Friday, August 28th, 2020

 

દાહોદ શહેર સહિત જિલ્લામાં ઉઘાડ નીકળતાં રાહત

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર સહિત જિલ્લામાં સતત એક સપ્તાહ સુધી વરસાદ વરસ્યા બાદ છેલ્લા ચાર દિવસથી વાતાવરણ ખુલી જતા સહુ જિલ્લાવાસીઓને રાહત થવા પામી છે. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગત સપ્તાહે થયેલા સરસ મજાની મેઘમહેરથી જિલ્લાના તમામ જળાશયો અને નદીનાળા તેમજ તળાવો છલકાઈ જવા પામ્યા છે. સાથે સાથે વર્તમાન ચોમાસું ખેતીથી લઇ આગામી સમયે શિયાળુ ખેતી માટે પણ ફાયદેમંદ એવા આ વરસાદ બાદ હવે છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં સતત સરસ મજાનો ઉઘાડ આવતા લોકોને રાહત થવા પામી છે. તા.28.8.20 ને શુક્રવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં જિલ્લાનાRead More


ખેડૂત કલ્યાણ માટે 7 નવી યોજનાઓની શરૂઆત

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીયાની પીટીસી કોલેજ ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત નવી યોજનાઓની માહિતી અપાઇ દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો કાર્યક્રમમાં જોડાયા ખેડૂતો સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂત કલ્યાણ માટે રાજયભરમાં સાત નક્કર નવીન યોજનાઓ શરૂ કરી છે. તેની માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના દે.બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો માટે યોજાયેલ માર્ગદર્શન કાર્યક્રમમાં દે.બારીયાની પીટીસી કોલેજ ખાતે યોજાયો હતો. રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરે ખેડૂતોને આ સાતેય યોજનાઓ વિશે વિસ્તારપૂર્વકRead More


2 બાઇક પર હેરાફેરી કરાતા દારૂ સાથે 1 ઝડપાયો, 1 ફરાર

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ભે પાટીયા-મ.પ્ર.ના યુવક સામે કાર્યવાહી ધાનપુર પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બે મોટર સાયકલ ઉપર બે ઇસમો દારૂની પેટીઓ લઇને નવાનગર ગામ તરફ આવી રહ્યા હોવાની બાતમી મળતા નવાનગર ગામે વોચમાં ઉભા હતા. તે દરમિયાન ઇસમ બાઇક પર લગડુ બનાવી કંઇ લઇને આવતો જણાતા તેને ઉભી રાખવતા તે બાઇક ઉભી રાખીને ભાગવા જતાં પોલીસે તેનો પીછો કરી ભે પાટીયાના દીનેશ ભુરીયાને પકડ્યો હતો. જ્યારે તેની પાછળ અન્ય બાઇક પર આવતો મ.પ્ર.ના રીંગોલના કમલેશ નળવાયા પોલીસને જોઇ બાઇક પાછી વાળી ભાગતા પોલીસે પીછો કર્યો હતો પરંતુRead More


દાહોદ પાલિકાની અધિકૃત વેબસાઈટ જ ભૂલોથી ભરેલી!

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગરપાલિકાની વેબસાઈટમાં અક્ષમ્ય ભુલો જોવા મળી હતી. દાહોદના દોહાદ, દોહડ, દોહદ અને દાહોદ એમ ચાર નામ દર્શાવાયા ગુજરાતનો ભાગ હોવા છતાં મહારાષ્ટ્રની ટકાવારીના આધારે વસ્તીની નોંધ લેવાઈ સ્માર્ટ સિટી તરીકે જાહેર થયેલ દાહોદનું સંચાલન કરતી દાહોદ પાલિકાની અધિકૃત વેબસાઈટ અનેક ભૂલો ભરેલી જણાઈ છે. કોરોનાના કપરા કાળમાં જ્યારે લોકો જે તે સ્થળે જવું જ ન પડે અને ઓનલાઈન જ બધું કામ થઈ શકે તે રીતની સગવડને વધુ ચાહતા થયા છે, ત્યારે દાહોદ પાલિકાની dahodnagarpalika.in લીન્ક ધરાવતી વેબસાઈટ ઉપર દાહોદ શહેર વિશે, પાલિકા વિશે, ઈ-નાગરિક,Read More


‘તું ગમતી નથી’ કહી ત્રાસ આપતાં સાસરિયાં વિરુદ્ધ પરિણીતાની ફરિયાદ

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદની યુવતીનું વડોદરાના યુવક સાથે લગ્ન થયું હતું દાહોદની ગોદીરોડ ખાતે હિના ઉર્ફે આલીયાના લગ્ન છ વર્ષ પૂર્વે વડોદરાના છાણી જકાતનાકા એકતા નગર સોસાયટીના ઇમરાન મુસ્તાક અહેમદ અબ્બાસી સાથે થયા હતા. લગ્ન જીવનમાં સંતાનમાં 4 વર્ષની અને 1 વર્ષની એમ બે છોકરીઓ છે. શરૂના 6 મહિના સારી રીતે રાખ્યા બાદ પતિ ઇમરાન અબ્બાસી, જેઠ અસફાકભાઇ અબ્બાસી, અફસારરભાઇ અબ્બાસી તથા જેઠાણી સાયરાબેન અબ્બાસી તુ મને ગમતી નથી મારે તને રાખવી નથી બીજા પુરૂષ સાથેના આડા સંબંધનો વ્હેમ રાખી હેરાન કરી ત્રાસ આપતા હતા. તેમજ તારા કરતાRead More


દાહોદમાં કોરોના પોઝિટિવના 15 નવા કેસદાહોદ તાલુકાના 10 સાથે ઝાલોદના 5 અને ફતેપુરાના 4 દર્દીઓ નોંધાયા

દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદ તાલુકાના 10 સાથે ઝાલોદના 5 અને ફતેપુરાના 4 દર્દીઓ નોંધાયા દાહોદ જિલ્લામાં શુક્રવારે કુલ મળીને કોરોના નવા 15 કેસો નોંધાયા હતા.તા.28.8.’20 ને શુક્રવારે જાહેર થયેલ સુચિ મુજબ રેગ્યુલર ટેસ્ટના 253 સેમ્પલો પૈકી 4 અને રેપીડ ટેસ્ટના 2002 સેમ્પલો પૈકી 11 કેસ પોઝિટિવ જાહેર થયા હતા. શુક્રવારે રેગ્યુલર ટેસ્ટમાં જ્યોતિબેન સિંગ, છગનભાઇ પરમાર, નિથલેશ ગિરી અને અંગુરબાળાબેન જૈન પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટમાં ઉષાબેન પટેલ, મનુભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, ભરતભાઈ નાયક, અંજનાબેન વાળંદ, કમલભાઈ ભોઈ, સીતાબેન ભગોરા, મનોજભાઈ રાઠોડ, ઉજ્જવલ શેઠ, જેનુદ્દીનભાઈRead More