાજર હતા.તેમજ આ દવાખાનાના બાંધકામ પાછળ 26 લાખ રૂપિયા ખર્ચ થનાર હોવાનું જાણવા મળે છે. તેમજ આ પશુ દવાખાનામાં સુખસર આસપાસના 37 જેટલા ગામડાના પશુપાલકોને લાભ મળનાર હોવાનું પણ જાણવા મળે છે.Read More


સંજેલીમાં સંકલિત બાળ વિકાસ યોજનાના નવીન ભવનનું સાંસદના હસ્તે ખાતમુહૂર્ત

સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તાલુકા સેવા સદન પાસે રાજ્ય સરકારની યોજના અંતર્ગત સંકલિત બાળ વિકાસ યોજનાનું નવીન ભવનનું ખાતમુહૂર્ત શુક્રવારના રોજ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા ૩૫,૯૬,૩૦૦ નાં ખર્ચે તૈયાર થનારા માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ 6 મહીનાના ટૂંકા ગાળામાં બે માળનું ભવન ઊભું કરી સંજેલી આઈ.સી.ડી.એસ શાખાને સોંપવામાં આવશે. આ પ્રસંગે તાલુકા અને જિલ્લાનાં અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતાં. 0


પેથાપુર ખાતે ATMનો અભાવ, રૂપે કાર્ડ અપાયા! કિઓસ્ક દ્વારા વધુ ચાર્જ લેવાતાની બૂમ

દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ પેથાપુર ગામમાં માત્ર એક જ બરોડા ગુજરાત ગ્રામિણ બેન્ક આવેલી છે. આજુબાજુ ગામોનો નાણાંકિય વ્યવહાર હોય કે સરકારી યોજનાના ખાતેદારમાં નાણા જમા થતા હોય છે. જે નાણાનો ઉપાડ કરવા દૂર દૂરથી આવતા ખાતેદારોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમજ બેન્કમાં મુળભુત ગ્રાહક તરીકેની કોઇ સુવિધા નથી. પીવાના પાણીની કે બેઠક વ્યવસ્થા જેવી કોઇ સગવડ નથી. આમ ગ્રામ્ય સ્તરે આવેલ એક માત્ર ગ્રામીણ બેન્કમાં ATMના અભાવે સરકાર દ્વારા આપેલ રૂપે કાર્ડ માત્ર શોભા માટે આપ્યા હોય તેવુ જણાય છે. જેનોRead More


ત્રણ સ્થળેથી 88 હજાર ઉપરાંતના દારૂ સાથે 2ની ધરપકડ : 1 ફરાર

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ભથવાડા ટોલનાકે કારમાંથી દારૂ મળતાં વડોદરાના યુવકની ધરપકડ દાહોદમાં ઘરમાંથી 19 બોટલ દારૂ સાથે એકની ધરપકડ ભાઠીવાડામાં ઘરમાંથી દારૂ ઝડપાયો, મકાન માલિક ફરાર જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસે છાપો મારી કુલ 88,028ના પ્રોહી જથ્થા સાથે બે વ્યક્તિઓની અટક કરી હતી. જ્યારે એક ફોર વ્હીલર ગાડી જપ્ત કર્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ત્રણ પૈકી એક બનાવોમાં પોલીસની રેડ જોઈ એક ઇસમ ભાગી ગયો હતો. દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે રહેતો શૈલેષ ઉર્ફે બાબુભાઈ મોહનલાલ ભાટીયા (સિંધી) ના રહેણાંક મકાનમાં પોલીસે બાતમી આધારે શુક્રવારે ઓચિંતોRead More


દાહોદમાં તાલુકાના 10 સહિત નવા 18 કેસ નોંધાયા, હાલમાં 185 કેસો એક્ટિવ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આજપર્યંતના કુલ 1136 કેસો પૈકી 892 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા જિલ્લામાં શનિવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા હતા. તા.29ને શનિવારે સાંજે જાહેર થયેલ સુચિ મુજબ જિલ્લામાં કુલ મળીને 18 નવા કેસ નોંધાયા હતા. શનિવારે દાહોદ શહેર સહિત જિલ્લાના રેગ્યુલર ટેસ્ટમાં ગોવિંદભાઈ સલાટ, નરેશભાઈ ડામોર, રાજેશભાઈ સલાટ, રાહુલભાઈ સલાટ, પ્રકાશભાઈ શ્રીગોડ અને ફોરમ કોરાટ નામે 6 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટની સૂચિ મુજબ સગુફ્તા શેખ, ઉર્મિલાબેન સોની, મહેન્દ્ર્રભાઈ કોળી, શ્રેયાબેન નાપડે, રોહિતભાઈ માળી, રમેશચંદ્ર પરમાર, તૃપ્તિબેન પરમાર, કમતાબેન નાયક, તારાબેન કથાલિયા, સાનુબેન કથાલિયા, અનેRead More